“તાંદળજાનાં થેપલા” – શિયાળામાં તાજી તાજી મેથીના થેપલા ખાવાની મજા જ કઈક અલગ છે..

“તાંદળજાનાં થેપલા”

સામગ્રી:

1.5 વાટકી જેટલી સમારેલ તાંદળજાની ભાજી,
3 વાટકી ઘઉંનો લોટ,
1 ચમચી હળદર,
2 ચમચી લાલ મરચું,
2 ચમચી લસણની પેસ્ટ,
મીઠું,
2 ચમચી ધાણાજીરું,
2 ચમચી તલ,
તેલ,
પાણી,

રીત:

– સૌ પ્રથમ ભાજીને ચારણીમાં લઇ ધોઈ લેવી.
– એક પહોળા વાસણમાં લોટ, બધા મસાલા, લસણની પેસ્ટ, તલ, ભાજી, મીઠું અને તેલનું મોણ લઇ મિક્સ કરી લેવું.
– પછી પાણી ઉમેરી થેપલાંનો લોટ બાંધવો.
– થેપલા વણી પેન પર તેલ મૂકી બને બાજુ ગુલાબી ડિઝાઇન પડે ત્યાં સુધી શેકી લેવા.
– તો તૈયાર છે તાંદળજાનાં થેપલા.

નોંધ:

– તાંદળજાની ભાજી એ શું? જેમ પાલક, મેથીની ભાજી તેમ તાંદળજાની ભાજી.
– લસણની પેસ્ટ ન ઉમેરવી હોય તો પણ ચાલે.
– સ્વાદે બહુ સરસ લાગે છે.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી