સફળતાનો માર્ગ થશે સરળ, અજમાવો આ ચમત્કાર કરતાં ટોટકા

સફળતા મેળવવા માટે દરેક માણસ મહેનત કરે છે. પરંતુ ઘણીવાર એવું બને છે કે સફળતા હાથવેંતમાં જ હોય છે તેમ છતાં અંતે તો નિષ્ફળતાનું જ મોં જોવું પડે છે. આવી સ્થિતીમાં મજબૂત મનોબળની વ્યક્તિ પણ નિરાશ થઈ જાય છે. પરંતુ આ નિરાશાનું મોં તમારે નહીં જોવું પડે જો તમે વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલા આ સરળ ઉપાયોનું અનુકરણ કરશો. અલગ અલગ પ્રકારના ધંધા રોજગારને અનુરૂપ આ ઉપાયો કરવાથી સફળતા અચૂક મળે છે.

– ખાદ્ય સામગ્રી સંબંધિત કે અનાજનો ધંધો કરતાં લોકોએ ઓફિસ કે દુકાનમાં ગાય અને વાછરડાની છબી રાખવી.
– ઘરેણા સંબંધિત વેપાર કરતાં વેપારીઓએ દુકાન અને પોતાના બેડરૂમમાં ચાંદીમાંથી બનાવેલું મોરનું પીંછુ રાખવું.
– વાહન સાથે જોડાયેલા વેપાર-ધંધામાં સક્રિય હોય તેમણે ઓફિસમાં કે ઘરમાં ચાંદીનું પિરામિડ રાખવું જોઈએ.– વીજ ઉપકરણો સાથે જોડાયેલા વેપારમાં જોડાયેલા વ્યક્તિએ ક્રિસ્ટલનું વિંડચાઇમ રાખવું આ ઉપાયથી લાભ થાય છે.
– કાપડના વેપારીઓએ દુકાનના મુખ્ય દરવાજા પર લાલ કપડું બાંધી રાખવું જોઈએ. ધંધામાં બાધા નહીં આવે અને બરકત મળશે.– આ સિવાય જ્યારે પણ ઘરની બહાર મહત્વના કામ માટે નીકળતાં હોય ત્યારે પૂર્વ દિશા 7 પગલાં ચાલી ભગવાનનું સ્મરણ કરી અને ગાયને ગોળ અને રોટલી ખવડાવી નીકળવું. જે કામ માટે નીકળ્યા હશો તેમાં ચોક્કસથી સફળતા મળશે.
– ઘરમાંથી બહાર શુભ કામ માટે જવાનું હોય ત્યારે તુલસીના બે પાન તોડી અને ખાઈ લેવા અને ઈષ્ટદેવના આશીર્વાદ લેવા.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક પ્રેરણાદાયી વાતો અને માહિતી મેળવો ફક્ત અમારા પેજ પરથી તમે લાઇક કર્યું કે નહિ???

ટીપ્પણી