સુરત: અરબી સમુદ્રમાં 130 ફૂટ ઊંડે 10 હજાર વર્ષ જૂની દ્વારકા નગરી મળી

- Advertisement -

તાપી નદીના મુખપ્રદેશથી ઉત્તર-પશ્ચિમે લગભગ 130 ફૂટ ઊંડે, 5 માઈલ લાંબું અને 2 માઈલ પહોળું નગર મળી આવ્યું
130 ફૂટ ઊંડે 5 માઈલ લાંબું અને આશરે 2 માઈલ પહોળું 10 હજાર વર્ષ પૂર્વેનું નગર મળી આવ્યું

સુરત: અરબી સમુદ્રમાં પ્રદૂષણનું પ્રમાણ તપાસવાની કામગીરી હાથ ધરાઇ ત્યારે સુરત શહેરની નજીક આવેલા ઓલપાડ તાલુકાના ડભારી ગામના દરિયામાં 10 હજાર વર્ષ પહેલા ડૂબેલું એક નગર મળી આવ્યું છે. સંશોધકોને આ શહેર કૃષ્ણના દ્વારકા રાજ્યનો એક ભાગ હોવાનું લાગે છે. અગાઉ કેટલાક કારણોસર સરકારે દ્વારકા નગરીને લગતી કામગીરી પર પ્રતિબંધ મુક્યા બાદ ફરીવાર અત્યાધુનિક ટેક્નોલોજીથી દ્વારકાના અવશેષો શોધવાની કવાયત હાથ ધરવાની તૈયારી કરી છે.
2000થી 2011 સુધી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓશન ટેક્નોલોજી દ્વારા દરિયામાં પ્રદૂષણની માત્રા ચકાસવાની કામગીરી દરમિયાન મળેલા અવશેષોના આધારે કામ શરૂ કરાયું હતું. ત્યારે ડો.એસ. કથરોલીની આગેવાનીમાં કરાયેલા રિસર્ચમાં સુરત શહેરની નજીક ઓલપાડના ડભારી ગામના દરિયા કિનારે નર્મદા નદીના મુખપ્રદેશથી 40 કિ.મી દૂર અને તાપી નદીના મુખપ્રદેશથી નજીક અરબી સમુદ્રના ઉત્તર-પશ્ચિમે લગભગ 130 ફૂટ ઊંડે 5 માઈલ લાંબું અને આશરે 2 માઈલ પહોળું 10 હજાર વર્ષ પૂર્વેનું નગર મળી આવ્યું.
માનવ અસ્થિ મળી આવતા નગરમાં માનવવસ્તી હોવાની વાતને સમર્થન મળ્યું, 1000 નમૂનાઓમાં પથ્થરના ઓજારો, માટીનાં વાસણ, સ્નાનાગાર, માનવ અસ્થિ, બંગડી, બળદનાં શિંગડાં, ત્રિમુખી પ્રતિમાનો સમાવેશ

માનવ અસ્થિ મળી આવતા નગરમાં માનવવસ્તી હોવાની વાતને સમર્થન મળ્યું
2 વર્ષ સુધી કામગીરી કરી જુદા જુદા પ્રકારના 1000 નમૂના મેળવ્યા
મુખ્ય મુદ્દાઓ
1000 નમૂનાઓમાં પથ્થરના ઓજારો, માટીનાં વાસણ, સ્નાનાગાર, માનવ અસ્થિ, બંગડી, બળદનાં શિંગડાં, ત્રિમુખી પ્રતિમાનો સમાવેશ
અત્યાધુનિક ટેક્નોલોજીથી દ્વારકાના અવશેષો શોધવાની કવાયત હાથ ધરવાની તૈયારી
મળી આવેલા એક લાકડાની વસ્તુનું કાર્બન ડેટિંગ પરીક્ષણ કરતા જાણવા તે 9,500 વર્ષ જૂનું
હડપ્પા સંસ્કૃતિના બાંધકામને મળતા આવતા તળાવો, સ્નાનાગાર અને ગટર જેવી માળખાગત સુવિધા
દ્વારકા મોટું રાજ્ય હતું જે ખંભાતથી કચ્છ સુધી પ્રસરેલું હતું
સંશોધનનું મોટું કામ 2011 સુધી થયું
દરિયાઈ જળસ્તરમાં વધારો થતા દ્વારકા સહિત અનેક નગરો દરિયામાં ગરકાવ થયા
સમુદ્રમંથન વખત‌ જેવો પર્વત મળ્યો
અગાઉ કેટલાક કારણોસર સરકારે દ્વારકા નગરીને લગતી કામગીરી પર પ્રતિબંધ મુક્યા હતા
સંશોધકોને આ શહેર કૃષ્ણના દ્વારકા રાજ્યનો એક ભાગ હોવાનું લાગે છે
ઓલપાડ તાલુકાના ડભારી ગામના દરિયામાં 10 હજાર વર્ષ પહેલા ડૂબેલું એક નગર મળી આવ્યું
ત્રિમુખી પ્રતિમા મળી આવી
મૂલ્યવાન પથ્થરો મળી આવ્યા

સૌજન્ય: દિવ્યભાસ્કર

ટીપ્પણી