‘ભરેલા રીંગણનું શાક’, ઠંડીમાં બનાવો આ ‘ભરેલા રીંગણનું શાક’,ખુબ ટેસ્ટી છે હો

                                     “ભરેલા રીંગણનું શાક” 

 

સામગ્રી :

૨૫૦ ગામ નાના રીંગણ,

1ચમચી શેકેલો બેસન,

૨ નંગ ટામેટા,

૧ નંગ ડુંગરી,

૨ ચમચી શીંગદાણા,

૧ ચમચી તલ,

૧ ચમચી કોપરાની છીણ,

૧ ચમચી આદુ મરચાંની પેસ્ટ,

૧ ચમચી લાલ મરચું,

૧/૪ ચમચી હળદર,

૧ ચમચી ગરમ મસાલો,

2ચમચી ખાંડ,

૧/૨ ચમચી રાઈ,

૩ ચમચી તેલ,

૨ ચમચી કોથમીર,

મીઠું.

રીત:

પહેલા ટામેટા ડુંગરી શીગદાણાં તલ કોપરુ ને મીકસર મા ઝીણું પીસી લેવું

હવે એક કડાઈમાં તેલ લઈ ગરમ થાય તેમા રાઈ તતડાવી તેમા બેસન એડ કરો હવે પીસેલો મીકસ નાખવું તેલ છુટુ પડે ત્યાં સુધી સાતળો

હવે એમાં બાકી ના બધા મસાલા નાખીને સાતળો ગેસ બંધ કરો મસાલા ને ઠંડો થવા દો

હવે રીંગણ ને ધોઈને તેના એક સાઇડ થી ચાર ચીરા કરો તેમાં મસાલો ભરો થોડો મસાલો રેહવા દો.

હવે ભરેલા રીંગણ ને વધેલા મસાલા વાળી કડાઈ મા નાખી એક મિનિટ સાતળો ૧/૨ કપ પાણી નાખી કવર કરી ચડવા દો.

ચડી જાય કોથમીર થી ગાનીૉશ કરી સવૅ કરો.

રસોઈની રાણી : કલ્પના પરમાર (ટાન્ઝાનિયા)

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block