તમે કેટલા ઉમદા વિચારક છો?

મનોજ અને પવન સ્નાતક થયા પછી એકસાથે હોલસેલ કંપનીમાં જોડાયા. બંનેએ સખત મહેનત કરી.

બે વર્ષ પછી, શેઠે પવનને સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નિમ્યો પરંતુ મનોજ તો સેલ્સ રિપ્રેઝન્ટેટિવ જ રહ્યો. મનોજ સહન ન કરી શક્યો અને તેણે શેઠને રાજીનામું આપ્યુ અને ફરિયાદ કરી કે તેઓને મહેનતુની કિંંમત નથી, પરંતુ જેણે તેમને ખુશ કર્યા છે તે બધાને પ્રમોશન આપ્યુ છે.

શેઠ જાણતા હતા કે મનોજ વર્ષોથી ખૂબ જ સખત મહેનત કરે છે અને તે મનોજને જવા દેવા માંગતા ન હતા. મનોજને તેની અને પવન વચ્ચે શું તફાવત છે તે સમજાવવા માટે શેઠે મનોજને પૂછ્યું, “જા અને બજારમાં તરબૂચ વેચનાર કોઈને શોધી લાવ.” મનોજ આ સાંભળતાં જ માર્કેટ તરફ દોડ્યો. થોડીવારે મનોજ માર્કેટમાંથી પાછો ફર્યો અને કહ્યું, “હા શેઠજી, માર્કેટમાં તરબૂચ મળે છે”. શેઠે તેને કિલો દીઠનો ભાવ પૂછ્યો. મનોજે પ્રતિ કિલોનો ભાવ ૧૨ રૂપિયા છે તેવી જાણ કરી.

શેઠે મનોજને કહ્યું, હું પવનને પણ આ જ પ્રશ્ન પૂછીશ. ઠીક છે? મનોજે હા પાડી. પવનને બોલાવીને શેઠે સવાલનું પુનરાવર્તન કર્યું. પવન ગયો, પાછો ફર્યો અને કહ્યું, ‘શેઠ, તરબૂચ વેચતો માત્ર એક વ્યક્તિ જ હતો. 12 રૂપિયે કિલો, ૧૦ કિલો માટે ૧૦૦ રૂપિયા તેની પાસે ટોટલ ૩૪૦ તરબૂચ છે જેમાંથી ટેબલ પર ૫૮ તરબૂચ ગોઠવ્યા હતા. દરેક તરબૂચનું વજન આશરે 15 કિલો, દક્ષિણ ગોવાથી બે દિવસ પહેલા ખરીદેલા, તાજા અને લાલ, સારી ગુણવત્તાના હતા.’

મનોજ ખૂબ પ્રભાવિત થયો અને પોતાના અને પવન વચ્ચેનો તફાવત સમજી રાજીનામું પાછું ખેંચ્યું અને પવન પાસેથી વધુ શીખવાનો નિર્ણય કર્યો.

મારા વ્હાલા મિત્રો, વધુ સફળ વ્યક્તિ વધુ સચેત હોય છે. વિચારો અને વધારે ઊંડાણમાં સમજો. એક સફળ વ્યક્તિ દીર્ઘદૃષ્ટિથી જુએ છે, જ્યારે આપણે ફક્ત કાલનું જ વિચારીએ છીએ. એક દિવસ અને એક વર્ષ વચ્ચેનો તફાવત ૩૬૫ ગણો છે, તો વિચારજોકે તમે જીવનમા કઈ રીતે સફળ થશો?

વિચારો! તમે તમારા જીવનમાં અત્યાર સુધી કેટલુ લાંબુ વિચાર્યુ છે? તમે કેટલા ઉમદા વિચારક છો?

ગમ્યું હોયતો શેર જરૂર કરો.

લેખન- સંકલન : દીપેન પટેલ

ટીપ્પણી