કોઈને ખોટું લાગે તો માફ કરજો

=આપણે એ દેશમાં રહીએ છીએ જ્યાં પોલીસ વાળાને જોઇને સુરક્ષિત મહેસુસ કરવાની જગ્યાએ આપણે ઘભરાઈ જઈએ છીએ.

=આપણે દીકરીના ભણતર થી વધારે ખર્ચો એના લગ્ન માં કરીએ છીએ.

=ભારતીય ખુબ શર્મિલા હોય છે, તેમ છતાય ૧૨૧ કરોડ છે.

=આપણને સ્ક્રેચ નાં પડે માટે સ્માર્ટ ફોન પર સ્ક્રીનગાર્ડ લાગવું જરૂરી લાગે છે પણ બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું નહિ.

=સન્ની લીઓન, પૂનમ પાંડે અને આલીઆ ભટ્ટ જેવીઓને લોકો સેલીબ્રેટી બનાવી દે છે. પણ સમાજથી દબાયેલી, કચડાયેલી, અત્યાચાર થયેલી સ્ત્રીઓને કોઈ નથી અપનાવતું.

=અહી સૌથી બેકાર ફિલ્મ સૌથી વધારે ચાલે છે.

funny

=હર કોઈ ને ઉતાવળ છે પણ સમય સર કોઈ નથી પહોચતું.

=અસલી મેરી કોમે જેટલી કમાણી પોતાના પુરા કરિયર માં નથી કરી એનાથી અનેક ઘણી વધારે કમાણી પ્રિયંકા ચોપરાએ મેરી કોમ નો કિરદાર ભજવીને કરી નાખી.

=ગીતા અને કુરાન માટે જે લોકો લડે છે એ એજ છે જેમણે ક્યારેય આ બેમાંથી એકેય પુસ્તકો વાચ્યાજ નથી.

=જે ચપ્પલ આપણે પહેરીએ છીએ એ એરકન્ડીશન શોરૂમ માં વેચાય છે, અને જે શાકભાજી આપણે ખાઈએ છીએ એ ફૂટપાથ પર વેચાય છે.

=મરનાર શહીદો ના ઘરવાળાઓ ને લાખ બેલાખ માં સમજાવી દેવાય છે, અને ખેલાડીયો કરોડો કમાય છે.

=કોઈ હિરોઈન ના ફોટાને લાખો, ખોટી ચર્ચાઓ ને હજારો, જોક્સ લખનાર ને સેકડો લાઇક મળે છે પણ સાચું લખનાર ને ઈગ્નોર કરવામાં આવે છે.

…પ્રોબ્લેમ તો ત્યાં છે કે આટલું વાંચીને આપણામાં બદલાવ તો આવે છે પણ એ ૩-૪ મિનીટથી વધારે રહેતો નથી…

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block