સૂર્યગ્રહણ જાણો કોને કોને સારું ફળ આપશે આ ગ્રહણ…

16 ફેબ્રુઆરીએ સૂર્યગ્રહણ, 7 રાશિના જાતકોનો ચમકશે ભાગ્ય

આગામી 16 ફેબ્રુઆરીના રોજ વર્ષ 2018નું પ્રથમ સૂર્યગ્રહણ સર્જાશે. આ વર્ષમાં કુલ 3 સૂર્યગ્રહણ સર્જાશે જેમાંથી પહેલું ગ્રહણ 16 તારીખે છે. આ ગ્રહણ ભારતીય સમય અનુસાર 12 કલાક અને 25 મિનિટથી શરૂ થશે અને તે પૂર્ણ 4 કલાકે થશે . જો કે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. પરંતુ આ ગ્રહણની અસર 12 રાશિઓ પર જરૂરથી થશે.

જો કે 12માંથી 7 રાશિ એવી છે જેને આ ગ્રહણ લાભ કરાવશે જ્યારે 5 રાશિના જાતકોને તેની નકારાત્મક અસર સહન કરવી પડશે. કઈ કઈ છે આ રાશિઓ અને કેવી થશે તેમના પર અસર વાંચી લો વિગતવાર અહીં.

મેષ

મેષ રાશિના જાતકોને લાભ થશે. આ રાશિના જાતકોનું કાર્યક્ષેત્રમાં માન-પાન વધશે.

વૃષભ

જે જાતકો વેપાર સાથે જોડાયેલા છે તેમના વ્યવસાયનો વિસ્તાર થશે. જો કે આ રાશિના જાતકોએ વાણી અને ક્રોધ પર સંયમ રાખવો જરૂરી છે. આ રાશિના જાતકો માટે ધન કમાવાની તક પણ ઊભી થશે.

મિથુન

પરિવારના સભ્યો સાથે વાદવિવાદ ન કરવો. ક્રોધ પર પણ કાબૂ રાખવો. સ્વાસ્થ સાચવું. આવનારા દિવસોમાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા વધી શકે છે.

કર્ક

કર્ક રાશિના જાતકોને ગ્રહણ બાદ મોટા સારા સમાચાર મળે. કારર્કિદીમાં ઉત્તમ તકનું નિર્માણ થાય. ધનલાભના અવસર આવી શકે છે.

સિંહ

આ રાશિના જાતકોને પણ લાભ થશે. જો કે તેમણે ખર્ચ પર નિયંત્રણ પણ રાખવું જરૂરી બનશે. વાહન ચલાવતી વખતે પણ સાવધાની રાખવી અન્યથા અકસ્માતનો ભોગ બની શકો છો.

કન્યા

કન્યા રાશિના જાતકો માટે ગ્રહણ પછીનો સમય અનૂકુળતા ભરેલો હશે. કાર્યક્ષેત્રમાં લાભ થઈ શકે છે અને અટકેલા નાણા પણ પરત મળે. કોઈપણ રીતે ધનલાભ આ સમય દરમિયાન થઈ શકે છે.

તુલા

ગ્રહણ પછી મન વિચલિત થઈ શકે છે. માનસિક તાણ વધે અને ધનની બાબતમાં પણ નુકસાની સહન કરવી પડે. તેથી આ રાશિના જાતકોએ સાવધાની રાખવી.

વૃશ્ચિક

મન અશાંત રહે પરંતુ કાયદાકીય સમસ્યાઓમાં રાહત જણાશે. ધર્મ તરફ લાગણીનો ઝુકાવ વધે.

ધન

અજાણા લોકો સાથે સંબંધ બનાવતી વખતે સાવધાન રહેવું ખાસ કરીને નાણાકીય વ્યવહારમાં. કોઈપણ નિર્ણય સમજી વિચારીને લેવો.

મકર

મકર રાશિના જાતકોને નવો પદભાર મળી શકે છે. જમીન મકાન સંબંધીત લાભ થઈ શકે છે. ધંધા રોજગારમાં પણ લાભના અણસાર છે.

કુંભ

કુંભ રાશિના જાતકો ભોગ વિલાસ પર ખર્ચ વધારે કરી શકે છે. નોકરીમાં લાભ થાય. ધીરજ રાખવી. ધીરજના ફળ મીઠા મળશે.

મીન

મીન રાશિના જાતકોના ઉત્સાહમાં વૃદ્ધિ થશે. નોકરીમાં પદોન્નતિનો અવસર આવે. વ્યવસાયમાં લાભ થાય.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી માહિતી જાણવા માટે લાઇક કરો અમારું પેજ –  જલ્સા કરોને જેંતીલાલ”  

ટીપ્પણી