શું તમારા હાથમાં છે આ રેખા વાંચો અને ચેક કરો…

શું તમારા હાથમાં છે આ રેખા વાંચો અને ચેક કરો…

હસ્ત રેખા શાસ્ત્ર અનુસાર વ્યક્તિની હથેળીમાં કેટલીક મહત્વની રેખાઓ હોય છે. આ રેખાઓમાં જીવન રેખા, ભાગ્ય રેખા, સૂર્ય રેખાનો સમાવેશ થાય છે. આજે આપણે જાણીએ ભાગ્ય રેખા વિશેની મહત્વની જાણકારી. કોઈપણ વ્યક્તિના બંને હાથની હથેળીમાં ભાગ્ય રેખા હોય છે. હવે જાણો ભાગ્ય રેખા સંબંધિત શુભાશુભ લક્ષણો. ભાગ્ય રેખા મણીબંધથી સીધી શનિ પર્વત સુધી જતી હોય અને સાથે જ સૂર્ય રેખા, મસ્તિષ્ક રેખા જતી હોય તો તેનાથી ગજલક્ષ્મી યોગ બને છે. આ યોગથી જાતકને અચાનક ધન પ્રાપ્ત થાય છે.

શનિ પર્વત એટલે રિંગ ફિંગર નીચેનો ભાગ જો શુક્ર પર્વતથી વધારે ઊંચો હોય અને ભાગ્ય રેખા શુક્ર પર્વત એટલે અંગૂઠા પાસેથી શરૂ થતી હોય અને શનિ પર્વત સુધી પહોંચતી હોય તો આવા લોકોને જીવનમાં ક્યારેય ધનની ખામી રહેતી નથી. આવા લોકો સારી કમાણી કરે છે.


કોઈ વ્યક્તિની હથેળીમાં ભાગ્યરેખા તેમજ ચંદ્ર રેખા એકસાથે શનિ પર્વત સુધી પહોંચે તો તેવા લોકો પણ ખૂબ ધન પામે છે. જો ભાગ્ય રેખા ટચલી આંગળીના નીચેના ભાગમાંથી શરૂ થઈ અને તુટ્યા વિના શનિ પર્વત સુધી જતી હોય તો તે શુભ ફળ આપે છે.

આવા વ્યક્તિ ધન ઉપરાંત અન્ય લાભ પણ પ્રાપ્ત કરે છે. હથેળીમાં અંગૂઠાના નીચેના ભાગને શુક્ર પર્વત કહેવાય છે. શુક્ર પર્વતની બીજી તરફ એટલે કે અંતિમ ભાગમાં ચંદ્ર પર્વત હોય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી જાણવા જેવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ. – ” જલ્સા કરોને જેંતીલાલ”

ટીપ્પણી