સંબંધોને મજબૂત બનાવવા છે, તો ગાંઠ વાળીને રાખીને યાદ રાખજો બાબતો

રિલેશનશિપ બનાવી રાખવા માટે અનેક પ્રયાસો કરવાની જરૂર પડે છે. ત્યારે જ સંબંધોમાં મજબૂતી આવે છે. પરંતુ કેટલીક બાબતો એવી છે, જેને કરવાથી સંબંધોમાં નબળાઈ આવી શકે છે. સંબંધ એટલો કમજોર બની જશે કે, તૂટવાના કગાર પર આવીને ઉભો રહેશે. ત્યારે કેટલીક બાબતોથી તમે તેને બચાવી શકો છો. તો આજે જાણી લો આ બાબતો.

એટિટ્યૂડ
એટિટ્યૂડ સારા સંબંધને પળવારમાં બરબાદ કરી શકે છે. તેથી જેટલું તેનાથી દૂર રહેશો, તેટલું સારું છે. તમારા પાર્ટનરને કોઈ ભૂલ વગર પણ સોરી બોલવામાં કોઈ તકલીફ ન પડવી જોઈએ.

ભૂતકાળ
વગર કારણે કોઈના ભૂતકાળને ન કાઢવો જોઈએ. તમે જેની સાથે સંબંધમાં છે, જરૂરી નથી કે તે તમારા સંપર્કમાં આવતા પહેલા સારો હોય. તેનું કોઈ એવું બેકગ્રાઉન્ડ હોય જેનાથી તમને નફરત હોય. પરંતુ તમારા ટચમાં આવ્યા બાદ તેનામાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું પણ હોય. અને તે તેની ખરાબ આદતોને દૂર છોડી ચૂક્યો હોય. તેથી ભૂતકાળને છોડો અને તેની આજ સાથે જીવો. તે જેવો છે, તેવા રૂપમાં તેને સ્વીકારો અને નવો સંબંધ બનાવો. નવા સંબંધોને જિંદાદિલીથી નિભાવો.

ખોટું
એક ખોટું બોલીને તેઓ વિચારે છે કે, તે તેમના પાર્ટનરની નારાજગીને ઓછી કરી લેશે. પણ લોકો એવું ભૂલી જાય છે કે, એક ખોટું તેમના સંબંધો પર કેટલી ખોટી ઈમ્પ્રેશન ઉભી કરશે. પત્ની હોય કે ગર્લફ્રેન્ડ, તેની સાથે ખોટું બોલવું તમને ભારે પડી શકે છે. જો તેમને આ ખબર પડી જાય તો આવી સ્થિતિમાં થનારા નુકશાનની ભરપાઈ તમે કદાચ ક્યારેય નહિ કરી શકો. યાદ રાખો, ખોટું કેટલુંય નાનું હોય, પણ તેનાથી તમને ફાયદો નહિ, પણ નુકશાન જ થશે.

ડબલ ડેટ
એક સાથે બે લોકોને ડેટ કરવું બહુ જ ખરાબ બાબત છે. જો તમે કોઈને ડેટ કરી રહ્યા છો, તો એ જ સમયે બીજા કોઈની સાથે રિલેશન રાખવા બહુ જ ખોટી બાબત છે. આવામાં ન તો તમે અહીંના રહેશો, કે ન ત્યાંના. તેથી સારું એ છે કે તમે જેની સાથે સંબંધમાં છો, તેની સાથે જ શિદ્દતથી સુંદર સંબંધ નિભાવો. કોઈની સાથે સંબંધ રાખતા પહેલા જોઈ લો કે ખરેખર તે વ્યક્તિ તમને પ્રેમ કરે છે કે નહિ.

હંમેશા યાદ રાખો કે, તમારા પાર્ટનર તમારી સારી બાબતોથી હંમેશા ખુશ રહેશે. સાચી બાબત તેને થોડી વાર તકલીફ કરશે, પણ તે તમારી ઈમાનદારી પર આફરીન થઈ જશે. તેથી હેલ્ધી રિલેશન માટે આ બાબતો જરૂર યાદ રાખજો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક માહિતી વાંચો અને સમજો, અત્યારે જ લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી