“સ્ટફ્ડ આચારી કારેલા” – એકનું એક કારેલાનું શાક ખાઈને કંટાળી ગયા છો તો ટ્રાય કરો આ ટેસ્ટી વાનગી…

“સ્ટફ્ડ આચારી કારેલા”

સામગ્રી:

250 ગ્રામ કારેલા,
2 નંગ લીલી ડુંગળી ઝીણી સમારેલી,
¼ કપ ધણાભાજી ઝીણી સમારેલી,
5-6 નંગ આદુની કતરણ ઝીણી સમારેલી,
10-15 નંગ તળેલા કાજુ,
2 ટેબલ સ્પૂન સીંગનો ભુકો,
1 ટેબલ સ્પૂન દહી,
1 ટેબલ સ્પૂન છુંદો,
1 ટેબલ સ્પૂન મેથીયો સંભારો,
1 ટેબલ સ્પૂન ખાંડ,
1 ટી સ્પૂન ચણાનો લોટ,
1 ટી સ્પૂન ગોળ,
1 ટી સ્પૂન ગરમ મસાલો,
તથા પ્રમાણસર રૂટીન મસાલા અને તેલ,

રીત:

સૌ પ્રથમ સ્ટફિંગ માટે સીંગનો ભુકો, ચણાનો લોટ, લીલી ડુંગળી, ગોળ, ખાંડ, ગરમ મસાલો તથા રૂટીન મસાલા અને તેલ નાખી મિશ્રણ બનવવુ. કારેલા ને ધોઈને છાલ કાઢી ઉભો ચીરો મુકી અંદરના બી કાઢીને મીઠુ ચડાવી 10 મીનીટ રહેવા દેવા.

એક બાઉલમા કારેલા મુકી ઉપર મીઠુ છાટી ઢાકણ ઢાકીને 3 મીનીટ માઈક્રો કરવા. કારેલા ઠંડા પડે પછી સ્ટફિંગ ભરી લેવુ. હવે બીજા એક બાઉલમા છુંદો, મેથીયો મસાલો, તેલ અને દહીનુ આચારી મિશ્રણ બનવવુ. ત્યારબાદ એક બાઉલમા તેલ, રાઈ, જીરુ તથા હિંગ નાખી 1 મીનીટ માઈક્રો કરી લેવુ.

હવે તેમા ભરેલા કારેલા, આચારી મિશ્રણ, આદુની કતરણ તથા તળેલા કાજુ નાખી 3-4 મીનીટ માઈક્રો કરવુ. તો તૈયાર છે આચારી કારેલાનુ શાક માઈક્રોવેવમા બનતા 10 મીનીટ જ લાગે છે.

રસોઈની રાણી – નિમિષા મેહતા (પોરબંદર)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી