“સ્વીટ નૂડલ કટલેટ” – શું તમે ફૂડી છો? અને બટેટા થી બનતી વાનગીઓ નથી ખાઈ શકતા.. તો આ રહ્યું એનું સોલુશન…

“સ્વીટ નૂડલ કટલેટ”

સામગ્રી:

૧ વાડકો બાફેલા નૂડલ્સ,
૧/૨ વાડકો બાફેલા લીલા વટાણા,
૧/૨ વાડકો બાફેલી મકાઈ,
૧ ચમચી ચીલી ફલેક્સ,
૧. ચમચી ખાંડેલું લસણ,
૧. ચમચી ખાંડેલું આદુ,
૧/૨ચમચી જીરા પાઉડર,
૧ વાડકો ડ્રાય બ્રેડ નો ભૂકો,
૨ ચમચી ચીઝ,
૧ પેકેટ મેગી મસાલા,
નમક સ્વાદ અને
મરચું પાઉડર સ્વાદ પ્રમાણે.

ગાર્નિસીંગ માટે
કોથમરી ની ચટણી,
ટોમેટો સોસ

રીત:

સૌપ્રથમ નૂડલ્સ ને બાફી લાઇ એ
નૂડલ્સ બફાઈ જાય એટલે તેમાં થોડું તેલ ઉમેરી ડ્રાય કરી લઈ બાઉલ માં કાઢી લઈએ

ત્યાર બાદ બાફેલા વટાણા અને મકાઈ અને નૂડલ્સ ને બાઉલ માં લઇ હાથ વડે મસડી લઈએ

હવે તે તૈયાર કરેલા સ્ટફિંગ માં નમક, મરચું પાઉડર, ચીલી ફલેક્સ, મેગી મસાલા, આદું, લસણ, ઉમેરી મિક્સ કરી લઈએ..
ત્યાર બાદ તેમાં રેગ્યુલર ચીઝ ખમણી ને ઉમેરીસુ અને સ્ટફિંગ તૈયાર થઈ જશે
હવે તેમાં થી નાની નાની કટલેટ બનાવી લાઈસુ
ત્યાર બાદ મિક્સર માં ડ્રાય બ્રેડ નો ભૂકો કરી લાઈસુ અને તેના થી કટલેટ ને કવર કરી લાઈસુ
હવે એક પેન માં તેલ ગરમ કરી તેને બને બાજુ બ્રાઉન કલર થઈ એટલું સેકી લાઈસુ
અને તૈયાર છે સ્વીટ નૂડલ કટલેટ…
તેને કોથમરી ની ચટણી તેમજ
ટોમેટો કેચપ વડે સર્વે કરી શકાય.

નોંધ: જો કટલેટ માં નૂડલ્સ અને વટાણા તેમજ મકાઈ ડ્રાય હોવાના લીધે કટલેટ ના વડે તો કંઈજ મૂંનજવાની જરૂર નથી..
તમે તેમાં દૂધ ઉમેરી ઢીલું કરી શકો છો…

રસોઈની રાણી : મેઘના સચદેવ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી