‘સ્ટૂડન્ટ ઓફ ધ યર 2’ પોસ્ટર્સ રિલીઝ, ટાઈગરની સાથે જોવા મળ્યા આ બે નવા ચહેરા

થઈ ગયું ફાઈનલ, ટાઈગર શ્રોફની સાથે જોવા મળશે આ બે નવા ચહેરા

‘સ્ટૂડન્ટ ઓફ ધ યર 2’ પોસ્ટર્સ રિલીઝ, ટાઈગરની સાથે જોવા મળ્યા આ બે નવા ચહેરા

બાગી 2 અભિનેતા ટાઈગર શ્રોફની અપકમિંગ ફિલ્મ ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર 2’ ના હાલમાં કેટલાંક પોસ્ટર્સ સામે આવ્યા છે. આ પોસ્ટરમાં અભિનેતા ટાઈગર શ્રોફ સિવાય બે નવા ચહેરા જોવા મળશે. અભિનેત્રી તારા સુતારિયા અને અભિનેત્રી અનન્યા પાંડે ફિલ્મ ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર 2 ‘ના પોસ્ટર્સમાં એકદમ ગલેમરસ દેખાય રહી છે. બંને અભિનેત્રી આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. ટાઈગર શ્રોફએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર 2’ નાં પોસ્ટર્સને પોતાના ફેન્સ માટે શેર કર્યા છે. એક પોસ્ટરમાં ટાઈગર બ્લેક કલરના આઉટફિટમાં દેખાય રહ્યો છે, જ્યારે બીજા પોસ્ટરમાં ફિલ્મની ત્રણેય કાસ્ટ દેખાય રહી છે. ત્રણેય સ્ટાર રેડી સ્ટેડી ગોની પોઝીશનમાં બેઠા છે. પોસ્ટરમાં ટાઈગર, તારા અમે અનન્યાની વચ્ચે બેઠો છે. ટાઈગર તારા અને અનન્યાના સિંગલ પોસ્ટરને પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે.તેમજ પોસ્ટર શેર કરવાની સાથે કરણ જોહરએ ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર 2’ ની ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે ખુલાસો કરી દીધો છે. તેની સાથે આ વખતે તેમના સ્ટૂડન્ટ ટાઈગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતરિયા છે. આ ત્રણેય સ્ટૂડન્ટમાં તારા સુતરિયા કરણ જોહરની નવી શોધ છે. જ્યારથી તારાનું નામ સામે આવ્યું છે, ત્યારથી બધા તે જાણવા આતુર છે કે તારા સુતારિયા કોણ છે. તારા ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર 2’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. તારા ફિલ્મ સિવાય એક બીજા કારણોરસ પણ ચર્ચામાં છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, તે વિનોદ મહેરાના દીકરા રોહન મહેરા સાથે રિલેશનશિપમાં છે.તેમજ તારા ડિઝની ચેનલની સાથે વીડિયો જોકી હતી અને ડિઝની કેટલાં શો જેવા કે બેસ્ટડ ઓફ લવ નિકી જેવા શોમાં જોવા મળી હતી. તારા પ્રોફેશનલ ડાન્સર છે અને સિંગર પણ છે. તે ફિલ્મ ‘તારે જમીન પર’ ,’ગુજારીશ’ જેવી ફિલ્મોમાં પોતાનો અવાજ આપી ચુકી છે.પોતાની ફિલ્મની જાહેરાતની સાથે અનન્યા પાંડેએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનું એકાઉન્ટ ઓપન કરી દીધું છે. શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન અને સંજય કપૂરની દીકરી શનાયા કપૂરની બેસ્ટ ફ્રેન્ડ અનન્યા હંમેશા પબ્લિક ઈવેન્ટમાં પોતાના મિત્રો સાથે જોવા મળે છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, આ ફિલ્મ માટે અનન્યાએ માત્ર એક જ વખત ઓડિશન આપ્યું છે અને કરણ જોહરે તેને સિલેકટ કરી દીધી હતી.પહેલાં એવા સમાચાર સામે આવ્યા હતા કે આ ફિલ્મમાં ટાઈગરની સાથે સેફ અલી ખાનની દીકરી સારા અલી ખાન અથવા શ્રીદેવીની દીકરી જહાનવી કપૂર જોવા મળી શકે છે. પરંતુ હવે અનન્યા અને તારા એ આ રોલ માટે બાજી મારી લીધી છે. ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર’ ને કરણ જોહરે ડિરેક્ટ કરી હતી, તો બીજી તરફ ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર 2’ ના નિર્દેશક પુનીત મલ્હોત્રા ડિરેક્ટ કરવાનાં છે. ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ભાઈ પુનીતની આ પહેલી ફિલ્મ છે. ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર 2’ આ વર્ષે 23 નવેમ્બરએ રિલીઝ થશે.

લેખન.સંકલન : પ્રિયંકા પંચાલ 

બોલીવૂડ જગતની સેલિબ્રિટીઓના ન્યુજ તેમજ આવનારી નવી નવી મૂવીના રીવ્યુ વાંચો અમારા પેજ પર …

ટીપ્પણી