ડાયાબિટીશના પેશન્ટને તેમજ કોલેસ્ટ્રોલ ધરાવતા લોકો માટે સ્પેસીઅલ ‘સુગર ફ્રી લાડુ’, આજે બનાવો છો ને ?

સુગર ફ્રી લાડુ 

ઠંડીના દિવસોમાં ઘરે ઘરે અવનવા વસાણા બનતા જ હોય છે.  જેમાં વધુ પડતી ઘી-સાકરનો ઉપયોગ થયો હોવાથી ડાયાબિટીશના પેશન્ટને તેમજ કોલેસ્ટ્રોલ ધરાવતા લોકો ખાઈ નથી શકતા.  તેથી આજે સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ થઈને  ચાલો માણીએ તંદુરસ્તીને જાળવી રાખતી સ્વાદિષ્ટ સુગર લાડુ.

સામગ્રી

– 30 બી કાઢેલી ખજુર
– 1/3 કપ સુકો નારિયેળનો ખમણ
– 1/4 કપ બદામ
– 1/4 કપ કાજુ
– 1/4 કપ કીસમીસ
– 1 ટીસ્પુન ઘી
– 1/8 કપ શીંગદાણા

રીત –

– મિકસરમાં ખજુર પીસી લો.

– કાજુ, બદામ, કીસમીસ, શીંગદાણાને શેકી લો.

– મિકસરમાં પીસી લો.

– પેનમાં 1 ટીસ્પુન ઘી નાખી ખજુરનું મિશ્રણ નાખી હલાવો.

– 4-5 મિનિટ હલાવો.

– સુકો મેવો મિક્સ કરો.

– બાકીનું ઘી મિક્સ કરી ઠંડુ કરી લાડુ વાળી લો.

– લો તૈયાર છે સુગર ફરી લાડુ . હવે ખાઈ શકો છો.

રસોઈની રાણી : પલ્લવી પુરાણી

મિત્રો, આપ સૌને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટમાં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી