“મોત નો બિલકુલ ભય નથી” તેમ કહેનાર ઉધમસિંહ ફાંસી એ ચઢનાર આ શહીદ વિષે જાણો !!

? જન્મ ૨૬ ડિસેમ્બર ૧૮૯૯ સુનામ, પંજાબ પ્રાંત, બ્રિટિશ ભારત

? મૃત્યુ ૩૧ જુલાઇ ૧૯૪૦ પેન્ટનવિલે જેલ, યુકે

ઉધમસિંહનો જન્મ ૨૬ ડિસેમ્બર ૧૮૯૯માં પંજાબના સંગરૂર જિલ્લાના સુનામ ગામમાં થયો હતો. ૧૯૦૧માં ઉધમસિંહના માતા અને ૧૯૦૭માં તેમના પિતાનું અવસાન થઇ ગયું. આ ઘટનાના લીધે ઉધમસિંહને તેમના મોટાભાઈ સાથે અમૃતસરના અનાથાશ્રમમાં રહેવું પડ્યું. ઉધમસિંહનું બાળપણનું નામ શેરસિંહ અને તેમના ભાઈનું નામ મુક્તાસિંહ હતું. જેમને અનાથાશ્રમમાં અનુક્રમે ઉધમસિંહ અને સાધુસિંહ નવા નામ મળ્યા.

ઇતિહાસકાર માલતી મલિકના કહેવા અનુસાર ઉધમસિંહ સર્વધર્મના પ્રતીક સમાન હતા. એટલા માટેજ તેમણે પોતાનું નામ બદલીને “રામ મોહહમ્મદ સિંહ આઝાદ” રાખ્યું હતું જે ભારતના પ્રમુખ ધર્મોના પ્રતિક છે.

અનાથાશ્રમમાં ઉધમસિંહનું જીવન પસાર થઇ રહ્યું હતું ત્યાંજ ૧૯૧૭માં તેમના ભાઈનું અવસાન થઇ ગયું અને તેઓ બધી રીતે અનાથ થઇ ગયા. ૧૯૧૯માં તેમણે અનાથાશ્રમ છોડી દીધું અને ક્રાન્તિકારીઓની સાથે મળી દેશની આઝાદીની ચળવળમાં ભળી ગયા.

ઇતિહાસકાર માલતી મલિકના કહેવા અનુસાર ઉધમસિંહ સર્વધર્મના પ્રતીક સમાન હતા. એટલા માટેજ તેમણે પોતાનું નામ બદલીને “રામ મોહહમ્મદ સિંહ આઝાદ” રાખ્યું હતું જે ભારતના પ્રમુખ ધર્મોના પ્રતિક છે.

રોલેટ એક્ટના વિરોધમાં ૩૦ માર્ચ અને ૦૬ એપ્રિલ ૧૯૧૯ના રોજ પંજાબમાં લોકોએ હળતાલ પાડી. અમૃતસરની સ્થિતિ અંકુશ બહાર ગઈ છે તેમ લાગતા તેમને લશ્કરના હવાલે કર્યું. ૧૩ એપ્રિલ ૧૯૧૯ વૈશાખી (પાક લણણીનો દિવસ) ના દિવસે સાંજે ૪:૩૦ વાગ્યે જલિયાંવાલા બાગમાં શહીદોને અંજલી આપવા અને બધાના પ્યારા નેતાઓ ડૉ. કિચલું અને ડૉ. સત્યપાલની ધરપકડનો વિરોધ કરવા એક સભાનું આયોજન કરવામાં આવેલ હતું. આ સભા ગેરકાયદેસર હોવાની જાહેરાત કર્યા વિના અને કશીયે પૂર્વ ચેતવણી આપ્યા વિના અંધાધૂંધ ગોળીબાર કરવાનો ઓર્ડર જનરલ ડાયરે આપ્યો. જેમાં હજારો લોકોની કત્લેઆમ કરવામાં આવી.

આ આખી ઘટના ઉધમસિંહએ પ્રત્યક્ષ નિહાળી હતી અને પ્રતિજ્ઞા લીધી કે તેઓ જનરલ ડાયરની હત્યા કરશે.

