Stuffed Shimla Mirch (સ્ટફડ સીમલા મિર્ચ)

945706_144936595710791_1999700521_n

 

સ્ટફડ સીમલા મિર્ચ / પેપર્સ

 

સામગ્રી :

5-6 સીમલા મિર્ચ

2 બાફેલા બટેટા

2 tbsp બાફેલા વટાણા

1 ડુંગળી ઝીણી સમારેલી

1/4th tsp હળદળ

લાલ મરચા નો પાવડર ટેસ્ટ મુજબ

1/4th tsp ગરમ મસાલા પાવડર

1/4th tsp આમચૂર પાવડર

મીઠું જરૂર મુજબ

તેલ અથવા ઘી

 

રીત :

સીમલા મિર્ચ ને ધોઈ હુફાળા પાણી માં સહેજ એવા બાફી લેવા જ્યાં સુધી નરમ થઇ ત્યાં સુધી જ બાફવા, નરમ થઇ જાય એટલે તેને બારે કાઢી એક તરફ ઠંડા થવા દેવા.

બાફેલા બટેટા નો માવો કરવો.

હવે એક પેન માં 2 tbsp તેલ અથવા ઘી લઇ તેમાં ડુંગળી ને સાંતારો, તેને ગોલ્ડન બ્રાઉન થવા દેવી.

હવે બધા મસાલા, બટેટા નો માવો અને બાફેલા વટાણા ઉમેરી દેવા. તેને 1 થી 2 મિનીટ ફ્રાય થવા દેવા.

હવે સ્ટીમ થયેલા સીમલા મિર્ચ ને વચ્ચે થી કાપી તેના બીજ દુર કરી દેવા અને તેમાં તૈયાર કરેલો મસાલો ભરી દેવો.

એક કઢાઈ માં તેલ અથવા ઘી લઇ તેમાં ભરેલા સીમલા મિર્ચ ધીરે થી મુકવા અને તેને ફ્રાય કરવા.

આ ભરેલા સીમલા મિર્ચ ને છીણેલા પનીર, સમારેલાં લીલા ધાણા થી ગાર્નીશ કરવા.

સીમલા મિર્ચના મળી સકે તેમ હોય તો કોઈ પણ ભરી સકાય તેવા મરચા નો ઉપયોગ કરી સકાય છે.

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!