ટામેટાં નૂડલ્સ સૂપ – આ એવું સૂપ છે જે પીધા પછી ડબલ ભૂખ જગાડે છે તો આજે જ ટ્રાય કરો

ટામેટાં નૂડલ્સ સૂપ

અત્યારે ટામેટાં ખૂબ જ સારા આવે છે. એમાંથી અલગ અલગ પ્રકાર ના સૂપ બનતા હોય છે. હું આજે એક સૂપ લઇ ને આવી છું. જે પૌષ્ટિક તો છે જ અને બનાવામાં સરળ પણ.

નૂડલ્સ નું નામ સાંભળતા જ બધા ને ભૂખ લાગી જ જાય છે. સૂપ માં નૂડલ્સ ઉમેરી ને એના સ્વાદ માં વધારો કરો…

બાળકો અને મોટા બધા ને ભાવે એવો સૂપ છે આ.. કોઈ પણ ટાઈમ પર બનાવી ને લઈ શકાય એવી સરળ રેસિપી છે.

ટામેટાં નૂડલ્સ સૂપ

6-8 લાલ ટામેટાં,

2 નાની ડુંગળી,

2 લીલાં મરચાં,

5-7લસણ ની કળી,

5-7 મીઠાં લીમડાનાં પાન,

2 ચમચા ફુદીનાં ની પેસ્ટ( મેં ફુદીનો અને મરચાં માં લીંબુ મીઠું નાખી ને બનાવેલી પેસ્ટ છે),

2 ચમચા ગોળ,

1 ચમચો કોર્નફ્લોર,

2 ચમચા પાણી,

મીઠું સ્વાદાનુસાર,

1/4 ચમચી મરી નો ભૂકો,

1 ચમચો દૂધ ની મલાઈ,

1 નાનું પેકેટ મેગી નૂડલ્સ,

1 કપ પાણી,

રીત:-

સૌ પ્રથમ એક કુકર માં કાપેલા ટામેટાં , ડુંગળી, મરચાં, લસણ , મીઠો લીમડો અને ફુદીના ની પેસ્ટ લો.

2 ગ્લાસ પીવાનું પાણી નાખો . કુકરમાં 3 સીટી વાગે પછી ગેસ બંધ કરી દો.

કુકર ખુલે એટલે બ્લેન્ડર થી આ મિશ્રણ ક્રશ કરી લો. આ સૂપ ના મિશ્રણ ને ચારણી કે ગરણી માં ગાળી લો.પછી ગાળેલા સૂપ ને એક જાડા તપેલા માં નીકાળી ને ગરમ કરવા મુકો. તેમાં ગોળ, મીઠું, મરી નો ભૂકો ઉમેરી ને બરાબર મિક્ષ કરો.અને ઉકળવા મુકો.

એક વાડકી માં કોર્નફ્લોર અને પાણી નું મિશ્રણ તૈયાર કરી ને રાખો.

અને બીજું એક બીજા વાસણ માં પાણી ઉકાળી ને મેગી નુડલ્સ બાફી લો.

હવે સૂપ 3-5 મિનીટ ઉકળી જાય એટલે તેમાં કોર્નફ્લોર નું મિશ્રણ ઉમેરો અને બરાબર મિક્સ કરો.1 મિનીટ ફરી થી ઉકાળો. હવે 1 બાફેલી નૂડલ્સ ઉમેરો અને પછી મલાઈ ઉમેરી ને બધું મિક્સ કરી લો.

તૈયાર છે ટામેટાં નૂડલ્સ સૂપ..ગરમા ગરમ સર્વ કરો…

નોંધ:- તમે ઇચ્છો તો સૂપ ઉકળે ત્યારે જ કાચી નૂડલ્સ ઉમેરી શકાય. સૂપ માં જ નૂડલ્સ બની જશે..

કોથમીર પણ સૂપ માં ઉમેરી શકાય. સર્વ કરવામાં ચીઝ ઉમેરી ને ટેસ્ટ માં વધારો કરો. ફુદીના ના પાન સૂપ માં નાખશો તો કલર કાળો થઈ જશે એટલે ફુદીના ની પેસ્ટ લીધી છે. ટામેટાં અને ફુદીના નો મિક્સ ટેસ્ટ સૂપ માં ખૂબ જ સારો લાગે છે. સ્વાદ મુજબ મસાલો બદલી શકો છો. મિક્સ હર્બસ પણ ઉમેરી શકાય છે. નૂડલ્સ વધુ કે ઓછી તમારી ઈચ્છા મુજબ કરી શકો છો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી