કેટલાક પ્રચલિત ઘરગથ્થુ ઉપચાર સ્વાસ્થ્ય માટે છે જોખમી, ચેતી જાઓ તમે પણ…

મોટાભાગના લોકો પોતાની નાની-મોટી બીમારીઓનો ઈલાજ ઘરગથ્થુ ઉપચાર દ્વારા કરી લેતાં હોય છે. સ્વાસ્થ્યલક્ષી કોઈપણ સમસ્યા થાય તો સૌથી પહેલા વ્યક્તિ ઘરગથ્થુ ઈલાજને જ પ્રાથમિકતા આપે છે. જો આ રીતે તબીયત ન સુધરે તો પછી ડૉ.ની મદદ લેવાનો વિચાર આપણે કરીએ છીએ. આપણા સમાજમાં કેટલાક ઘરગથ્થુ ઈલાજ તો એટલા પ્રચલિત છે કે નાના બાળકને પણ યાદ રહી ગયા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે જો તમે આવા ઈલાજ કરવામાં બેદરકારી દાખવો તો તેના કારણે તમારી સમસ્યા વધી શકે છે ? ન જાણતાં હોય તો આજે જાણી લો કે કયા કયા ઘરગથ્થુ ઈલાજ તમારા સ્વાસ્થ્યને વધારે બગાડી શકે છે.સૌથી વધારે પ્રચલિત આ ઉપાય છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ દાઝી જાય તો તેના પર ઘા પર માખણ ઘી કે લગાવી દેવું જોઈએ. પરંતુ હકીકતમાં આવું ક્યારેય ન કરવું. આ ઉપાય જ તમારી હાલત બગાડી દેશે. દાઝ્યાના ઘા પર જો આ પ્રકારની વસ્તુ લગાવશો તો ઈન્ફેકશન થવાનો ભય વધી જાય છે.ચહેરા પર ખીલ થયા હોય તો તેના પર ટૂથપેસ્ટ લગાવવી જોઈએ. આ માન્યતા પણ સાવ ખોટી છે. ચહેરા પર ક્યારેય ટૂથપેસ્ટનો પ્રયોગ ન કરવો. આમ કરવાથી ત્વચામાં બળતરા થશે અને ચહેરાની હાલત વધારે ખરાબ થઈ જશે.કેટલાક લોકોને આદત હોય છે કે ત્વચા પર થયેલી ફોલ્લીને સોય જેવી ધારદાર વસ્તુથી ફોડી કાઢે છે. આ કામ ક્યારેય ન કરવું કારણ કે સોયના કારણે ત્વચાના એ ભાગમાં ગંભીર નુકસાન થઈ શકે છે.મોટાભાગના લોકો પોતાના કાનનો મેલ સાફ કરવા માટે દીવાસળી અથવા તો લોઢાની પીનનો ઉપયોગ કરતાં હોય છે. તમે પણ એકવાર તો આ કામ કર્યું જ હશે. પરંતુ આ રીતે કાન સાફ કરવાથી દીવાસળીના ઉપરના ભાગનો જલદ પાવડર કાનમાં જઈ શકે છે અને તેનાથી લાંબા સમયે બહેરાશ પણ આવી શકે છે.
કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તો તેના માટે લસણનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ વધારે પ્રમાણમાં લસણનું સેવન કરવાથી રક્તસ્ત્રાવમાં વૃદ્ધિ થવાનું જોખમ વધે છે અને તેના કારણે હૃદયને નુકસાન થઈ શકે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી ઉપયોગી ટીપ્સ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી