“બ્લેક મેઇલ” પ્રેમના બદલામાં બ્લેક મેઈલનો શિકાર બનેલી દીકરીની કરુણ હિમતભરી કહાની

બ્લેક મેઇલ

રોહન- હવે ક્યા જઇશ જેટલો પાવર હતો બધો નિકળી ગયો ને ?

રીયા રડતા રડતા ફોન પર જવાબ આપતા કહે છે – ના પ્લીઝ રોહન તુ આવુ ન કરી શકે. હુ તારી ફ્રેન્ડ છુ આવુ કઈ ન કર પ્લીઝ, મારી જીંદગી બરબાદ થઈ જશે તને રિક્વેસ્ટ કરુ છુ પ્લિઝ.

રોહન – અત્યાર સુધી તુ મને એન્જોય કરાવતી હતી અને હવે તારે મારા ફેન્ડસને લાભ આપવાનો છે. મને ખબર છે. તુ ના નહિ કે કેમ કે, તુ ના કઇશ તો હુ તારો વિડીઓ સોશિયલ મિડીયામાં ચડાવી દઈશ.

રિયા તો થથરી ગઈ એક પળ માટે – પ્લીઝ રોહન તુ જે કઈશ એ બધુ કરવા હુ તૈયાર છુ મને થોડો સમય આપ. પ્લીઝ તુ એવુ ન કરતો

રોહન- જેટલો સમય જોઇએ એટલો લઈ લે પણ જો કોઇ ચાલાકિ કરી છે ને તો, દરેક ફોનમાં તારો વિડિઓ ફરતો હશે યાદ રાખજે.

ફોન કટ થઈ જાય છે. રીયા તો જેવા ક્યો એવા માનસિક આઘાતમાં સરી પડે છે. કોલેજ માં ફર્સ્ટ યરમાં હતી. ત્યારે રોહન અને રીયાની આંખો મળી ગયેલી. બન્ને એકબીજાના મિત્રો બની ગયા પછી જેમ કોલેજમાં સમય પસાર થતો ગયો એમ મિત્રતા પ્રેમમાં બદલાઇ ગઈ અને સમય જતા બન્ને એકબીજાને સમર્પિત પણ થઈ ગયા. ત્યાર બાદ અનેકવાર બન્ને મળતા. જ્યારે રિયાએ કહ્યુ કે હવે આપણે આપણા ઘરે વાત કરી દઇએ આપણા પ્રેમની એટલે સ્ટડી પુરુ થાય એટલે લગ્ન કરી લઈએ.

રોહન તો જાણે આંચકો લાગ્યો હોય એમ બોલ્યો શુ વાત કરે ? તુ મને લગ્ન કરવા માટે પ્રેમ કરે છે? અહિ તો મોજ મજા ખાતર હોય છે. પછી તુ કોણ અને હુ કોણ? જો રિયા આ બધુ આટલુ બધુ મન પર ન લેવાનુ હોય. આ કોલેજ લાઇફ છે આમા તો આવુ બધુ નોર્મલ કહેવાય.

રિયા એ એક કચકચાવીને એક થપ્પડ મારી અને કહ્યુ કે દગાખોર તુ અત્યાર સુધી શુ મજાક સમજતો હતો?. તુ આજ પછિ કોઇ દિવસ મારી જિંદગીમાં તો શુ મારી સામે પણ નહિ આવતો.

કેટલુય ભલુ બુરુ સાંભળીને રોહને ત્યાથી ચાલતી પકડી પણ એમ કાઈ શાંત બેસે શેનો?  બે ત્રણ દિવસ ગયા ત્યા રોહને વોટસ એપ પર એક વિડીઓ રીયાને મોકલ્યો.

રીયા એ વિડીઓ ડાઉન લોડ કરીને જોયો તો પગ તળેથી જમીન સરકી ગઈ હોય એવુ લાગ્યુ. બે ઘડી તો પોતાના બેડરૂમમાં જ દિવાલના ટેકે ઉભી રહી ગઈ. એ વિડીઓ હતો પોતાની માણેલી અંગત પળોનો. જેમા રોહનનો ચહેરો બ્લર કરી નાખવામાં આવેલો હતો અને તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો હતો. એના કારણે તો રોહન હવે રીયા પર જો હુકમી કરવાનો પ્રયત્ન કરતો હતો.

કોઇ દિવસ ન ધારેલી આપત્તિ. ઘરમાં કોઇને વાત પણ ન કરી શકે. શુ કરવુ ? પોતાના બેડરૂમમાંથી બહાર જ નથી આવતી ચોધાર આંસુએ રડ્યા જ કરે.

હકિકતમાં આજે દિકરીઓ આવા સંજોગોમાં ખુબ જ મોટી ભુલ કરે છે કે પોતાના પરિવારજનો ને ઠપકાના ડરથી વાત નથી કરી શકતિ પણ હકિકતમાં જો આ વાત કરી દેવામાં આવે તો ઘરમાં જે સજા મળે એ સજા બ્લેકમેઇલર આપે એના જેટલી ભયાનક કે જીંદગી બરબાદ કરનાર તો ન જ હોઇ શકે અને પરિવારની હુંફ અને સહયોગથી તમને આવા નબીરાઓનો સામનો કરી શકો અને જલ્દીથી આઘાતમાંથી બહાર આવી શકો છો.

હવે શુ કરવુ? કોની પાસે મદદ માંગવી કે પછી સમર્પિત થવુ…… ના ના જીંદગી નરક બની જશે. આવા વિચારોનુ યુધ્ધ મનમાં ચાલતુ હતુ, સાંજે જમી પણ નહિ અને આખી રાત બસ આ જ વિચાર આવે કે હવે શુ? અનેક વાર આપઘાતના પણ વિચારો આવ્યા પણ એમ તો કેમ હારવુ.

રાત્રે ઉંઘ આવતી નથી કબાટમાંથી પોતાના જુના સ્કુલના  ફોટાઓનો આલ્બમ કાઢીને જોવે છે. આ એ જ રિયા જે દરેક ક્ષેત્રમાં દરેક કોમ્પીટીશનમાં પ્રથમ. શહેરના મેયર અને કમિશ્નર દ્વારા દર સ્વતંત્ર દિને સન્માનિત કરવામાં આવે. આ બધા ફોટા જોતા પોતાની જાત પર ઘૃણા આવે છે. ફોટા ફેરવતા ફેરવતા ઝાંસીની રાણી લક્ષ્મીબાઇની વેશભુષામાં હાથમાં તલવાર લઈને સજ્જ ફોટો આવ્યો. એક પળ વિચાર આવ્યો કે આ સંસ્કાર અને આ વીરતા ક્યા ખોવાઇ ગઈ? જે દેશની માટીમાંથી ઝાંસીની રાણી જન્મી એ જ દેશની માટીમાં મારૂ ઘડતર થયુ છે. હુ હિમ્મત તો નહિ જ હારુ. રાત્રે આ જ ફોટાએ રિયામાં એક નવો જ શક્તિનો સંચાર કર્યો. હવે કઈ પણ થાય બસ લડવુ  જ છે. વિચારવા લાગી કે લડવુ તો કંઈ રીતે ? આવા વિચારો સાથે ક્યારે ઉંઘ આવી ગઈ એ જ ખ્યાલ ન રહ્યો.

સવારમાં જાગીને તૈયાર થઈને નાસ્તો કરીને ઘરની બહાર નીકળી ગઈ અને સીધી કોલેજ પહોચી ગઈ. વચ્ચે એક સુપર સ્ટોરમાંથી કેટલીક વસ્તુઓની ખરીદિ કરી. સૌથી વિશ્વાસ પાત્ર ફ્રેન્ડસ કહિ શકાય એવી પાંચેક ફ્રેન્ડને બોલાવી અને બધી જ વાત કરી. બધા અલગ પડ્યા. બપોરના બરાબર બાર વાગ્યા અને રોહન નો કોલ આવ્યો.

શુ વિચાર્યુ રીયા ? કેટલો સમય જોઇએ હવે તો….

રીયા ડરતા ડરતા કહ્યુ  રોહન પ્લીઝ મને જવા દે ને ? મે તારુ શુ બગાડ્યુ છે ?

રોહન ગુસ્સે થઈને – ફરી એની એ જ વાત બોલ કરી દઉ અપલોડ વિડિઓ. એની કરતા એક વાર અમારી ઇરછા પુરી કરી દે. પછી નહિ કઈએ

રીયા- રોહન પ્લીઝ હુ તારી ફ્રેન્ડ છૂ એવુ ન કરી શકે પ્લીઝ.

રોહન- ચુપ હવે તુ નહિ બોલે હુ બોલુ એ સાંભળ. ચાર વાગે રીઅલ પેલેસ બિલ્ડીંગ ફ્લેટ નં ૩૦૨માં આવી જાજે. મારા ક્લાસમેટનો ફ્લેટ છે. ત્યા કોઇ નથી એના મમ્મી પપ્પા આઉટ ઓફ સીટી છે.  યાદ રાખજે આવવુ જ પડશે જો નહિ આવી તો કાલે સવાર સુધીમાં દરેક ફોનમાં વિડિઓ હશે.

ફોન કટ થઈ જાય છે.

ચાર વાગવા આવ્યા. રીયાને તો જેમ સમય વિતતો જાય છે એમ ધબકારા પણ વધતા જ જાય છે. શુ થશે?

શુ થશે? એ જ વિચાર આવે છે. બરોબર ૪ ના ટકોરા વાગ્યા. રીઅલ પેલેસના ૩૦૨ નંબરના ડોર બેલ વગાડીને રીયા અંદર પહોચી. વાસનાઅંધ રોહન અને તેના બે મિત્રો બેઠા હોય છે. બાકિ હોય એમ ત્યા દારૂની મહેફિલ પણ ચાલુ જ હોય છે. રિયાના મનમાં ફફડાટ હતો જ.

