તમારી પરિસ્થિતિ પ્રમાણે જાણો કયો ગ્રહ નડે છે તમને…

જ્યોતિષ શાસ્ત્રમાં કુલ નવ ગ્રહ દર્શાવવામાં આવ્યા છે જેનો આધાર કુંડળી સાથે પણ હોય છે. તેના પર જ જીવનનો આધાર પણ રહેલો છે. કુંડળીમાં 12 ભાગ હોય છે. તેમાં દરેક ગ્રહનું એક સ્થાન હોય છે તે સ્થાનના આધારે તેના અશુભ અને શુભ પ્રભાવ નક્કી થાય છે. કુંડળીમાં જે ગ્રહ સારી સ્થિતીમાં હોય છે તે સારો પ્રભાવ આપે છે અને જે ગ્રહ નીચા સ્થાનમાં હોય છે તે અશુભ પ્રભાવ આપે છે.

દરેક ગ્રહના પ્રભાવ પણ અલગ અલગ હોય છે. એટલા માટે એ પણ જાણવું જરૂરી છે કે કયા ગ્રહનો કેવો પ્રભાવ હોય છે. એટલે નવ ગ્રહનો શુભ પ્રભાવ કેવું ફળ આપે છે અને અશુભ હોય ત્યારે કેવો પ્રભાવ આપે છે. તો ચાલો જાણી લો નવ ગ્રહોના શુભ અશુભ પ્રભાવ વિશે.

સૂર્ય

સૂર્ય ગ્રહ માન-સમ્માન વધારે છે. સૂર્ય શુભ સ્થિતીમાં હોય તો સમાજમાં માન પ્રતિષ્ઠા વધે છે. જ્યારે સૂર્ય અશુભ હોય તો જાતકને અપમાન અને અશાંતિ સહન કરવી પડે છે.

ચંદ્ર

ચંદ્રનો સંબંધ મન સાથે હોય છે. ચંદ્ર સારી સ્થિતીમાં હોય તો વ્યક્તિ શાંત હોય છે અને ચંદ્ર અશુભ પ્રભાવ આપે તો વ્યક્તિ અશાંત તેમજ માનસિક બીમારીથી ત્રસ્ત હોય શકે છે.
મંગળ

મંગળ વ્યક્તિના ધૈર્ય અને પરાક્રમને નિયંત્રિત કરે છે. જો મંગળ શુભ પ્રભાવી હોય તો વ્યક્તિ સારો પ્રબંધક હોય છે જ્યારે અશુભ હોય તો વ્યક્તિ ડરપોક અને મનથી નબળો હોય છે.

બુધ


બુધ વ્યક્તિની બુદ્ધિ અને બોલીને પ્રભાવિત કરે છે. જો બુધ શુભ પ્રભાવી હોય તો બુદ્ધિ તેજ હોય છે અને આવક વધે છે. પરંતુ જો બુદ્ધિ અશુભ પ્રભાવી હોય તો બુદ્ધિ નબળી અને આવક કરતાં ખર્ચ વધારે રહે છે.
ગુરુ


ગુરુ કારર્કિદી, સફળતા અને સુખાકારી સાથે સંબંધ રાખે છે. તેના શુભ પ્રભાવથી જીવનમાં વ્યક્તિ સફળ રહે છે અને કામમાં પણ સફળતા પ્રાપ્ત કરે છે. જો ગુરુ અશુભ પ્રભાવી હોય તો કોઈ કામમાં સરળતાથી સફળતા મળતી નથી અને આર્થિક તંગીનો પણ સામનો કરવો પડે છે.
શુક્ર

શુક્ર પ્રેમ સંબંધ, કલા, ભૌતિક સુખાકારીને દર્શાવે છે. શુક્રના શુભ પ્રભાવથી દાંપત્યજીવન સુખમય રહે છે અને વ્યક્તિ તમામ પ્રકારના સુખ ભોગવે છે. અશુભ શુક્રથી આનાથી વિપરિત સ્થિતી સહન કરવી પડે છે.
શનિ


કુંડળીમાં શનિ ગ્રહ જો શુભ પ્રભાવી હોય તો વ્યક્તિ જીવનમાં તમામ સુખ ભોગવે છે અને શત્રુઓ પર પણ વિજયી થાય છે. પરંતુ જો તે અશુભ પ્રભાવ આપતો હોય તો તેનાથી ઉલટું ફળ આપે છે અને જાતકે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
રાહુ

રાહુનો અશુભ પ્રભાવ જાતકને કઠોર સ્વભાવનો બનાવે છે અને અનેક સમસ્યાઓનું સર્જન થાય છે. પરંતુ શુભ રાહુ વ્યક્તિને હોશિયાર બનાવે છે.
કેતુ


કેતુનો શુભ પ્રભાવ જાતકને કોમળ હૃદયનો બનાવે છે અને અશુભ પ્રભાવ કઠોર બનાવે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર
દરરોજ અવનવી જ્યોતિષ માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી