તમારી જાત ને ઓળખો – એક પ્રેરણાત્મક પોસ્ટ !!

ઘણા બધા લોકો પોતની જાત માટે નાનપ અનુભવતા હોય છે તે લોકો બીજાને પોતાના કરતાં ચડિયાતા અનુભવતા હોય છે. આજના આ ઝડપી યુગમાં કોઇને નાનપ અનુભવવાની જરૂર નથી કારણ કે બધામાં કોઇને કોઇ એવી ક્ષમતા જરૂર રહેલી હોય છે, જે બીજાઓમાં હોતી નથી.સૌપ્રથમ તો પોતાને ઓળખતા શીખો કે તમે દુનિયા માટે કેટલા મહત્વના છો.

કોઇ એવું કામ કરો કે જેમાં તમને મજા આવે અથવા તે કામ કરતાં તમે કદી થાક ન અનુભવો.પોતની અંદર રહેલી કળા ને ઓળખો અને ઝડપથી બહાર લાવો.દરેક માણસમાં અમુક ગુણો તો એવા રહેલા જ હોય છે, જે બીજાઓમાં જોવા નથી મળતા.માત્ર તેને ઓળખવાની જરૂર છે.ઘણા લોકો એમ માને છે કે મારા પોતનામાં એવું કોઇ ટેલેન્ટ નથી રહેલુ પરંતુ એવુ નથી હોતુ માણસોમાં ટેલેન્ટ તો ઘણું હોય છે પણ તેને ઓળખતા નથી અથવા ખબર જ નથી હોતી કે આને કળા અથવા ટેલેન્ટ કહેવાય , તો હું તમને એવા નામ સુંચવુ છું કે જેને તમારી એબીલીટી કહી શકાય જેમ કે,

લખવાની કળા
બોલવાની કળા
સામેવાળી વ્યકિત ને પોતની વાત મનાવડાવવાની કળા.

આવી તો ઘણી જ એવી ન ગણી શકાય તેવી અગણિત કળાઓ રહેલી છે.માત્ર તેને એક જ જરૂર છે તે માત્ર ઓળખાવાની.

ઘણા એવા ઉદાહરણ પણ છે કે જેણે માત્ર ટાઇમપાસ ખાતર કરેલા કામથી આજે દુનિયા માં નામના મેળવી છે જેમકે, ફેસબુક આજ કરોડો લોકો તેનો ઉપયોગ કરે છે.માર્ક ઝુકરબર્ગ કે જેમણે માત્ર પોતના અમુક મિત્રો ની સાથે જોડાવવા બનાવેલી સોશિયલ સાઇટ આજે ઘણી પોપ્યુલર છે આવા તો ઘણા બધા ઉદાહારણ લઇ શકાય છે.

અત્યારે માણસો ને મહેનત કરવી ગમતી નથી અને બધુ જ તૈયાર અથવા નસીબ ના આધરે મળી રહે તેવું ,લોકો ઈચ્છતા હોય છે તો એવુ શક્ય જ નથી એટલે જ ઉપર કહ્યુ તેમ તમારી જાત ને ઓળખો અને ગમતું કામ કરો તેનાથી તમને કામ કરવાની મજા આવશે અને કદી કંટાળો નહી.જેમ ક્રિષ્ન ભગવાને કહ્યું છે ,”કર્મ કરો ફળ ની ચિંતા ના કરો બાકી ફળ મળી રહેશે.

હજારો વાર કોશિશ કરી જોઇ,
જંપી લીધા બાદ તે અવશ્ય જીતી આવ્યો,
નસીબ લકીર જેવુ કશું જ નથી,
કર્મ કરી તેનુ ફળ જીતી આવ્યો….

તો કહેવાયું છે તેમ કર્મ કરો અને બીજુ ટેન્શન છોડી દો.આ જમાનો હરીફાઈનો છે તેથી તમારે વારંવાર મુશ્કેલી નો સામનો કરવો પડતો હોય તો તમે હાર ના માનો. તમારી જાત ઉપર તમે વિશ્વાસ રાખો .જ્યારે કીડી પણ ખાવાનું લઈને ચડતી હોય તે પણ અનેક વખત પડતી હોય અને કોશિશ કરતી હોય છે અને અંતે તેને સફલતા મળતી હોય છે. તેવી જ રીતે આપણે પણ નિષ્ફળતા મળે તો હાર ન માનવી જોઇએ અને સફળ થઈને જ જંપવુ જોઈએ.

ટેક્નોલોજી ના યુગમાં ઘણા ઓનલાઈન સ્કોપ વધ્યા છે પરંતુ ટુંકા નોલેજ ના કારણે ખાલી માણસો વોટ્સએપ જ ઉપ્યોગ કરી જાણે છે પરંતુ એમેઝોન જેવી કંપનીઓ ઓનલાઈન સ્તર ઉપર કેટલુ વેચાણ કરે છે તો એક નાનો આઈડિયા કે આવડત કેવુ મોટું સ્વરૂપ ધારણ કરી લે છે તે આપણે જોઈ શકીએ છીએ. માત્ર જરૂર છે પોતની અંદર રહેલી તાકાત ને બહાર લાવવાનો અને કંઈક એવુ કરવાનો કે કોઈએ ક્યારેય કર્યુ ન હોય અને વિચાર્યું પણ ના હોય.અત્યારની દુનિયા બધું જ અપનાવા તૈયાર થાય છે માત્ર આપણે આપવાનું છે. તમારો નાનો વિચાર તમને ક્યાંય પહોંચાડી દેશે.