રોહન બોલ્યો આવી ગઈ મારી જાન. ક્યારના તારી જ રાહ જોતા હતા.

બીજા મિત્રો બોલ્યા હા હવે આપણી બધાની જાન.

રીયા બોલી રોહન પ્લિઝ પેલા મારા વિડિઓ ડિલિટ કરી નાખ તે જ્યા કિધુ ત્યા હુ આવી ગઈ છુ.

રોહન હસતા હસતા બોલ્યો એ તો અમારો પ્લાન હતો. અમારે બીજી વાર જરુર પડે ત્યારે અમારે શુ કરવૂ ? એ કઈ થશે નહિ સમજી.

એમ કહિ ને રીયાને બાથમાં લેવા રોહન આગળ વધે છે. રિયા ચપળતાથી તેની પાસે રહેલી ચાવીમાં સેફ્ટી પીન હાથમાં ઘુસાડી દે છે. જેટલુ જોર હતુ એ બધુ ભેગુ કરીને એક મુક્કો રોહનના નાક પર મારે છે.

ઓહ માં મારી નાખ્યા મને કોઇક બચાવો રોહન તો બુમાબુમ કરી મુકે છે.

બીજા બન્ને રિયા સામે  દોડી આવે છે  રિયા પોતાના પર્સમાંથી ડિફેન્સ સ્પ્રે કાઢિને બન્ને ને આંખોમાં મારે છે.બન્ને સખત બળતરાને કારણે બુમાબુમ કરે છે. એટલામાં જઈને દરવાજો ખોલે છે. બીજી ફ્રેન્ડસ હથીયારો સાથે ફ્લેટમાં ઘુસી જાય છે. ત્રણેયની બરાબરની પીટાઈ કરીને ત્રણેયને હાથપગ બાંધી દેવામાં આવ્યા. રીયા મજબુત અવાજે બોલી કે તારી મજા હવે સજા બની ગઈ છે. બોલ ક્યા ક્યા ફોનમાં સ્ટોર છે મારો વિડિઓ.

છોકરાની જાત એકવારમાં માની જાય તો શુ કહેવાય? નહિ બતાઉ તુ મને મારી નાખ તો પણ નહિ બતાઉ.

રિયાએ ઇશારો કર્યો બીજી ફ્રેન્ડ એક કાચની બોટલમાં પ્રવાહિ લઈને આવી. રીયા એ કહ્યુ તને ખબર છે આમા શુ છે? એસિડ છે હમણા જ તમારા ત્રણેયના આંખમાં નાખીને જીવનભર માટે અંધ બનાવી દઈશ. પછી ન તો તમને લેપટોપ દેખાશે કે ન તો મારો વિડિઓ. બોલો જલ્દી.

આમ પણ સ્ત્રીઓમાં લક્ષ્મી અને સરસ્વતીનુ સ્વરુપ જોયુ હોય એને દુર્ગા અને કાલીકાના રૂપનો અંદાજ ન હોય.

એક છોકરો બોલ્યો હુ કઉ છું ક્યા છે એ. એ છોકરો બધાના ફોન અને લેપટોપ બધુ જ રીયાના હવાલે કરી દિધા. બધા લેપટોપ અને બધા જ ફોનમાંથી વિડિઓ ડિલીટ કરવામાં આવ્યા. અને બધા ફોન અને લેપટોપ પર ક્બ્જો લઈ લેવામાં આવ્યો.

હવે રિયા સલામત હતી. બધા એ નિરાંતનો શ્વાસ લીધો. રિયાએ કહ્યુ હવે આ લોકોનુ શુ કરવાનુ છે ?

એક ફ્રેન્ડ બોલી મારી મોટિ બહેન પીએસાઅઈ છે. મે પોલીસને જાણ કરી દિધી છે પહોચતા જ હશે.

પોલીસ આવી બધી વાત કરવામાં આવી. રિયાની પ્રાઇવેસી અને સલામતીને ધ્યાનમાં રાખીને કાર્યવાહિ કરવામાં આવી.

સમાજમાં પણ આવી ઘણી બહેનો દિકરીઓ બ્લેક મેઇલીંગનો શિકાર બનતી હશે. પણ એમાંથી ઘણા કેસમાં આપઘાત અને અવળા પગલા લેતી હોય છે. પણ ડરવા કરતા લડવાની જરુર છે. સમાજને રિયા જેવી દિકરીઓ જે આ ગુન્હાનો સામે બાથ ભીડી એનો જવાબ દઈ એક ઉદાહરણ પુરુ પાડ્યુ છે.

(આ વાર્તા ગુન્હા જનજાગૃતિ હેતુથી વધુમાં વધુ શેર કરો એવી નમ્ર વિનંતિ.)

લેખક : વિજયકુમાર ખુંટ

“રોજ રોજ નવી નવી વાર્તાઓ વાંચો અમારા પેજ પર તેમજ લીંક શેર કરો તમારા મિત્રોને પણ”

 

 

 

 

ટીપ્પણી