સુરતનો લોચો હવે તમે જાતે પણ બનાવી શકશો… નોંધી લો રેસીપી…

માણો “સુરતી લોચો”

સામગ્રી:

ચણાની દાળ: ૧ વાડકી,
ચણાનો લોટ: ૧ ચમચી,
ક્રશ કરેલું લીલું મરચું: ૧ ચમચી,
મીઠું: સ્વાદ અનુસાર, હળદર: ચપટી,
પાણી: જરૂર મુજબ,
ખાવાનો સોડા બાયકાર્બ અથવા ફ્રૂટ સોલ્ટ: પા ચમચી,
ખમણનો ટુકડો: એક, સંચળ:જરૂર મુજબ,
શેકેલા જીરુંનો પાવડર:જરૂર મુજબ,
મરી: સ્વાદ અનુસાર,
ડુંગળી: ઝીણી સમારેલી એક,
ઝીણી સેવ જરૂર મુજબ,
બેથી ત્રણ ચમચા માખણ,
ચટણી માટે કોથમીર, પાલક.

રીત:

સૌપ્રથમ એક વાડકી ચણાની દાળ ચાર કલાક પલાળો. હવે તેમાં એક ચમચી ચણાનો લોટ, મીઠું નાખી વાટો. તેમાં થોડોક સોડા બાય કાર્બ અને હળદર નાખીને અર્ધો કલાક રહેવા દો. હવે આ ખીરુંને ગોટા/ભજીયાના લોટ જેવું ઢીલું કરો. તેમાં લીલું મરચું અને હળદર નાખો. હવે ઢોકળાના કૂકરમાં પાણી નાખી, કૂકરની ડીશ પર તેલ ચોપડો તથા તે ગરમ થાય એટલે આ મિશ્રણ તેમાં નાખી દો. હવે દસેક મિનીટ સુધી મિશ્રણ ગરમ થવા દો. પછી તેમાં ચપ્પુ નાખીને જો ચોંટે તો હજુ વધુ ગરમ થવા દો અન્યથા ગરમ ગરમ પીરસવા માટે ડીશમાં લઈ લો. આ થયો લોચો તૈયાર. હવે તેના પર બેથી ત્રણ ચમચા પ્રવાહી માખણ રેડો તેના પર ઝીણી સેવ અને સમારેલી ડુંગળી નાખો. હવે એક વાડકીમાં લાલ મરચું, સંચળ, જીરું, મરી, મીઠું નાખીને મિશ્રણ તૈયાર કરો અને જરૂર પ્રમાણે તેના પર ભભરાવો.

એક ખમણના ટુકડાનો ભૂકો, લીલું મરચું, પાલક, કોથમીર ખાંડ અને મીઠું આટલી ચીજો મીક્ષરમાં નાખીને ક્રશ કરીને ચટણી બનાવો. તેને લોચા સાથે પીરસો.

શેર કરો આ ટેસ્ટી વાનગી અને દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block