Suji Coconut Halava (સુજી કોકોનટ હલવા)

1075129_10201889327301668_1163537095_n

 

સુજી કોકોનટ હલવા

 

સામગ્રી :

સુજી – 1 /2 કપ

ઘી – 1 /2 કપ

ખાંડ – 1 /2 કપ

દૂધ – 1 1 /2 ( દોઢ ) કપ

કોપરાનું છીણ – 3 ટે .સ્પૂન

સુકી દ્રાક્ષ – 10 -12 નંગ

બાદમ કટ કરેલી – 4 – 5 નંગ

કાજુ – 10 – 12 નંગ

ચેરી – ગર્નીશ કરવા માટે

બાદમ આખી – 5 – 6 નંગ ગર્નીશ માટે

 

રીત :

એક પેન માં ઘી લઇ સુજી આછી ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો. બીજી બાજુ દૂધ ગરમ કરવા મૂકી દો .

સુજી શેકાય જાય પછી ગરમ દૂધ નાખતા જાઓ અને હલાવતા રહો. જેથી ગાથા ના પડે .

સુકી દ્રાક્ષ, કાજુ, બાદમ, કોપરા નું છીણ નાખો અને મિક્ષ કરો. મિશ્રણ ગટ થાય પછી ખાંડ નાખો અને ઘી છુટે ત્યાં સુધી પકાવો.

ચેરી અને બાદમ થી ગર્નીશ કરી પીરસો .

-રસોઈની રાણી : રિદ્ધિ વસાવડા (પુના)

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!