TAARAK MEHTA’S FAME – ટપુ ઉર્ફે ભવ્ય ગાંધીએ MASTER-CHEF KITCHEN માં જે દાળ-ઢોકળીની ફરમાઈશ કરી હતી તે જ દાળ-ઢોકળી નું એક નવું વર્ઝનનીચે પ્રસ્તુત છે.

0
9

આપણે સૌ કોઈએ આપણી ગુજરાતની સ્પેશીયલ વાનગી દાળ-ઢોકળી તો ચાખી જ હશે. હવે આ દાળ-ઢોકળી નું નવું વર્ઝન ટ્રાઈ કરો. પણ પહેલા LIKE અને SHARE કરતા જજો હો ….!!!!

“ROYAL STUFFED DAAL-DHOKLI”

** સામગ્રી :-

– બાફેલ તુવેરદાળ : ૧ કપ

– મીઠું, હળદર : સ્વાદ પ્રમાણે

– પાણી : ૮ ગ્લાસ

 

~~ ઢોકળી માટે :

 

– ચણાનો લોટ : ૨ ટે.સ્પુન

– હળદર : ૧/૨ ટી.સ્પુન

– લાલમરચું પાવડર : ૧ ટી.સ્પુન

– અજમા : ૧ ટી.સ્પુન

– મીઠું : જરૂર પ્રમાણે

 

– તેલ નું મોણ : ૨ ટે.સ્પુન

 

~~ સ્ટફિંગ માટે :

dal-dhokli

– ઘઉંનો લોટ : ૩/૪ કપ

– છીણેલું પનીર : ૨ ટે.અપુન

– કાજુ, કીસમીસ : ૨ ટે.સ્પુન

– વરીયાળી પાવડર : ૧ ટે.સ્પુન

– ઝીણા સમારેલ લીલા મરચા : ૨ નંગ

– આદુ : ૧ નાનો ટુકડો

– કોથમીર : ૨ ટે.સ્પુન

– મીઠું : જરૂર પ્રમાણે

~~ વઘાર માટે :

– ઘી : ૨ ટી.સ્પુન

– તેલ : ૧ ટી.સ્પુન

– મેથીનો મસાલો : ૧/૨ ટી.સ્પુન

– રાઈ, જીરૂ : ૧ ટી.સ્પુન

– હિંગ : ચપટી

– આખા લાલ મરચા : ૨ નંગ

– લવિંગ : ૪ નંગ

– તજ : નાનો ટુકડો

– ટામેટાની ગ્રેવી : ૧ નંગ ટામેટાની

– લીમડો : ૮ થી ૧૦ પાન

– લીલા મરચા : ૩ નંગ

– આદુ : ૧ ટુકડો

– શીંગ દાણા : ૨ ટે.સ્પુન

** રીત :-

ઘઉં નાં લોટમાં ચણાનો લોટ, મીઠું, મરચું, હળદર, અજમા, બધું જ મિક્સ કરી રોટલી જેવો ઢીલો લોટ બાંધવો. તેલ નાખી સરખી રીતે કુણવી લેવો. હવે લોટને ૧૦-૧૫ મિનીટ રેસ્ટ આપવો.

હવે એક મોટી કડાઈમાં તુવેરદાળ માં બ્લેન્ડર ફેરવી દાળ ઉકાળવી. દાળમાં મીઠું, હળદર નાખવા. ત્યારબાદ સ્ટફિંગ માટેની બધી જ સામગ્રી મિક્સ કરી ઢોકળીનાં લોટની પૂરી બનાવી તેમાં આ તૈયાર સ્ટફિંગ ભરવું. હવે તેને કચોરી જેવો શેપ આપી ઉકળતી દાળમાં આ કાચોરીને નાખવી. આ રીતે બધી જ કચોરી તૈયાર કરી દાળમાં નાખવી. ૧૫ મિનીટ ઉકાળી વઘાર કરવો.

તેના માટે અન્ય એક કડાઈમાં તેલ, ઘી નો વઘાર કરવો. તેમાં આખા લાલ મરચા, તજ, લવિંગ, રાઈ-જીરૂ, હિંગ, લીમડો, લીલા મરચા, આદુ, શીંગ દાણા, ટામેટાની ગ્રેવી, બધું જ નાખી વઘાર કરવો. તેને દાળમાં નાખવો. ફરીવાર ૧૦ મિનીટ ઉકાળી છેલ્લે ૨ ટી.સ્પુન ખાંડ તેમજ ૧ નંગ લીંબુનો રસ નાખવો. હવે નીચે ઉતારી સર્વિંગ પ્લેટ માં લઇ, કોથમીર, તળેલા કાજુ, કીસમીસ, તેમજ ઘી નાખી ડેકોરેટ કરી સર્વ કરવી. તો તૈયાર છે આપણી ટ્રેડીશનલ દાળ-ઢોકળીનું એક નવું વર્ઝન-ROYAL STUFFED DAAL-DHOKLI.

સૌજન્ય : હર્ષાબેન મેહતા (રાજકોટ)

ટીપ્પણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here