ટમેટાની ચટણી- ભજીયા હોય કે મુઠીયા એની સાથે હંમેશા આ ચટણી સ્વાદમાં છે બેસ્ટ, નોંધી લો કામ આવશે

 ટમેટાની ચટણી

ટમેટાની ચટણી તૈયાર કરવા માટે સમય પણ ખુબ ઓછો જોઈએ છીએ ને મુઠીયા કે ભજીયા સાથે સર્વ કરવામાં પણ ખુબ જ સ્વાદિષ્ટ રહેશે. તો બનાવો ટામેટાની ચટણી આજે જ ફ્રીજમાં સ્ટોર કરી મૂકી દો.

 ટમેટાની ચટણી બનાવવાની સામગ્રી:

4 ટમેટા,
1 cup કોથમીર,
5-6 લીલા મરચાં,
2 -3 tbsp કાશ્મીરી લાલ મરચું,
1 tsp આદું,
આખુજીરું,
મીઠું.

• ટમેટાની ચટણી બનાવવાની રીત:

1) સો પ્રથમ ટમેટા ધોઈ કાપી લો. પછી એક ડીશ માં કોથમીર લીલા મરચા,આદુ લઈ લો.

2) હવે ટમેટા,કોથમીર,લીલા મરચા,આદુ લઈ મિક્ષર માં એક સાથે નાખો.

3) તેમાં હવે લાલ મરચું,આખુજીરું અને મીઠું બધુ નાંખી મિક્ષર માં સ્મુધ ના થાય ત્યાં સુધી પીસી લો.હવે સર્વીંગ બાઉલ માં લઈ મુઠીયા,પરાઠા,ઈડલી સાથે સર્વ કરો. તો રેડી છે (નો ઓનીયન નો ગાર્લીક )ટમેટા ની ચટણી.

રસોઈ ની રાણી : ખુશ્બુ દોશી (સુરત)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી