“સુરણ ફ્રેન્ચ ફ્રાઈસ” – બાળકોને બટાકાની જગ્યાએ આપો આ ફ્રેન્ચ ફ્રાઈસ…

“સુરણ ફ્રેન્ચ ફ્રાઈસ”

સામગ્રી:

200 ગ્રામ સુરણ,
તેલ તળવા,

મસાલો:

લાલ મરચું ,
સંચર,
દળેલી ખાંડ,
મરી પાઉડર,

રીત:

સૌ પ્રથમ હાથ તેલવાળા કરી સુરણને વ્યવસ્થિત ધોઈ સાફ કરી લેવું, તેલ વાળા હાથ કરવાથી હાથમાં ખંજવાળ આવતી નથી.
પછી તેની મોટી ચિપ્સ કટ કરી તેમાંથી લાંબી લાંબી ચીરીઓમાં કટ કરવું.
તેલ ગરમ થાય એટલે મીડીયમ તાપે ગોલ્ડન ક્રિસ્પી તળી લેવી.
તળાય જાય એટલે તેના પર લાલ મરચું, દળેલી ખાંડ, સંચર, મરી પાઉડર ભભરાવી તરત સર્વ કરવું.
તો તૈયાર છે સુરણ ની ફ્રેન્ચ ફ્રાઈસ.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી