તાંબાની વીંટી કે કડુ પહેરવાના લાભ વિશે જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

જ્યોતિષ શાસ્ત્રમાં નવ ગ્રહોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ તમામ ગ્રહોનો સંબંધ અલગ અલગ ધાતુ સાથે પણ હોય છે. નવ ગ્રહના રાજા સૂર્ય દેવ છે અને તેમની ધાતુ તાંબુ છે. હિંદૂ ધર્મમાં સોના, ચાંદી અને તાંબાની ધાતુને પવિત્ર માનવામાં આવે છે. ભગવાનની પૂજામાં પણ તાંબાના જ પાત્રોનો ઉપયોગ  કરવામાં આવે છે. જો કે પૂજા ઉપરાંત તાંબાની ધાતુનો ઉપયોગ સામાન્ય વ્યવહારમાં પણ કરવામાં આવે છે. કેટલાક લોકો રાત્રે તાંબાના પાત્રમાં રાખેલું પાણી પીતાં હોય છે, કેટલાક લોકો હાથમાં તાંબાનું કડું પહેરતાં હોય છે કેટલાક લોકો તેની વીંટી પહેરતાં હોય છે. પરંતુ આમ કરનાર લોકો તાંબાથી થતાં લાભથી અજાણ હશે.

જી હાં મોટાભાગે લોકો તાંબાની ધાતુ ધારણ કરે છે ત્યારે તેમને તેનાથી થતાં લાભ વિશે ખબર હોતી નથી. જો તમે પણ આ મહત્વની જાણકારીથી અવગત નથી તો જાણી લો આજે કે તાંબાની વીંટી કે કડું પહેરવાથી શું લાભ થાય છે.

  • તાંબાની વીટીં જમણા હાથની અનામિકા આંગળીમાં પહેરવી જોઈએ. આમ કરવાથી સૂર્ય સંબંધિત દોષ દૂર થઈ જાય છે. કારણ કે તાંબુ સૂર્યની ધાતુ છે.

  • સૂર્ય સાથે આ ધાતુ મંગળની અશુભ અસરને પણ ઘટાડે છે.
  • તાંબાની ધાતુ શરીર પર ધારણ કરનારનું માન-સન્માન સમાજમાં વધે છે. સૂર્ય દેવની કૃપાથી જાતકનું તેજ વધે છે અને ઘર-પરિવાર પર સૂર્ય દેવની કૃપા રહે છે.

  • તાંબાની ધાતુ સતત શરીર નજીક રહે છે ત્યારે તાંબાના જે ઔષધિય ગુણ છે તે પણ શરીરને મળે છે. તેનાથી રક્ત શુદ્ધિ થાય છે.
  • તાંબામાંથી બનેલી વીંટી ધારણ કરનારને પેટ સંબંધિત સમસ્યાઓ પણ નડતી નથી.
  • તાંબાનો સંપર્ક ત્વચાને થતો રહે છે તેનાથી ત્વચાનું તેજ પણ વધે છે.

  • આ પ્રયોગથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. જેમને આ સમસ્યા હોય તેમણે તાંબાની વીંટીનો પ્રયોગ અચૂક કરવો જોઈએ.

  • તાંબાની વીટીં પહેરવાથી શરીરની ગરમી ઘટે છે. તેનાથી મન શાંત રહે છે અને ક્રોધ ઘટે છે.

આમ અનેક ફાયદો માત્ર તાંબુ ધારણ કરવા માત્રથી થાય છે.

લેખન. સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

જીવનમાં ઉપયોગી નાની મોતી માહિતી મેળવવા માટે આજે લાઇક કરો અમારું પેજ : જલ્સા કરોને જેંતીલાલ 

 

 

ટીપ્પણી