પોતાના આ મિશનને અંજામ આપવા અલગ અલગ નામોથી આફ્રિકા, નૈરોબી, બ્રાઝીલ અને અમેરિકાની યાત્રા કરી. ઈ. સ. ૧૯૩૪ માં ઉધમસિંહ લંડન પોહચી ગયા. ત્યાં ૯ એલ્ડર સ્ટ્રીટ કોમર્શિયલ રોડ પર રહેવા લાગ્યા. ત્યાં તેમણે યાત્રાના હેતુથી એક કાર લીધી હતી. ભારતના આ વીર ક્રાંતિકારી માઈકલ ઓ. ડાયરની હત્યા કરવા માટેના યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા.

ઉધમસિંહને પોતાના ભાઈ-બહેનોની મોતનો બદલો લેવાનો મોકો ૧૯૪૦માં મળ્યો. જલિયાંવાલા બાગના હત્યાકાંડના ૨૧ વર્ષ પછી ૧૩ માર્ચ ૧૯૪૦માં રોયલ એશિયન સોસાયટીની લંડનના કાકસ્ટન હોલમાં બેઠક હતી. જ્યાં માઈકલ ઓ. ડાયર પણ વક્તાઓમાંનો એક હતો. ઉધમસિંહ તે દિવસે સમયસર પોતાની જગ્યાએ બેસી ગયા. તેમણે પોતાની રિવોલ્વર એક મોટી ચોપડીમાં છુપાવી હતી. અને તેના માટે તેમણે ચોપડીના પાનાને રિવોલ્વરના આકારમાં કાપી નાખ્યા હતા. જેનાથી જનરલ ડાયરની જાન લેનાર હથિયાર સરળતાથી છુપાવી સકાય.

બેઠક પુરી થઇ ત્યારબાદ દિવાલની પાછળથી ઉધમસિંહએ જનરલ ડાયરને ૨ ગોળીઓ મારી જેનાથી ડાયરનું તાત્કાલિક અવસાન થઇ ગયું. ઉધમસિંહ ત્યાંથી ભાગ્યા નહી અને તેઓએ આત્મસર્મપણ કરી દીધું. તેમના પર મુકદમો ચાલ્યો. ૪ જૂન ૧૯૪૦ના રોજ ઉધમસિંહને હત્યાના ગુનામાં ફાંસીની સજા આપવામાં આવી અને ૩૧ જુલાઈ ૧૯૪૦માં પેન્ટનવિલે જેલમાં તેમને ફાંસી આપવામાં આવી.

? થોડુ વધારે પણ અગત્યનુ

વીર ઉધમસિંગ લંડન માં ફાંસી એ ચઢેલા.

જલિયાંવાલા બાગમાં ૧૫૧૬ લોકો ને સરેઆમ સામુહિક અંઘાધુંધ ગોળીબારી દ્વારા મારાવનાર મુખ્ય વિલન એવા માઈકલ ઓ’ડવાયર ને ૨૦ વર્ષ બાદ ૧૩ માર્ચ ૧૯૪૦ ના દિવસે લંડન ના કેકસટન હોલ માં સરાજાહેર રિવોલ્વર ની બે ગોળીઓ છોડી શેરસિંહ ઉર્ફ ફ્રેંક બ્રાઝીલ ઉર્ફ રામ મોહમદ સિંહ આઝાદ ઉર્ફ ઉધમ સિંહે ખતમ કરી ૨૦ વર્ષ પહેલા જલિયાંવાલા બાગના નરપશુ હત્યારા ને મારવાની સુવર્ણ મંદિરમાં જે પ્રતિજ્ઞા લીધેલ તે પૂરી કરેલ અને લંડનમાં ભરી કોર્ટ માં જજ એટ્કીન્સન ને “દેહાંત દંડ ની મને પડી નથી અને મોત નો બિલકુલ ભય નથી” તેમ કહેનાર ઉધમસિંહ ફાંસી એ ચઢી ગયા.

૧૩મી માચઁ ૧૯૪૦ દિને ઉધમસિંહ, જે મિત્રોમાં રામ મહંમદ સિંહ આઝાદ તરીકે ઓળખાતો હતો, તેણે જલિયાંવાલા બાગના હત્યાકાંડ વખતે પંજાબનો જે લેફટનન્ટ ગવર્નર હતો તે માઈકલ ઓ’ડવાયરને લંડનમાં કેક્ષટન હોલમાં પિસ્તોલની ગોળીથી મારી નાંખ્યો. ઉધમસિંહને મોતની સજા થઈ હતી અને ૧૨ ની જુન ૧૯૪૦ ને દિને ફાંસી દેવાઈ હતી. એના નિવેદનમાંથી એક ભાગ નીચે પ્રમાણે છે:

“એ એને જ લાયક હતો.એ જ સાચો ગુનેગાર હતો. એ મારા દેશના લોકોની શક્તિને કચડી નાંખવા ચાહતો હતો. મારી જન્મભૂમિને માટે મરવાના બહુમાન કરતાં વધારે મારું માન બીજું શું હોઈ શકે?”

