ભૂખ્યા માણસને આપી સરપ્રાઈઝ પાર્ટી ! સૌએ શીખવા જેવું…

લગભગ બપોરે ૨ વાગ્યા ની આસપાસ નારી ચોકડી પાસે, એક કુમળા હાથે મારો રસ્તો રોકી ને પૂછ્યું, “વડલા સર્કલ લઇ જાશો?”.

લગભગ ૮ વર્ષ ની એની ઉમર હતી અને નામ હતું આકાશ. મેં બાઈક માં બેસાડી ને બાઈક આગળ ચલાવી અને પૂછ્યું, ‘વડલા જઈ ને શુ કરવું છે બેટા?’.

બાળકે જવાબ આપ્યો કે, ‘ત્યાં હું ગાડી ધોવા જઈશ, મને ૧૦૦/- રૂપિયા આપશે જેમાંથી ૨૦/- રૂપિયા રાખી ને બાકી નાં ૮૦/- રૂપિયા શેઠ ને દેવાના. જો ક્યાંય ગાડી ધોવા માટે ન જવાનું હોય તો બપોરે જમ્યા વગર સુઈ જવાનું, સીધું સાંજે જ જમવાનું’.

આવો જવાબ સાંભળી ને મેં વધુ પૂછ્યું, ‘બેટા તારા મમ્મી – પપ્પા નથી?’

એ નિર્દોષનો જવાબ હતો કે, ‘ મમ્મી ગુજરી ગયા છે. હું ૨૦૦૦/- રૂપિયા પગારે નારી ચોકડી કામ કરું છું. મારે ૩ બહેન છે, જે ભણે છે. મારે પણ ભણવું છે પણ મારા પપ્પા મને ભણવા નથી દેતા, એ કહે છે કે, જો હું ભણવા જઈશ તો કમાશે કોણ?, મને બવ ગમે લખવું, વાંચવું, નિશાળે જવું.

મારા પપ્પા કાંઈ કામ નથી કરતા, એને કામ કરવાનું કહીએ તો એ મારે છે. એ દર મહીને મારો પગાર લઇ લે અને દારૂ પિય જાય’. મને બવ ભૂખ લાગીતી પણ જ્યાં સુધી ગાડી ધોઈને ૨૦/-રૂપિયા નો મળે ત્યાં સુધી કેમ ખાવું?.

પછી મે તેની સાથે લંચ લેવાનું નક્કી કર્યું. એસી રેસ્ટોરન્ટ માં અંદર જતા જ એની નિખાલસ ખુશીમાં જ હું ધરાઈ ગયો.

“એ ભાઈ … આયા બવ બીલ તો નઈ આવે ને?” એનો આ નિર્દોષ સવાલ સાંભળતા જ રેસ્ટોરન્ટ નો સ્ટાફ હસવા લાગ્યો, પણ એ સવાલ પાછળ નું રહસ્ય બવ ઉંડું હતું, જે મને જ ખ્યાલ હતો.

કાલનાં ચાઈનીઝ અને પંજાબી ડીનર કરતા આજે આ બાળક સાથે સ્પેશીયલ ઊંધિયું, રોટલી, છાશ,પાપડ, સલાડ મને બવ બવ બવ મીઠા લાગ્યા અને ૫૬ ભોગ નો સંતોષ થયો.

કોઈ પણ ભૂખ્યા માણસ ને સરપ્રાઈઝ આપીને રેસ્ટોરન્ટ જમાડવામાં જે આનંદ મળે એનો સાચો અર્થ આજે જ સમજાણો અને ભગવાને આપણને કેટલું આપ્યુ છે એનો અહેસાસ પણ થયો એટલે આજ પછી ભગવાન પાસે માગવા કરતા એમને થેંક્યું કહેવું વધારે યોગ્ય રહેશે…

(મિત્રો… આ સ્ટોરી નીચે આપેલા ફોટાવાળા મીત્રની છે.. ભગવાને આપણને જે કંઈ આપ્યું છે તેમાંથી પણ આપણી યથાશક્તિ મુજબ કોઈ ગરીબની મદદ કરી શકીએ, તે હેતુથી અહીં post કરી રહ્યો છું )

-અજ્ઞાત

ટીપ્પણી