અત્યાર ની યંગ જનરેશન મોટીવેશનલ વીડીયો કે લેખો બહુ જોતા અને વાંચતા હોય છે પરંતુ તે અમુક સમયે પુરૂ થઈ જતુ હોય છે. જ્યાં સુધી તમે પોતે તૈયાર નહીં હો મિત્રો કશું જ થઈ નહિ શકે. જરૂર છે માત્ર એક પગથિયું ચડવાની, બીજા આપોઆપ ચડવા તૈયાર થઈ જાશો.ક્રિકેટર જ્યારે મેદાન ઉપર આવે છે ત્યારે તે તૈયાર નથી હોતો રમવા માટે પરંતુ તે જ્યારે એક અથવા બે ઓવર રમીને સેટ થઈ જાય ત્યારે સિક્સ અથવા ચોક્કા મારી વાહ વાહ મેળવતો હોય છે.તેની જેમ જ આપણે માત્ર એક નાની શરૂઆત કરવાની છે. જો યોગ્ય અને સારૂ કરશો તો અવશ્ય તમે સફળ થશો.

ઘણા લોકો માત્ર ભણવા ઉપર આધાર રાખતા હોય છે.અત્યાર ની હરીફાઈ જોતા માત્ર એજ્યુકેશન થી કશું જ નહી થાય. કંઈક અલગ આવડત કેળવવી પડશે. જેનાથી કલોકો તમને લેવા માટે તૈયાર થાય અથવા તમને એક્સપ્ટ કરે. માત્ર શાંતિ થી વિચારો અને તમારા એ કામથી પ્રભાવિત થઈને વખાન કર્યા હોય. બની શકે એ કામ માત્ર તમે જ સારી રીતે કરી શકતા હોવ. જરૂરી નથી પરંતુ વિચારો તો ખરા !

સ્વામી વિવેકાનંદે એક સૂત્ર આપ્યુ છે કે, “ ઊઠો જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ” પરંતુ અત્યાર ના લોકો નક્કી જ નથી કરતા કે શું કરવુ તો મંડ્યા શેમાં રહેવું? આ જ પ્રશ્ન છે. આ જીવનનો તો માત્ર તમે તમારા કામમાં નિપુણ બનો કે કોઈ તમારી સાથે હરીફાઈ ન કરી શકે. કોઇએ કહ્યું છે, “ જે કરો તે બેસ્ટ કરો તો વિચાર કરો એ પણ સારો જ કરો નબળો શું કામ? ” જો તમારે જીવન ને ઊંચાઈ થી જીવવું છે તો કંઈક કરી બતાવવું પડશે, અન્યથા દુનિયા માં કીડી-મકોડા મરે છે તેવી રીતે માણસો આવે અને જાય છે પરંતુ છાપ એ જ છોડી જાય જેણે કંઈક કરી બતાવ્યું હોય દા.ત. ધીરુભાઈ અંબાણી અને આવા અનેક વ્યકિતઓ જેમને દુનિયાને તેમજ સમાજને કંઈકને કઈ આપ્યું હોય.

અમુક અંશે જાતને ઓળખતા શીખો કે તમે શું છો અને કેવી રીતે સમાજ ને તમારુ યોગદાન આપી શકો છો જે એક પોલિસમેન પોતાની ફરજ બજાવી ને યોગદાન આપે છે, એક લેખક સારૂ લખીને યોગદાન આપે છે એવી જ રીતે વિચારો કે તમે આ સમાજ ને શું આપી શકો છો?

જો તમે ખુદ ને નથી ઓળખતા તો બીજાને શું ઓળખવાના? આજ ની દુનિયા બહુ સ્વાર્થી છે. ખાલી વાતો કરવાથી કશું જ નહી થાય અને જો તમે પોતાને ઓળખી ચુંક્યા હોવ અને તો પણ રાખ બરાબર છે. આમ તમે પોતની તાકાત નો એવી જગ્યાએ ઉપયોગ કરો કે જે દેશને અને સમાજને કંઈક કામ માં આવે અન્યથા ધુળ બરાબર છે.

અમુક એવી વાત થી તમે તમારી જાતને ઓળખી શકશો :-

વાત ૧ – નિરમા કંપની ના માલિક કરશનભાઈ ઘરે ઘરે સાબુ વેચવા જતા શુ તેમને શરમ નહી આવતી હોય. તેણે પોતે હિંમત કરી નવું સ્ટાર્ટ અપ શરૂ કર્યું અને ઘણી મહેનત પછી નિરમા ની સ્થાપના થઈ. આજ ઘણા એવા લોકો હશે જે આવો બિઝનેસ કરતા હશે પરંતુ તે લિમિટેડ પીરિયડ સુધી જ કરશે તો વિચારો અને તેમા કંઈક મોટું કરો તો તમે પણ સફળ થઈ શકશો.

આવી તો બીજી ઘણી સ્ટોરીઓ તમે સાંભળી હશે કે જે તમારા જીવન સાથે મેચ થતી હશે. ઘણા લોકો નસીબ ઉપર નાખી ને બેઠા હશે. ઘણા નસીબ મા માનતા પણ ના હોય. જે પણ હોય મિત્રો ઓળખો ખુદને, વિચારો અને પ્રયાસ કરો સફળતા સુધી પહોચવાનો …

કિસ્મત કો મત દેખ એ મેરે દોસ્ત ,
તુ હૈ તો કિસ્મત હોગી ,
વરના લકીરે હાથો કી ,
મત સમજના મામુલી ઈન લકીરો કોં ,
જબ ચમકેગી તો પુરી દુનિયા દેખતી રહ જાયેગી …

લેખક – હિરેન સોરઠિયા

ટીપ્પણી