આ મોર્ડન ડાયટ તમને આંધળું પણ બનાવી શકે છે…

સામાન્ય રીતે લોકો બે પ્રકારના ડાયટનું સેવન કરે છે. જેમાં એક વેજિટેરિયન હોય છે અને બીજો નોન વેજિટેરિયન. પંરતુ આજકાલ લોકો વેગન ડાયને વધુ ફોલો કરવા લાગ્યા છે. વેગન ડાયટમાં મીટ કે ઈંડાની સાથે સાથે દૂધથી બનેલી તમામ વસ્તુઓથી દૂર રહેવાનું હોય છે અને પશુઓથી મળનારા તમામ ખાદ્ય પદાર્થો અને પીણાનું સેવન કરવાનું હોતું નથી. પરંતુ અનેક સાઈકોલોજિસ્ટ આ ડાયટને હાનિકારક બતાવી રહ્યાં છે.

તેમનું કહેવું છે કે, આ ડાયટમાં લોકો આંધળા પણ થઈ શકે છે. જો આ ડાયટને સાચી રીતે ફોલો કરવામાં ન આવ્યું, તો આપણા શરીરમાં વિટામીન બી-12ની ઊણપ થવા લાગશે. ઈંડા, માંસ અને દૂધની ચીજોમાંથી મુખ્ય રીતે વિટામિન બી-12 મેળવી શકાય છે. જો તમે આ ચીજોનું જ સેવન નહિ કરતો તો, અને પોતાના વેગન ડાયટને જ ફોલો કરશો તો તેનાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છો.

વિટામિન બી-12ની ઊણપને કારણે અંધાપો, નબળાઈ, થાક અને ડિપ્રેશનની સાથે સાથે મેમરી લોસ થવાના પણ શક્યતા છે. વેગન ડાયટ અપનાવનારા લોકો આવી રીતે આ મુસીબતથી બચી શકે છે.

– સનગ્લાસિસ પહેરવાથી સૂર્યની અલ્ટ્રાવાયોલિટ કિરણોથી આંખોને 100 ટકા સુરક્ષા મળે છે અને આંખોમાં મોતિયાબિંદ હોવાની સંભાવના ઓછી થઈ જાય છે. તેથી વેગન ડાયટ લેનારા સનગ્લાસિસ પહેરવાનું રાખો.
– સિગરેટ પીવાથી શરીરના દરેક ભાગને નુકશાન થાય છે. આવા લોકોને મોતિયો આવવાની ખતરો વધુ રહે છે. વેગન ડાયટવાળા લોકો ધૂમ્રપાનથી બચીને રહે.
– વિટામિન સી અને ઈ, જિંક, લ્યૂટિન અને ઓમેગા 3 ફેટી એસિડયુક્ત ફળ અને શાકભાજીઓનું સેવન આંખોનું સ્વાસ્થય સારું કરશે. પોતાના ડાયટમાં આ ચીજોને જરૂર સામેલ કરો.
– જો તમારા પરિવારમાં પહેલેથી જ આંખોને સંબંધિત તકલીફો હોય છે, તો તમારી મોતિયોની શક્યતા વધી જાય છે. આવામાં ડોક્ટરની સલાહ લો.

આંખ છે તો બધુ છે. આંખો વગર જીવન અંધકારમય છે. તેથી તમારી ખાણીપીણીમાં એવી વસ્તુઓ સામેલ કરો. જેથી આંખો તંદુરસ્ત રહે,

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

શેર કરો આ ઉપયોગી માહિતી દરેક મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી