બાહુબલી – ૨ ની સફળતા નું આ છે સાચું કારણ ?

ફીલ્મ રીવ્યુ #Baahubali

કરણ જૌહરે એસએસ રાજામૌલીને વર્તમાન ના મહાન ડાયરેક્ટર માની લીધા છે… R G વર્માએ તો હાથ જ અદ્ધર કરી લીધા છે… ખાન બંધુઓ તો શોક્ડ છે કે આ બધું શું થઇ રહ્યું છે!!! ન ઇદ ન દીવાળી ન હોળી ન ક્રીસમસ… IPL ના માહોલની વચ્ચે ભારત આજે બાહુબલી જોવા કેમ મરી પડ્યું છે…?

અહીં તો એક ફીલ્મ હિટ કરાવવા માટે કેટકેટલો પ્રોપગેંડા કરવો પડે… પ્રમોશન થી લઇને પીઆર પર કરોડો રુપીયા ખર્ચી નાખવા પડે… તે છતાય પબ્લીક આજ સુધી આટલી હદે ક્યારેય પાગલ ના થઇ… થીયેટર નો માહોલ ક્યારેય આવો નથી થયો…

આ માહોલ જોઇને મોટા મોટા ટ્રેડ એક્ષપર્ટ્સ જ નહી… સિનેમાના દિગ્ગજો પણ એટલી હદે આશ્ચર્ય ચકીત છે કે આજે એક નામી ફીલ્મ સમીક્ષકે કહ્યુ કે “ભારતીય ફીલ્મો નો જ્યારે ઇતીહાસ લખાશે તો બાહુબલી પહેલા અને બાહુબલી પછી જરુર લખાશે…

અમુકો ની હાલત તો ગજબ ખરાબ છે. એ લોકો બાહુબલી ના વીએફએક્સ ને નબળુ અને સંગીતને બેકાર ગણાવી રહ્યા છે… એક પ્રખ્યાત સમીક્ષક ને ફીલ્મ મા નેરેશન નથી મળતું… વામપંથી સાહીત્યકારો ની તો ફીલ્મમા મુસલીમ પાત્ર નથી એના પર જ સોઇ અટકેલી છે…

આ બાજુ કમબખ્ત પબલીક છે જેને આ બધાની કઇ પડી જ નથી… તેને તો બસ એ જ જાણવું છે કે “कटप्पा ने बाहुबली को क्यों मारा?”
ફ્રોઇડનું કથન “સાહીત્ય અતૃપ્ત કામનાનું પરીણામ છે” સાહીત્ય કરતા પણ સીનેમા પર વધુ અપ્રોપ્રીયટ લાગે છે…

એસએસ રાજામૌલીએ એ કરી બતાવ્યુ જે આજ સુધી કોઇ એ વીચાર્યુ પણ નથી… એનુ સૌથી મોટુ કારણ રાજામૌલીની પ્રતીભા નહી પરંતુ એક દક્ષીણ ભારતીય નું પોતાની પરંપરા અને પોતાની ભાષા સાથે નું એક્સ્ટ્રીમ એટેચમેન્ટ પણ છે… તેમની પાસે માત્ર ફીલ્મ મેકીંગ અને VFX નું જ શાનદાર નોલેજ નથી… એમની પાસે પોતાના દેશનો મુળ ઇતિહાસ અને વેદ-ઉપનીષદ થી લઇ ને પૌરાણીક આખ્યાનોનું ગહન અધ્યયન અને તેને પરદા પર ઉતારવા સુધીની સ્કીલ પણ છે…

માહીષ્મતિ સામ્રાજ્ય જે ફીલ્મની મુખ્યધારા છે એ માત્ર કલ્પના નથી… પરંતુ માહિષ્મતી નર્મદા કીનારે વસેલ પ્રાચીન ભારતના અવંતીકા રાજ્યની એક વૈભવશાલી નગરી હતી…

એટલું જ નહી બાહુબલી મા ફીલ્માવેલ યુદ્ધકળા પણ ઉપનીષદો મા થી જ લેવામા આવેલ છે…

પહેલી વાર એક ફીલ્મ મેકરે દુનિયા ને બતાવી દીધુ કે પોતાના સાંસ્કૃતિક મુલ્યો મા લોકપ્રિય થવાની કેટલી ક્ષમતા છે… ફીલ્મની શરુઆત દરીયામા તરતી બીકીની વાળી હીરોઇન ના બદલે ઝરણામા શિવની આરાધના કરતા હીરોથી પણ થઇ શકે છે… હીટ કરવા માટે બાદશાહ કે હની સિંહના રેપ સોંગ ની જરુર નથી… વૈદીક મંત્રોચ્ચાર પર પણ દર્શકો મન્ત્ર મુગ્ધ થઇ શકે છે… સની લિયોની ના અશ્લીલ ડાંસ જરુરી નથી નાદસ્વરમ્ અને મૃદંગના તાલે ભરતનાટ્યમ કરતી નૃત્યાંગનાઓ પણ પ્રેક્ષકોને રોમાંચીત કરી શકે છે…

ઇનશોર્ટ બાહુબલી ભારતીય સીનેમાનો બદલતો ઇતીહાસ છે… અશ્લીલતા અને પાશ્ચાત્ય ઘોંઘાટની વચ્ચે એકલો ગુંજતો ભારતીય શંખનાદ છે…

– હર્ષ સચદે

ટીપ્પણી