તમારું વજન ઓછું છે ? આ પોસ્ટ તમારા માટે !

મોટાભાગે વધુ વજન એક સમસ્યારૂપ હોય છે, પણ સુકલકડી કાયા હોય અને હાઇટ, ઉંમર પ્રમાણે વજન વધતું ન હોય તો તે બાબત પણ એક સમસ્યારૂપ જ છે. જ્યારે વજન ઓછું હોય ત્યારે આપણે વ્યક્તિને સ્વાભાવિક રીતે જ વધુ ઘીવાળું અથવા તળેલું ખાવા માટે આગ્રહ કરતાં હોઈએ છીએ. હવે ખરેખર તો વજન વધારવા માટે બને ત્યાં સુધી વધુ પ્રોટીનવાળો ખોરાક આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે વધુ પડતા ઘી-તેલવાળો ખોરાક ખાવામાં આવે ત્યારે થોડુંક ખાતાં જ પેટ ભરાઈ જાય છે અને તમે પૂરતાં પોષકતત્ત્વોવાળો ખોરાક લઈ શકતા નથી

જેટલું જરૂરી પ્રોટીન છે તેટલા જ જરૂરી કાર્બોહાઇડ્રેટ છે એટલે કે બાફેલા બટાકા, બાફેલા ચણા, ઘઉંની બ્રેડ, ઇડલી વગેરે ખાવાથી પણ વજન વધી શકે છે.

જો વજન વધતું ન હોય તો બને ત્યાં સુધી બહારનું ખાવાનું બિલકુલ બંધ કરાવી દો. બહારના ખોરાકમાં પોષકતત્ત્વો મળતાં જ નથી. તેના કારણે પેટ બગડે છે અને ઓછી ભૂખ લાગવાની સમસ્યા સર્જાઈ શકે છે.

દિવસ દરમિયાન ૩થી ૪ વખત થોડું થોડું પૌષ્ટિક ખાવાનું લેવાથી ફાયદો થાય છે. સવારના સમયે નાસ્તામાં પૌંઆ, ઉપમા, બાફેલા બટાકા વગેરે લેવાનું રાખો.
ભોજન સમયે સવારે અને સાંજે બંને સમયે બાફેલી દાળ, બાફેલાં કઠોળ, દૂધ, દહીંવાળો ખોરાક લઈ શકાય છે.

બપોરના નાસ્તામાં ૧ મૂઠી ડ્રાયફ્રૂટ નાની કોથળીમાં ભરીને ઓફિસમાં સાથે લઇ જવાની આદત પાડો.

દિવસ દરમિયાન ૨થી ૩ જુદાં જુદાં ફળ ખાવાનો આગ્રહ રાખો.

બને ત્યાં સુધી સવારે અથવા સાંજે ૩૦થી ૪૦ મિનિટની કસરત કરવાની આદત પાડો. તમને એ જાણીને નવાઈ લાગશે કે મેં જે ઉપાય વજન વધારવા માટે આપ્યા તે જ તેમનું કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે પણ ઉપયોગી છે.

કોલેસ્ટ્રોલને ઓછું રાખવા માટે :

બને તેટલાં સીઝનલ શાકભાજીને ડાયટમાં વધુ સામેલ કરવાં જોઈએ. દિવસ દરમિયાન જુદાં જુદાં ૪થી ૫ શાકભાજી વાપરો. તેને બરાબર ધોવાની આદત પાડવી અને તેની છાલ સરખી સાફ કરીને કાકડી, બટાકા વગેરે છાલ સાથે ખાવાનો આગ્રહ રાખો.

કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે કસરત પણ એટલી જ મહત્ત્વની છે, માટે બને ત્યાં સુધી ૪થી ૫ દિવસ ફાસ્ટ ચાલવાનું રાખો. આમ, ઓછા વજનમાં વારંવાર (દિવસમાં ૪-૫ વખત) હેલ્ધી ખોરાક લેવાની આદત પાડો. આ રીતે બેલન્સ આહાર લઈને નિયમિત વર્કઆઉટ કરવાથી વજન વધારી શકાય છે અને હેલ્ધી પણ રહી શકાય છે.

સાભાર : અંગના શાહ
(લેખિકા અમેરિકામાં ડાયટિશિયન છે.)

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!