તંદુરી પનીર મસાલા પીઝા – અલગ સ્ટાઇલના Yammiiiiiiii Pizzaaa હવે ઘરે બનાવો……..

તંદુરી પનીર મસાલા પીઝા

પીઝા એટલે એક એવુ ફૂડ જે નાના બાળકોથી લઇને મોટા સુધી બધાનુ ફેવરિટ ફૂડ. પીઝાએ એક અલગજ જગ્યા બનાવી લીધી છે ગુજરાતીઓમાં આપણે હોટેલ્સમાં તો પીઝા ખાવા જાતા જ હોઇએ છીએ પણ હોટેલ્સ જેવા જ અલગ અલગ સ્ટાઇલના પીઝા આપણે ઘરે બનાવીએ તો! તો ચાલો આજ આપણે બનાવીએ,

સામગ્રી:

 • ૨ પીઝા બેઝ,
 • ૧૦૦ ગ્રામ મોઝરેલા ચીઝ,
 • ટોમેટો કેચ અપ,
 • ૧૦૦ ગ્રામ પનીર,
 • ૧ મોટું કેપ્સિકમ,
 • ૩ મોટી ડુંગરી,
 • ૧ મોટું ટમેટુ,
 • ૧ ચમચી પનીર ટીક્કાનો મસાલો(રસોઇ મેજીક),
 • અડધી ચમચી લાલ મરચું,
 • પા ચમચી હળદર,
 • ૧ ચમચી મેંદો,
 • મીઠું સ્વાદઅનુસાર.

રીત:
૧. પનીરનાં એકસરખા ચોરસ પીસ કરી લેવા.કેપ્સિકમને ઉપરથી ડીંટીયુ અને અંદરના બી કાઢીને તેના પણ એકસરખા મધ્યમ કદનાં પીસ કરી લેવા. ડુંગરીની છાલ ઉતારીને તેના પણ મધ્યમ કદનાં પીસ કરી લેવા.૨. એક બાઉલમાં પનીર ટીક્કાનો મસાલો,મીઠું,લાલ મરચું,હળદર અને મેંદાની અંદર એક નાના કપ જેટલું પાણી એડ કરીને એક મેરીનેશન રેડી કરવું અને મેરીનેશનના બે ભાગ કરી લેવા.૩. રેડી કરેલા મેરીનેશનના એક ભાગમાં પીસ કરેલા પનીર,કેપ્સિકમ અને ડુંગરીને એડ કરીને મેરીનેશનમાં એક સરખા મિક્ષ કરી લેવા અને તેમને એક કલાક ઢાંકીને રેસ્ટ અાપવું અને અામ એક મેરીનેટ રેડી કરવું.૪. એક કલાક મેરીનેટ કરેલા પનીર,કેપ્સિકમ અને ડુંગરીને તંદુર સ્ટીક લઇને તેમા પહેલા કેપ્સિકમ પછી પનીર અને પછી ડુંગરી એમ ત્રણેયના પીસ વારાફરતી ખુંચાડતા જવાના આપણે જેટલી સામગ્રી લીધી છે તેમાથી ત્રણથી ચ‍ાર જેટલી તંદુર સ્ટીક રેડી થસે.૫. એક નોનસ્ટીકને ગરમ મુકીને તેમા એક ચમચી જેટલું તેલ આખા નોનસ્ટીકમાં લગાવી દેવું પછી તેના ઉપર રેડી કરેલી એક તંદુર સ્ટીક મુકવી અને તેને ચારે બાજુએથી અંદર સેટ કરેલા બધાજ પીસ ગ્રીલન‍ાં થઇ જાય ત્યા સુધી ફેરવતા રહેવી આવીજ રીતે આપણે રેડી કરેલી બધીજ સ્ટીક તંદુર કરી લેવી.૬. ટમેટાના ઝીણા ઝીણા કટકા કરી લેવા.

૭. એક કડાઇમાં એક ચમચો તેલ ગરમ કરીને તેમા ઝીણુ સમારેલુ એક ટમેટુ અને મેરીનેશનનો બીજો ભાગ એડ કરી દેવા.૮. ટમેટામાં બધા મસાલા મિક્ષ કરીને તંદુર સ્ટીકમાંથી પનીર,કેપ્સિકમ અને ડુંગરીના પીસ કાઢીને આમા એડ કરી લેવા.

૯. પીઝા બેઝને લોઢીમાં તેલ મુકીને બેય સાઇડ લાઇટ બ્રાઉન કલરનો શેકી લેવો.૧૦. શેકલા પીઝા બેઝ ઉપર પહેલા એક ચમચી ટોમેટો કેચઅપ પાથરી ઉપર થોડુ મોઝરેલા ચીઝ છીણી લેવું.

૧૧. ઓવનમાં પીઝાને બે મિનિટ ગ્રીલ કરવો.(નોનસ્ટીકમાં લીડ રાખીને પણ કરી શકો)

૧૨. ગ્રીલ કરેલા પીઝા ઉપર રેડી કરેલો મસાલો પાથરી ઉપર થોડુ મોઝરેલા ચીઝ ખમણી લેવુ અને પાછો ઓવનમાં ત્રણ મિનિટ ગ્રીલ કરવો (નોનસ્ટીકમાં લીડ રાખીને પણ કરી શકો).

૧૩. રેડી કરેલ પીઝાને નીચેથી સ્હેજ ક્રિસ્પી કરવા બે મિનિટ તેલ લગાવેલી લોઢીમાં મુકવો(નોનસ્ટીકમાં કર્યું હોય તો જરૂર નથી)

તો રેડી છે આપણા એકદમ હોટેલ જેવા જ તંદુરી પનીર મસાલા પીઝા.

રસોઈની રાણી : યોગિતા વાડોલીયા 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી