ટીપીકલ ગુજરાતી મીડીયમમાં ભણેલા છોકરાની લવસ્ટૉરી..

આપણા ગુજરાતી સ્કુલોમાં કેવું ખબર તો છે તમને, છોકરાઓ અલગ અને છોકરીઓ અલગ, એ બીજી બેન્ચમાં પહેલી સીટ પરજ બેસતી અને હુ બોય્સ સાઈડની બીજી બેન્ચ પર. એટલે અમે બાજુ બાજુમાં. એક ભાઈબંધ હતો, એ સાલ્લો હંમેશા કોશીષ કરે કે તે પહેલો આવીને મારી જગ્યાએ બેસી જાય એટલે હુ કોશીષ કરતો કે વહેલો આવી જવુ.

૧૧મું ધોરણ હતુ, મે પણ સાયન્સ લીધેલુ અને એણે પણ, બંન્ને મેથ્સમાં, ઈન્જીનિયર બનવાનું હતુ અમારે. એ પણ તમે જોવો તો, એવી સજીધજીને આવે કે વાતજ જાવા દો, જાણે હમણા કોઇના લગ્ન હોય. એનું નામ ના કીધુ નઈ મેં? સ્નેહા એનું નામ. અને હુ સ્વપ્નીલ. આ કાંઈ લવસ્ટોરી નથી. ખબર નહિ આને શું કહેવાય પણ ક્રશ સ્ટોરી? વન સાઈડૅડ ક્રશ? આઈ ડોન્ટ નો. પણ ગજ્જબ. એ આવે એટલે ક્લાસના બધા છોકરાઓની નજર એની તરફ , આવે ને બેસે..એનું બેગ રાખે અને પછી આજુબાજુ જુવે.

આપણે શખ્ત લો.. યુ નો. આંખના ખુણેથી જોઇએ પણ ખબર ન પડવી જોઇએ કે આઈમ નોટીંગ યુ. એની આંખો જુવો તો પહોળીને મોટી, આમ જાણે દુર્ગાની મુર્તીઓમાં કેવી હોય? એવી. સુંદર અને તેજસ્વી, આત્મવિશ્વાસ ભરેલી લાગે. એટલેજ મારી હિમ્મંત નહિ ચાલતી હોય.. આપણો કોન્ફીડન્સ કાચો પડે ત્યાં. એ આમ ડાબે નજર ફેરવે એટલે આપણે ક્લાસમાં ડાબી બાજુ ચોંટાડેલા ભારતના નકશાને જોવા મંડીયે, એમા જાણે નક્કી કરવાનું હોય કે ક્યાં જશુ.. 😉

કેટલુ નક્કી કરી નાખ્યુ તુ. પેલી ધુમ ફીલ્મમાં ઉદય ચોપડા નથી કરી નાખતો? છોકરા પણ.. સ્વપ્નો, ઈચ્છાઓ અને અપેક્ષાઓને ક્યાં પાંખોની જરુર છે? ઉડ્યા રાખે, મજા આપ્યા રાખે જાણે વાસ્તવીકતા હોય. કદાચ એટલેજ આપણે વાસ્તવીકતાથી ધરતી પર ઉભા રહિ જોવાની આદત નથી પાડતા. મજા તો ઉડવામાં આવેને! ઉડતા પંજાબ યુ નો 😀 , અમારા ચીત્રના ટીચર એવો ખડુસ માણસ, કાંઈ પણ વાતમાં તોડી પાડે. યાર આ છોકરીઓ બેઠી છે, કેમ ઈજ્જતની હણસ.. (તમે જે વિચારો છો તેજ સમજો) એક વાર કહે કે ઈકોનોમી પર પ્રોજેક્ટ બનાવી આવો, પ્રોજેક્ટ એટલે મજા આવે, એમાં પેલી કલર વાળી પેનો અને સ્પેશ્યલ પેજ 50 પૈસાનો એક વાળો, એમાં મસ્ત બાઉન્ડ્રી આપીને આપણે બનાવ્યો,બીઝનેશ ટુડૅ ને ઈંડીયા ટૂડૅના પેલા કલર ફોટાઓને કાપીને ચોંટાડ્યા એટલે આપણો તો ભપકો. પ્રોજેક્ટ જમા કરાવ્યા એટલે ખડુસ ટીચર કહે બહુ સરસ બનાવ્યુ છે સ્વપ્નીલ, બધા વીધાર્થીઓ આના પ્રોજેક્ટને જોજો, કેવી રીતે વધારે સારુ પ્રેઝેન્ટૅશન આપી શકાય.

