સ્ટફડ કુલચા ચણા

3 વ્યકતિ માટે
20 મિનિટ બનાવવા માટે

સામગ્રીઃ

રેડીમેડ કુલચા -6
બાફેલા કાળા ચણા-1 કપ
ટમેટો પ્યોરી -1/2 કપ
સમારેલી ડુંગળી- 1
લસણ પેસ્ટ-1 tsp
લીલા મરચા પીસેલા- 2
કોથમીર -1 ચમચો
ટામેટા સમારેલા- 1
ચાટ મસાલો- 1 tsp
કાળું મીઠું -1/2 tsp
લાલ મરચું 1 tsp
ગરમ મસાલો -1/2 tsp
શેકેલા જીરાનો પાવડર- 1 tsp
લીંબુનો રસ -1 tsp
આમલી રસો- 1 tsp
મીઠુ
તેલ- 1tbsp

બનાવવાની રીતઃ

પૅનમા 2 tsp તેલ ગરમ કરી લસણ પેસ્ટ નાખી સાંતળો ત્યારબાદ ટમેટો પ્યોરી ઉમેરી ચઢવા દો. હવે મીઠુ, બાફેલા ચણા, લાલ મરચાંનો પાવડર અને ગરમ મસાલા ઉમેરો.

ત્યાં સુધી રાંધો જ્યાં તક મસાલાનુ આવરણ ચણા પર નથી થતું. તે દરમિયાન એક ફ્લેટ પૅન કે તવી લેવી અને કુલચાને બેવ બાજુ થી તેલ લગાવી ગરમ કરવા.

હવે કાળું મીઠું, ચાટ મસાલો, શેકેલા જીરાનો પાવડર, ડુંગળી, ટમેટા, સમારેલા લીલા મરચા, સમારેલી કોથમીરના પાંદડા અને લીંબુનો રસ ઉમેરો. બધા કુલચાના ટોચ પર નાના કટ આપો અને આ મિશ્રણ ભરો.

રસોઈની રાણી : જયાના સવાણી (મુંબઈ)

ટીપ્પણી