રાજકોટની આ છોકરીએ રજુ કરી પુરુષોની સંવેદના !! શું પુરુષ ખરેખર સલામત જ છે?…અચૂક વાંચો

આમ તો આપણે એક એવા સમાજમાં રહીયે છીએ કે જ્યાં સ્ત્રીઓનું મહત્વ હવે ઊંચું થતું દેખાઈ છે. એક સ્ત્રી એક નવું જીવન આપી શકવાની તાકાત રાખે છે, ૯ મહિના એક બાળકને પોતાની સાથે રાખવું અને ઉછેરવું એક પણ પોતાના રોજિંદા કામની સાથે સલામ છે સ્ત્રીઓને.

હું પણ સ્ત્રી જ છું, સમજી શકું છું પણ આજે જે રીતે મેં સમાજ ને જોયો એ રીતે બસ વક દ્રષ્ટિકોણ બદલવાનો પ્રયાસ છે. સ્ત્રી જન્મે ત્યારથી જ એને જતું કરવાની શક્તિ મળી જાય છે. પેહલા તો સ્ત્રી નો જન્મ, સવાલ બની રહે છે ઘર માટે, જે હવે સરકાર ની મદદ થી ઘણું સુધરી રહ્યું છે, પણ એના પછી ઉપાધિ નું પોટલું નાખ્યું હોઈ એમ અમુક લોકો ઉપાધિ ઓઢી લે છે. એનો ઉછેર એનું ભણતર એના સંસ્કાર અને સાથે સાથે એક સારો જીવન પાત્ર ગોતી એના લગ્ન કરાવવા અને લગ્ન વખતે શું કરિયાવર દેવું એની તૈયારી બસ દીકરી ના જન્મ થી જ જાને માતા પિતા કરવા લાગે છે.

પછી આવે છે લગ્ન જીવન, જ્યાં સ્ત્રી એ પોતાનું જ ઘર છોડી ને સાસરે જવાનું થાય છે, અમુક સ્ત્રીઓ અપનાવી જાણે છે જયારે અમુક વર્ષો સુધી પોતાને ફવાડે છે. નવું ઘર અને લોકો, અને નવા સંબંધ. કેટલું અઘરું છે નહિ? પણ શું આપણે ક્યારેય એક પુરુષ ના દ્રષ્ટિકોણ થી જોવાનો પ્રયાસ કર્યો? પુરુષો પણ કેટલું “એડજસ્ટ” કરે છે એનો આપણને અંદાજો પણ નહિ થઇ.

શરુ કરીએ નાનપણ થી જ, બેન ને વધારે ધ્યાન આપવું ane ભાઈ ને ઓછું, બસ ત્યાં થી શરુ થઇ છે પુરુષો ની જાતું કરવાની સફર. બેન તો એક દિવસ સાસરે જવાની, એટલે એની બઘી ઈચ્છા પુરી થવી, બેન નું ધ્યાન રાખવા માં ભાઈ પોતાનું ધ્યાન રાખવાનું તો જાને મૂકી જ દે છે. બેન ને રક્ષાબંધન પર સારી ભેટ આપવા માટે જૂજવા સાથે ઘર માં કમાઈ ને દેવાની ગડમથલ માં જ ઉલ્જી જાય છે ભાઈ, દીકરા અને પતિ નું જીવન.

ભણવા ના ભાર માં સારા ટકા લઇ આવાની સાથે બેન ના લગ્ન અને પાપા ના રીટાયર થવાની ચિંતા માં ગૂંચવાયેલો એ પુરુષ પોતાના લગ્ન પછી પત્ની ને પૂરતું સુખ અને શાંતિ આપવા ની પુરી કોશીશ માં લાગી જય છે. અને એમાં પણ સાસુ વહુ ના જગડા માં પીસાતો એ દીકરો અને એ પતિ કેવા ધરમ સંકટ માં મુકાઈ જાય છે એ કેમ સમજાવું?

પત્ની પોતાનું બધું જ છોડીને સાસરે આવે છે એતો સમજ્યા સાહેબ, પણ સામે બીજું ઘર પણ મળે જ છેને. સાસરી વાળા પણ “એડજસ્ટ” કરે જ છે ને નવી વ્યક્તિ ને અપનાવા માટે? પતિ એ પણ પોતાના સમય માં ફેરફાર કરવા સાથે, પોતાના મિત્રો, પોતાના અમુક શોખ પણ છોડવા પડે જ છે. પત્ની ને ગમે એવું કરવા ખાતર પતિ પોતાની પસંદ નેવે મૂકી પત્ની ની પસંદ ને ધ્યાન માં રાખી એને ગમે એવું કરે છે, એ ક્યાં સહેલું છે?

હા બદલાવું બધા એ પડે છે, પણ એ કેહવું કે ફાકત સ્ત્રીઓ જ બધા જ સમાધાન કરે છે e કેહવું ખોટું છે, સ્ત્રીયો બાળકને જન્મ આપે છે તો એના ભવિષ્ય નો તમામ ખ્યાલ પુરુષના ખભે આવી જય છે. આજે સ્ત્રીઓ પણ પુરુષોની બરાબર આવી ગઈ છે, પણ એમની સુરક્ષા પણ એક પુરુષ ની જવાબદારી છે, સાસુ સસરા ને પોતાના માં બાપ તરીકે સ્વીકારવા માં જો પત્ની ને સમય લાગે છે તો પતિ ને પણ એટલો જ સમય લાગે ને સાહેબ, પણ આપણે એવી આશા રાખતા હોઈ છીએ કે પુરુષો જલ્દી થી શીખી જય અને સ્ત્રીઓ તો આટલું બધું કરે છે, તો ચાલે, હેને?

ટપકું મુકવા એટલું કહીશ કે સ્ત્રીઓ તો ગમે એની પાસે રડી ને પોતાનું દુઃખ કાઢી લેશે, પુરુષો નો શું વાંક? પુરુષ આંસુ સારે તો “બાયડીછાપ” અથવા “છોકરીયો જેવું કરે છે” એવું કહી ને બસ એને નીચો પડી દેવા માં આવે છે. પત્ની ને શું ભેટ આપવી, જન્મ દિવસ, એનીવર્સરી, પેલી વાર ક્યારે મળ્યા થી લઇ ને, આઈ.ટી. ની તારીખો, હફ્તા ની તારીખો અને પગાર ની તારીખો પણ યાદ રાખવા ની જવાબદારી હોઈ છે. પણ તો પણ પુરુષ માટે “એ કઈ કરતા જ નથી” એવું જ વપરાઈ છે. પુરુષવાદી સમાજ ને હું પણ નથી બિરદાવતી, પણ શું ફામ સ્ત્રીઓ જ બધું કરે છે?

શું પુરુષ ખરેખર સલામત જ છે? શું એમને પણ ઓફિસ થી અને જવાબદારી થી રજા ની જરૂર નથી હોતી?

તમારા વિચારો અને પ્રતિભાવો કોમેન્ટમાં જરૂર જણાવો.

લેખક : ભૂમિકા અઢિયા 

રોજ રોજ અવનવા વિષયની રસપ્રદ વાર્તાઓ ને વિચારલેખ વાંચો ફક્ત અમારા પેજ પર ….

ટીપ્પણી