ચીઝી સુપ્રીમ મેગી સેન્ડવિચ – જોઈ ને જ મોમાં પાણી છૂટી જશે….

સામગ્રી :-

For Maggi:

1 પેકેટ મેગી (boil કરેલી)
1 ડુંગળી
1 ટામેટું
1 ટી સ્પૂન આદુ
1 ટી સ્પૂન મેગી મસાલો
1 ટી સ્પૂન ઓરેગાનો
1 ટી સ્પૂન સેઝવાન સોંસ
1 ટી સ્પૂન ટોમેટો સોંસ
1 ટી સ્પૂન લાલ મરચું
2 ટી સ્પૂન ઓઇલ
મીઠું

Vegetables white cheese souce :

1 ટી સ્પૂન ઘી
1 ટી સ્પૂન કોર્ન flour or મેંદો
1 ટી સ્પૂન ઓરેગાનો
1 ટી સ્પૂન ચીઝ સ્પ્રેડ
1/2 ટી સ્પૂન સુગર
1 કપ ચીઝ
1 કપ મિલ્ક
1/2 કપ છેણેલું ગાજર
1/2 કપ છેણેલી કાકડી
1 કપ કેપ્સીકમ અને મક્કાઈ ના દાણા
મરી
મીઠું

Other ingredients:
બ્રેડ
કોથમીર ની ચટણી
સેઝવાન ચટણી
ઘી
ચીઝ

રીત :-

સૌ પ્રથમ એક પેન લઈ તેમાં એક ટી સ્પૂન ઘી નાખો. ઘી ગરમ થાય તરત જ તેમાં એક ટી સપુન કોર્ન flour નાખી થોડું શેકી લો. હવે તેમાં મિલ્ક નાખી થોડું જાડુ થાય ત્યાં સુધી હલાવો. હવે તેમાં ગાજર, કાકડી, કોર્ન, કેપ્સીકમ,મીઠું, ઓરેગાનો, મરી, half spoon સુગર નાખી હલાવો. થોડું જાડુ થાય એટલે ચીઝ અને ચીઝ સ્પ્રેડ નાખી હલાવો. ગેસ off કરી તેને ઠંડું થવા દો.

હવે મેગી બનાવા માટે એક પેન માં ઓઇલ લો. તેમાં હિંગ, ડુંગળી, ટામેટુ, આદું નાખી સાંતળી લો. હવે તેમાં મેગી ના પેકેટ વાળો મસાલો તથા મેગી નો રેડી મસાલો, ઓરેગાનો નાખી હલાવો. તેમાં સેઝવાન સોંસ, ટોમેટો સોંસ, લાલ મરચું તથા boil કરેલી મેગી add કરી હલાવો.

હવે 2 નંગ બ્રેડ લઈ બંને પર ઘી લગાવો . એક બ્રેડ પર કોથમીર ની ચટણી અને એક પર સેઝવાન ચટણી લગાવો. હવે તેના પર vegetable white cheese souce તથા રેડી કરેલી મસાલા મેગી લગાવો. Now તેના પર cheese છીણી લો અને ગ્રીલ કરી લો. રેડી છે ચીઝી સુપ્રીમ મેગી સેન્ડવિચ.

રસોઈની રાણી : માનસી પાર્થ ત્રિવેદી (સુરત)

ટીપ્પણી