વ્યક્તિના સ્વભાવ અને આદતો વિશે જાણવાની બેસ્ટ રીતો

જો તમે કોઈપણ વ્યક્તિના સ્વભાવ અને આદતો વિશે જાણવા માગો છો તો અહીં એક વિધિ બતાવવામાં આવી રહી છે. આ વિધિ મુજબ કોઈપણ વ્યક્તિના પગનો શેપ જોઈને તેના સ્વભાવ વિશે જાણી શકાય છે. દરેક વ્યક્તિના પગનો શેપ જુદો-જુદો હોય છે. અહીં પગના પાંચ પ્રકારના આકારનું વર્ણન કરવામાં આવ્યું છે.

તમે તમારા પગના શેપને અહીં આપેલા શેપ સાથે સરખામણી કરી સ્વભાવથી જોડાયેલી ખાસ વાતો જાણી શકો છો. આ જ રીતે તમે અન્યના પગનો આકાર જોઈને તેમના વિશે ઘણું બધું જાણી શકો છો.

જ્યોતિષની મદદથી શરીરના અંગો અને લક્ષણોને જોઈને વ્યક્તિત્વની સાથે ભવિષ્ય બતાવવાની વિધિને સામુદ્રિકશાસ્ત્ર કહેવાય છે. આ જ્યોતિષ અભિન્ન અંગ છે અને આ શાસ્ત્રનો ઈતિહાસ પણ અતિપ્રચીન છે. સામુદ્રિક વિદ્યા મુજબ વ્યક્તિના માથાથી લઈને પગ સુધી દરેક અંગ માટે વિશેષ લક્ષણ બતાવવામાં આવ્યા છે. અંગોની બનાવટ, આકાર અને રંગથી વ્યક્તિત્વના રહસ્ય વિશે જાણી શકાય છે અને ભવિષ્યની જાણકારી પણ મેળવી શકાય છે સાથે જ તેના વ્યવહાર, આચાર-વિચાર અને કાર્યક્ષેત્રમાં કેવું છે તે પણ જાણી શકાય છે.

અન્યો પર હાવી થવાનો સ્વભાવ-

જે લોકોના પગમાં અંગૂઠા પછી ઘટતા ક્રમમાં આંગળીઓ હોય છે તે લોકો અન્યો પર હાવી થવાનો પ્રયાસ કરે છે. આવા શેપવાળા પગના લોકો વ્યક્તિને અધિકાર જમાનારા બનાવે છે. આવા પગવાળા લોકો હમેશા એવું ઈચ્છે છે કે તેમને દરેક જગ્યાએ માન-સન્માન મળે અને બધાં તેમની વાતનું પાલન કરે.

જો ઘર પરિવાર અને સમાજમાં કોઈ વ્યક્તિ તેમની ઈચ્છા મુજબ નથી ચાલતું તો તેને ગુસ્સો આવી જાય છે. આવા પ્રકારના પગવાળા લોકો પોતાના જીવનસાથી પર પણ હાવી રહે છે.

સખત પરિશ્રમ કરનાર લોકો-

જે લોકોના પગનો અંગૂઠો અને તેની પાસેની બે આંગળીઓ સરખી હોય છે અને અન્ય આંગળીઓ નાની હોય તો વ્યક્તિ સખત પરિશ્રમી હોય છે. આવા લોકો પોતાની મહેનતના દમ પર કાર્યોમાં સફળતા અને માન સન્માન પ્રાપ્ત કરે છે. આવા પગવાળા લોકો અન્યોના કાર્યોની પ્રશંસા પણ કરે છે અને આવા લોકોને કર્મશીલ લોકો વિશેષ રૂપથી પસંદ હોય છે.

પગનો શેપ આવો હોવાથી વ્યક્તિ પોતાની જવાબદારીઓને સંપૂર્ણપણે નિભાવે છે. આ લોકો શ્રમના બળ પર અને ઉપલબ્ધિઓ હાંસલ કરે છે.

અદભુત રીતે કરે છે કાર્ય

જે લોકોના પગમાં અંગૂઠાના પાસેવાળી આંગળી વધુ મોટી હોય છે અને અન્ય આંગળીઓ નાની હોય છે તેવા લોકો કોઈપણ કાર્યને અલગ રીતે કરવાનું પસંદ કરે છે. કાર્યોના સંબંધમાં આ લોકોની યોજના અલગ અને શ્રેષ્ઠ હોય છે. પોતાની યોજનાઓના બળ પર વિશેષ સ્થાન પ્રાપ્ત કરે છે. ગર-પરિવારમાં પણ આ લોકોને વિશેષ સુવિધાઓ પ્રાપ્ત થાય છે.

શાંતિ પ્રિય હોય છે આવા લોકો

જે લોકોના પગનો અંગૂઠો લાંબો અને બાકીની આંગળીઓ નાની હોય છે અને આંગળીઓ લંબાઈ એક સરખી હોય તો એવા લોકો શાંત મગજના હોય છે. આવા લોકો કોઈપણ કાર્ય ઠંડા મગજથી કરવું પસંદ કરે છે. આવા લોકો ક્યારેય ઉશ્કેરાતા નથી. આવા લોકો શાંતિપૂર્વક વિરોધીઓ પર વિજય પ્રાપ્ત કરે છે. શાંતિપ્રિય હોવાને કારણે આ લોકો ક્યારેક આળસુ પણ થઈ જાય છે. આવી આદતોને કારણે કાર્યોમાં મોડું પણ થાય છે.

ઊર્જાવાન હોય છે આવા લોકો-

જે લોકોના પગમાં અંગૂઠાના પાસેવાળી આંગળી વધુ લાંબી હોય છે, ત્યારબાદ બીજી આંગળી થોડી નાની અને બાકીની આંગળીઓ એનાથી નાની હોય તો વ્યક્તિ ઊર્જાવાન હોય છે. મોટાભાગે આવા લોકો ક્રેઝી હોય છે. આ લોકો કોઈપણ કાર્યને પૂર્ણ જોશ અને ઊર્જા સાથે પૂર્ણ ક,રે છે. આવા લોકો મસ્તીખોર પણ એટલા જ હોય છે. આવા લોકો જીવનનો ભરપૂર આનંદ ઉઠાવે છે. હમેશા પ્રસન્ન રહે છે અને અન્યોને પણ ખુશ રાખે છે.

– અજ્ઞાત

ટીપ્પણી