“સ્ત્રીઓ શા માટે એકબીજાથી જુદી નથી હોતી ?”

પીપળાની નીચે બેઠેલા કૃષ્ણ મહાલયના આછા અંધકારમાં દ્રોપદી સાથે ભજવાયેલું દ્રશ્ય સ્મૃતિમાં લાવીને મનોમન વિચારી રહ્યા હતા…
“કોઈ પણ યુગલની, કોઈ પણ વયની સ્ત્રી શા માટે એકસરખું વિચારે છે ? શા માટે એકસરખું અનુભવે છે ? શા માટે એકસરખી બાબતે પીડા અનુભવે છે ? શા માટે એકસરખી વાત પર ક્રોધિત થાય છે ?

એમની ક્રોધ વ્યક્ત કરવાની રીત પણ શા માટે એકસરખી હોય છે ?” કૃષ્ણના મનમાં પ્રશ્નો ઉદ્ભવતા હતા… એ પોતે જ હસી પડ્યા. હવે શો અર્થ હતો આ પ્રશ્નનો ? જીવન તો જીવાઈ ચુક્યું હતું. એમના જીવનની ત્રણ મહત્વની સ્ત્રીઓ શા માટે એક સરખી રીતે એમને વિશે સંવેદનો અનુભવતી હતી, એકસરખી રીતે એને વિશે વ્યથિત હતી અથવા શા માટે એકસરખી તીવ્રતાથી એમણે પ્રેંમ કરતી હતી… એ બધું વિચારવાનો સમય કદાચ પસાર થઇ ચુક્યો હતો. હવે તો માત્ર એ સ્ત્રીઓની સ્મૃતિ હતી…. એ સ્ત્રીઓ નહોતી એમની દ્રષ્ટી ! અને છતાં એ સ્ત્રીઓની આંખો એમની સામે જોઈ રહી હતી. અપેક્ષાથી… ઉત્કંઠાથી… ઉપલંભથી… ઉષ્માથી અને અનર્ગલ સ્નેહથી…

ત્રણ નદીઓનો પ્રવાહ એમની દ્રષ્ટીએ સમુદ્ર તરફ વહી રહ્યો હતો ત્રણેય નદીઓમાં તરવરી રહેલાં અજવાળાનાં ઊચા-નીચાં થતા કિરણો અસ્પષ્ટ રેખાઓથી એ ત્રણેય સ્ત્રીઓની મુખરેખાઓ ચીતરી રહ્યા હતાં…

એ ત્રણેય સ્ત્રીઓ, પ્રિયતમા… પત્ની… અને સખી… કલકલ કરતા પ્રવાહ સાથે વહેતી વહેતી કૃષ્ણને કહી રહી હતી, “અમારું સાર્થક્ય તો તમારામાં વિલીન થઈને જ બને છે… તમારી ખારાશ અમને સ્વીકાર્ય છે, કારણ કે તમે અમને વિશાળતા આપી છે. અમર્યાદ ફેલાતા રહેવાનો એ અસ્તિત્વબોધ તમે આપ્યો છે અમને… અમારા પ્રખર તેજને જીરવીને અમને શીતળતા આપી છે તમે… અમારા સ્ત્રીત્વને સન્માનીને સ્નેહ આપ્યો છે તમે…”

— Kajal Oza Vaidya (કૃષ્ણાયન પુસ્તકમાંથી અમુક અંશ)

કૃષ્ણ વિશે લખવું આમ જુઓ તો જરાય અઘરું નથી… ઢગલાબંધ સંદર્ભગ્રંથો અને એમના વિશે લખાયેલી સંખ્યાબંધ વાર્તાઓ અને નવલકથાઓમાંથી કૃષ્ણ કેટલાય સ્વરૂપે મળી આવે છે, પરંતુ એ બધાયમાં કશુંક ક્યાંક નાનકડું ખૂટતું હોય એવું લાગે છે… મને લાગે છે !

Buy Krushnayan Online Click on Link https://goo.gl/A2HPfV

પુસ્તકોની વધુ માહિતી માટે Whatsapp કરો આ નંબર પર 08000057004 અથવા ફોન કરો 08000058004 પર અમને તમારી મદદ કરવામાં ખુબ આનંદ થશે.

www.dealdil.com પર મુકેલા પુસ્તકો માંથી કોઈપણ પુસ્તકો મેળવવા માટે તેની ઈમેજ (ફોટો) અમને ઉપર આપેલા Whatsapp નંબર પર મોકલો સાથે આપનું પૂરું નામ, સરનામું પીનકોડ સાથે અને મોબાઇલ નંબર અને ઈમેલ એડ્રેસ અમને મોકલાવી આપો. અમે તે પુસ્તક / પુસ્તકો આપને COD (Cash On Delivery) થી મોકલી આપીશું તમારી પાસે

ટીપ્પણી