Stuffed Vegetable Dahivada (સ્ટફ વેજીટેબલ દહીવડા)

1079335_669987629697327_1668848678_n

 

સ્ટફ વેજીટેબલ દહીવડા :

=============

 

સામગ્રી :

 

૧કપ અડદ ની દાળ

૨ બટાકામેસ કરેલા

૧ ગાજરની છીણ

૧ કેપસીકમ ઝીણું સમારેલું

૧ ડુંગરી સમારેલી

૨ ચમચી બાફેલા વટાણાં

૧ ચમચી આદુમરચાંની પેસટ

ગરમ મસાલો ૧ ચમચી

૧/૨ લીટર મોળું દહીં

૧ ચમચી મરી પાવડર

૧ ચમચી લાલ મરચું પાવડર

૨ ચમચી ખાંડ

જરૂર મુજબ આમલીની ચટણી

સવાદ મુજબ મીઠું

તેલ વઘાર માટે ને તળવા માટે

 

રીત :

 

સૌ પહેલાં અડદ ની દાળને ૪ કલાક પલાળી ને મિકસર મા ઝીણી વાટી ને તેમા મીઠું. નાખી ને સાઇડ માં રાખો. એક પેન મા એક ચમચી તેલ લો તેલ ગરમ થાય એટલે. એમાં ડુંગરી સાતળો આદુમરચાંની પેસટ નાખી સાતળો ગાજર કેપસીકમ વટાણાં બટાકા ગરમ મસાલો અને મીઠું નાખો સમારેલા ધાણા નાખી ગેસ બંધ કરી ઠડું થાય એના ૮ ભાગ કરી ગોળા વાળીને અડદની દાળના ખીરા મા ડીપ કરી તળી લો.

દહી ને બરાબર વલોવી લો એમાં મીઠું ખાંડ નાખો તૈયાર વડા ને ડીશ માં સવૅ કરો તેના પર દહી નાખીને ઉપર કાળા મરી લાલ મરચું અને આમલી ની ચટણીસાથે સવૅ કરવું.

 

રસોઈની રાણી : કલ્પના પરમાર (ટાન્ઝાનિયા)

 

ટીપ્પણી