બીજા દિવસે બ્રિટન સહીત અનેક દેશો ના અખબારો માં પહેલે પાને માઈકલ ઓ’ડવાયર ની હત્યા ના રીપોર્ટ છપાયા લંડનના ધ ટાઈમ્સે ઉધમસિંહ માટે “ફાઈટર ઓફ ફ્રીડમ” શબ્દ પ્રયોગ કરી તેની તરફેણ માં લખ્યું તો ઇટલી ના “બેર્ગેર્ટ” નામ ના લોકપ્રિય અખબારે તેના બદલાના સાહસને બિરદાવ્યું.જર્મન મીડિયાએ તો ઉધમસિંહ ને “ધ ટોર્ચ ઓફ ધ ઇન્ડિયન ફ્રીડમ” તરીકે ઓળખાવી દિવસો સુધી લેખો લખ્યા…બર્લિન રેડીઓ પર ઉધમસિંહ પર વાર્તાલાપો યોજાતા રહ્યા તે દરમ્યાન ઉદઘોશકે કહેલ “હાથીની જેમ હિન્દુસ્તાની ક્રાંતિકારોની યાદશક્તિ તેજ છે અને પોતાના દુશ્મન ને તેઓ ભૂલતા નથી -જેમકે ઉધમ સિંહે હિન્દુસ્તાન ના દુશ્મન ને વીસ વર્ષ સુધી યાદ રાખ્યો અને તેને યોગ્ય સજા આપી”. ( જો કે બદલો લેવાની બાબતમાં આજની વાત અલગ છે ) !

આ તરફ હિન્દુસ્તાનમાં જલિયાંવાલા નો અધુરો હિસાબ ચૂકતે કર્યો એ સમાચારે લાખો લોકોમાં ઉત્સાહ પેદા કર્યો તો બીજી બાજુ મોહનદાસ કરમચંદ ગાંધી અને નેહરુજી એ ઉધમસિંહના કૃત્ય ને વખોડી કાઢેલ.

૧૯૭૪ માં શહીદ ઉધમસિંહની અસ્થિઓ લંડંથી નવી દિલ્હી લાવવામાં આવી હતી.અસ્થિઓ પાંચ દિવસ સુધી સામાન્ય લોકોના દર્શન અને શ્રધ્ધાંજલિ માટે રાખવામાં આવી હતી.ઉધમસિંહે જલિયાંવાલા નરસંહારનો બદલો લેવાની પ્રતિજ્ઞા કરી હતી. તેઓ ૧૯૪૦ માં જલિયાવાલ બાગમાં જેને નિર્દોશ લોકો પર ગોળીબાર કરવાના હુકમ આપ્યા હતા તે જનરલ ડાયરનુ મોત થઈ ચુકયું હતું પરંતુ તે વખતના પંજાબના તત્કાલીન ગવર્નર માઇકલ ઓડવાયર જીવિત હતો. ૧૩ મી માર્ચ લંડનના કેકસ્ટન હોલમાં ઓડવાયર ઉપસ્થિત હતો, તે ભાષણ આપી રહ્યો હતો ત્યારે ઉધમસિંહે તેને ગોળીમારી હતી.. ઉધમસિંહની પોસ્તોલ, ડાયરી અને અન્ય સામાન અત્યારે પણ લંડનમાં રાખેલા છે, આ સામાન લંડનથી મંગાવીને દેશના કોઇ મોટા સંગ્રહાલયમાં રાખવાની માંગણી થતી રહી છે.

? ચલચિત્ર

ઉધમસિંહ પર “શહીદ ઉધમસિંહ” નામે એક ચલચિત્ર પણ ઇ.સ. ૨૦૦૦ માં બનેલ જેમાં ઉધમસિંહની ભુમિકા અભિનેતા રાજ બબ્બરે ભજવેલી.

? લેખન, સંકલન અને Post :- — Vasim Landa ☺The-Dust Of-Heaven ✍

ટીપ્પણી