સ્ટફ ઈડલી – સવારે નાસ્તામાં ને રાત્રે ડીનરમાં પણ બનાવી શકો છો, તો નોંધી લો આ સ્ટેપ બાય સ્ટેપ રેસિપી..

સ્ટફ ઈડલી

ઈડલી માં એક નવી વેરાયટી હવે જ્યારે ઈડલી સાંભર બનાવો ત્યારે આ સ્ટફ ઈડલી જરૂર ટ્રાય કરજો તમારા ઘર માં બધાને પસંદ આવશે.

ઈડલી સાંભર આપણે સવારે નાસ્તા માં અથવા સાંજે લાઈટ ડિનર માં ગમે ત્યારે ચાલે તો હવે સવારે કે સાંજે જ્યારે બનાવો ત્યારે આ સ્ટફ ઈડલી જરૂર બનાવજો

સામગ્રી:

1 kg ઇડલીનું ખીરું,
1/2 ટી સ્પૂન આદુ લસણ ની.પેસ્ટ,
1 લીલું મરચું ઝીણું સમારેલ,
લીમડો,
1 ડુંગળી ઝીણી સમારેલ,
ચપટી હળદર,
ચપટી હિંગ,
મીઠું,
1/2 ચમચી રાઈ,
સોડા,
તેલ.

રીત:

સૌ પ્રથમ એક પેનમા 2-3 ચમચી તેલ લઈ રાઈ ઉમેરી.

આદુ લસણની પેસ્ટ,લીમડો,ડુંગળી, મીઠુ અને હળદર મિક્સ કરવું હવે બાફેલા બટાટા નો માવો ઉમેરી મિક્ષ કરી સહેજવાર કૂક કરી ગેસ બંધ કરી દેવો.(સ્ટફિંગમા મનગમતા શાક ઉમેરી ફેરફાર કરી શકાય.)

હવે સ્ટફિંગ ઠરી જાય એટલે તેમાં થી થોડું સ્ટફિંગ લઈ પેટીસ જેવો શેપ આપવો આ રીતે પેટીસ તૈયાર કરવી.

હવે ઈડલીના ખીરામાં મીઠું જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું.

ઈડલી સ્ટેન્ડની ડિશને તેલ વડે ગ્રીસ કરી લેવી.

હવે તે ડીશમાં થઇ રહે તેટલું બીજા વાસણમાં ખીરું લઇ સોડા ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.

– હવે સ્ટીમરમાં પાણી ઉકળી જાય એટલે ઈડલીની ડિશના ખાનામાં તળીયુ ઢંકાયેલ (1-1.5 ચમચી જેટલુ )ખીરું રેડી 1 તૈયાર કરેલી પેટીસ વચ્ચે સ્ટફિંગ મૂકી ઉપરથી ખીરું રેડી સ્ટફિંગ કવર કરી 10 મિનિટ માટે સ્ટીમ કરવા મૂકવું.

10 મિનિટ પછી ચપ્પુ વડે ચેક કરી લેવું. કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવું. ઈડલીને સંભાર અને કોપરાની ચટણી જોડે સર્વ કરશુ.

નોંધઃ આમાં તમે ગાજર નું છીણ, બોઇલ કરી ને મેસ કરેલા વટાણા અથવા તમારા મનગમતા શાક પણ સ્ટફિંગ માં એડ કરી શકો.  તો તૈયાર છે સ્ટફ ઈડલી.

રસોઈની રાણી : ચાંદની ચિંતન જોશી ( જામનગર )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી