એન્જેલિના જોલી જેવી દેખાવાના ચક્કરમાં બની ગઈ ઝોમ્બી. વાંચો કેટલું છે સત્ય

તહેરાનની આ ટીનએજર છોકરીએ એન્જેલિના જેવી દેખાવા માટે પોતાના ચહેરા પર 50 સર્જરી કરાવી. હાલ આ ચહેરો સમગ્ર ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી રહ્યો છે.

19 વર્ષિય સહર તબર, તહેરાનની ઇન્સ્ટાગ્રામર છે. તેણીએ પોતાના આ બિહામણા ફોટોગ્રાફ્સ પોસ્ટ કરી એવો દાવો કર્યો હતો કે તેણે પોતાની રોલમોડેલ અને હોલિવૂડ સુપરસ્ટાર એન્જેલિના જોલી જેવી દેખાવા માટે ચહેરા પર એક નહીં બે નહીં પણ પચ્ચાસ સર્જરીઓ કરાવી હતી.

તેની આ સર્જરીથી તેનો ચહેરો સુંદર થવાની જગ્યાએ ખુબ જ બિહામણો થઈ ગયો હતો અને તેણે પોતાના બિહામણા ફોટા અપલોડ કરી રાતોરાત પોતાના ઇન્સ્ટાગ્રામના લાખો ફોલોઅર્થ વધારી દીધા હતા.

આ યુવતિ માત્ર 40 કેજીની જ છે અને તે પોતાનું આ વજન સતત મેઇન્ટેઇન કરે છે.

થોડા જ સમય અરે કદાચ થોડા જ દિવસો પહેલાં તહેરાનમાં રહેતી આ યુવતિ સહરે દાવો કર્યો હતો કે તેણે એન્જેલિના જેવી દેખાવા માટે થોડાક જ મહિનામાં 50 સર્જરીઓ કરાવી હતી. જે નિષ્ફળ જતાં તે એન્જેલિના જેવી દેખાવાની જગ્યાએ કોઈ ઝોમ્બી ફિલ્મની ઝોમ્બી એક્ટર જેવી લાગી રહી હતી.

આ વાત ઇન્ટરનેટમાં ખુબ જ ચગી હતી અને એક નહીંને બીજી સાઇટ આજ પોસ્ટને રીપોસ્ટ કરતી હતી. તેના માત્ર થોડાક જ દિવસ બાદ હકીકત સામે આવી ગઈ. તે યુવતિએ પોતાના જ ઇન્સ્ટાગ્રામ દ્વારા ખુલાસો કર્યો હતો કે તેણે આ પોસ્ટ માત્ર પબ્લીસીટી સ્ટંટ માટે જ મુકી હતી. અને તેના આ ફોટોગ્રાફ્સ બીજું કંઈ નહીં પણ મેકઅપ આર્ટ જ છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ્સના ફોલોઅર્સ વધારવા માટે આ જુઠ્ઠાણું રચ્યું હતું.

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

હોલીવુડ, બોલીવુડની અવનવી માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ : ” જલ્સા કરોને જેંતીલાલ

 

ટીપ્પણી