એટલે પેલા પઢાકુઓ તો તરત જાગે ઝોમ્બીની જેમ. આવી ગયા, દેખાડ..દેખાડ.. મે કિધુ ભાઈ શાંતી રાખો. મને આમ અંદરની ઈચ્છા કે સ્નેહા માંગે તો મજા આવે કાંઈક. એને ઈચ્છા હતી એ તો ખબર પડૅ, વાઈબ્સ આવે કે એને જોવુ તો છે પણ હવે આમ બધા સામે કેમ.. બધા પઢાકુઓને હડસેલ્યા એટલે પેલીની સામે જોયુ તો એણે પણ જોયુ, મે કિધુ જોવું છે? તો કે હા આપ.મે આપ્યુ તો એક એક પત્તુ પલટાવતી જાય ને કહે સરસ છે. મે કીધુ થેંક્યુ.

રીસેષનો બેલ પડ્યો એટલે બધે ભાગાભાગી, મે તરત ફાઈલ ઉપાડી લીધીને તેણે કહ્યુ ચલ પછી આરામથી જોશુ. મે કીધુ ભલે, હાલ ફ્રી હો તો સમોસો ખવડાવુ.. તો કે ના.મારી ફ્રેંડ્સ સાથે જઈશ. એ તો ગઈ. પછી પાછુ એજ રુટીન. 7 વર્ષે થયા આજે. જે સાલ્લો દરરોજ વચ્ચે આવીને બેસવાની ટ્રાય કરતો તો તે એનીજ જ્ઞાતીનો હતો. એની સાથ પરણી ગયેલી. એના રીસેપ્શનમાં આજે ગયો હતો. ત્યાં સ્ટેજ પર જઈ કવર આપ્યુ ત્યારે સાલ્લુ હ્રદય તો ખુબ ભારે હતુ. પણ આપણે તો શખ્ત ..ડા. યુનો. (સમજો યાર). એ રેસેપ્શનના સ્ટાર્ટરને ટૅસ્ટ કરતા સાથે જુના દોસ્તો સાથે બ..દી ચાલતી તી. એ સાલ્લાઓએ આ બધુ યાદ દેવડાવ્યુ બોલો. હવે રાત્રે ઉંઘ નથી આવતી.

કેમ કે આજે એમની ફસ્ટનાઈટ હશેને. ગજ્જબ. આપણને એવુ લાગે કે થઈ રેશે, પણ થતુ નથી. કરવું પડે છે. હવે સમજાય છે. આ બધા બ્રહ્મજ્ઞાન પણ પાછા આપણને ટકે કેટલા? શમસાનથી નિક્ળ્યા પછી પવન ઓગળી જાય, ધીરે ધીરે.યાદ તો આવે પણ આપણી ઈમેજીનેશન બઉ સ્ટ્રોગ. જીવનને આગળની પોસીબલીટીસ દેખાડીને ધકેલ્યા કરવાનુ. ચાલો,આદી ઉઠી ગ્યો લાગે છે. એનો આજે ફસ્ટ બર્થડે છેને! કોણ આદી? અરે રહિ ગયુ એ… સ્નેહાની બાજુમાં બેસતીને કિંજલ,એનું ને મારી જ્ઞાતી એક ને દોસ્તી પણ ઓકે ઓકે તો એમા સેટ થઈ ગ્યુ. બે વર્ષે લગ્નને થયા ને એક વર્ષે આદીત્યને.ચાલ્યા કરે.

લેખક : સ્વપ્નીલ દવે

દરરોજ આવી નાની નાની પ્રેમકહાની વાંચો ફક્ત અમારા પેજ પર. તમે લાઇક કર્યું કે નહિ???

ટીપ્પણી