આજે શીખીએ નવી વેરાયટીની સેવ. શેર કરો તમારા મિત્રો સાથે..

- Advertisement -

ટોમેટો ગાર્લિક સેવ (Tomato Garlic Sev)

સામગ્રી:

3 વાટકી ચણાનો લોટ
1/2 વાટકી ટોમેટો પેસ્ટ
1.5 ચમચી લસણ પેસ્ટ
૨ ટે સ્પૂન.. તેલ (મોણ માટે)
1 ચમચી લાલ મરચું
મીઠુ
તેલ તળવા

રીત:

સૌ પ્રથમ ટોમેટો પેસ્ટને ગાળી લેવી, જેથી સેવના સંચામાંથી સેવ નીકળી શકે, નહિતર ટમેટાના બીયા આડા આવી જશે.
એક બાઉલમાં ચણાનો લોટ, તેલ, ટોમેટો પેસ્ટ, લસણ પેસ્ટ, મીઠુ, લાલ મરચું મીક્સ કરી જરૂર મુજબ પાણી રેડી સેવ કરવા જેવો લોટ તૈયાર કરી તેવો કરવો.
સેવન સંચાને તેલ વડે ગ્રીસ કરી લોટનું મિક્ષણ સંચામાં ભરી તૈયાર કરવું.
તેલ બરાબર ગરમ થાય એટલે ધીમો કરી સેવ ગોળ ગોળ પડી લઇ ગેસ મીડીયમ ફાસ્ટ કરવો.
પછી થોડીવાર રહી પલટાવી લેવી.
ગોલ્ડન ઓરેન્જ થાય એટલે ભાર કાઢી લેવી.
ઠંડી થાય પછી ડબ્બા માં ભરી દો.
તો તૈયાર છે ટોમેટો ગાર્લિક સેવ.

નોંધ:
લસણ ન ખાતા હોય તો નહીં નાખવાનું.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

ખુબ સરળ રીત, બનાવો અને જણાવજો કેવી લાગી, શેર કરો અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી