“તંદૂરી આલૂ પાલક” – સાથે તંદુરી મસાલો પણ બનાવતા શીખો…

“તંદૂરી આલૂ પાલક”

સામગ્રી :

તંદૂરી મસલામાટે :

1 ટી સ્પૂન કાશ્મિરી મરચુ ,
1 ટી સ્પૂન જીરા પાવડર ,
1 ટી સ્પૂન આમચૂર ,
½ ટી સ્પૂન હળદર ,
½ ટી સ્પૂન મરી પાવડર ,
½ ટી સ્પૂન વરીયાળી પાવડર ,
½ ટી સ્પૂન ઈલાયચી પાવડર ,
½ ટી સ્પૂન લવિંગ પાવડર ,
મીઠુ ,
થોડુ તેલ ,

સબ્જી માટે :

2 કપ પાલક પ્યૂરી ,
1 નંગ બટાટા ,
1 નાની ડૂંગળી,
2-3 કળી લસણ ,
1 નાનુ ટામેટુ ,
કસૂરી મેથી ,
લીમ્બુનો રસ ,
તેલ અને ઘી ,
ક્રીમ ,

રીત:

(1) પાલકને મસ્ત મજાની ધોઈ અને બ્લાઁચ કરી લેવી (ઉકળતા ડૂબડૂબા પાણીમા, ચપટી સોડા (ઓપ્સ્નલ) નાખીને 3 થી 4 મિનિટ પાલકના પાન રાખવા, પછી ઠંડા પાણી રેડવું આ રીતે મસ્ત ગ્રીન કલર ચટાકેદાર આવશે પાલકનો ! તેને પીસીલો એટલે પાલક પ્યુરી રેડી !

(2) હવે તંદૂરી મસલાની બધી સામગ્રી ભેગી કરીને, તેમા તેલ તથા થોડુ પાણી રેડી પેસ્ટ બનાવીલો.( જો કઁઈ બહુ મેહનત વાળુ કામ નથી આપ્યુ હો ?)

(3) નાની ડુંગળી અને ટમાટરને બારીક કાપીલો, પછી એક કડાઈમા તેલ મૂકીને ડુંગળી-લસણને સરસ સૌતે કરીલો.
પછી ટમાટર એડ કરો અને પછી તૈયાર તંદૂરી મસલાની પેસ્ટ ઉમેરો.હવે મધ્યમ તાપે લગભગ પાઁચ મિનિટ આ મસાલાને સાતળો. ઉપરથી એક ચમચી ઘી રેડો…(મસ્ત સુગંધ આવશે કે પાડોશીને ત્યા પણ વાતુ થશેકે કંઈક મસ્ત બની રહ્યું છે બાજુવાળાને ત્યા ?)

(4) તેમા બટાકું ઉમેરો (જો રીંગણ અથવા બાફેલા કઠોળના ચણા પણ ઉમેરાય ) થોડુ પાણી રેડીને બટાટાને ચડવાદો.
પછી તેમા તૈયાર પાલક પ્યુરી ઉમેરો અને મીઠુ, લીમ્બુનો રસ તથા કસૂરી મેથી એડ કરીદો .

(5)શાક થોડુ ખદખદે એટલે ગેસ બંધ કરીદો..ઉપરથી ક્રીમ નાખીને, પરાઠા અથવા રોટલી સાથે સર્વ કરો.
તો આ હતી મીડિયમ સ્પાઈસી પાલક રેસીપી …

 

કિડ્સ સ્પેસિયલ પાલક રેસીપી લઈને જલ્દી આવીશ ?

રસોઈની રાણી : Rups in the Kitchen

દરરોજ અવનવી અને ટેસ્ટી વાનગી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી