પોતાના મોતના ભોગે ક્સાબને જીવતો પકડનાર “તુકારામ ઓમ્બ્લે”ની વીરગાથા – Must Read

તુકારામ ઓમ્બ્લે કે જેઓ નો જનમ 1954 માં થયેલો અને તેઓ આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ પહેલા ક્યારેય પણ કોઈ મીડિયા માં ચમક્યા નહોતા. પરંતુ 26 નવેમ્બર 2008 ના રોજ એમણે એવું કામ કર્યું કે આજે પૂરો દેશ એમના પર ગર્વ કરે છે.

સંજય ચોધરી કે જેઓ ડીબી માર્ગ પોલીસ સ્ટેશન માં કોન્સ્ટેબલ હતા અને તુકારામ ના સાથી હતા તેઓએ 2008 માં મુંબઈ મિરર ને જણાવ્યું કે, “તેઓ એવું માનતા કે જો હું સમયસર પહોચીશ તો મારી બીજી શિફ્ટ માં આવતા મારી બદલી પર ના ઓફિસર પણ સમયસર પહોચશે. પરંતુ જયારે તેમના બદલી ના ઓફીસર ના આવતા ત્યારે પણ તેઓ એક્સ્ટ્રા ડ્યુટી કરી લેતા અને બીજા દિવસે પણ તેમની ડ્યુટી ના ટાઈમ પર હાજર રહેતા.”

તુકારામ 1991 માં ઇન્ડીયન આર્મી માંથી રીટાયર થઇ કોન્સ્ટેબલ તરીકે પોલીસ માં જોડાયેલા.
તુકારામ સાઉથ મુંબઈ ના ચોપાટી પોલીસ સ્ટેશન પર ડ્યુટી માં હતા જયારે મેસેજ મળ્યો કે બે ગનમેન મરીન ડ્રાઈવ પાસે એક ફોર વ્હીલ હાઈજેક કરી માલાબાર હિલ તરફ ગયા છે. આ રીપોર્ટ છત્રપતિ શિવાજી રેલ્વે સ્ટેશન અને ઓબરોય તેમજ તાજ હોટેલ પર ના હુમલા પછી મળ્યો.

તુકારામ એ એમના સાથીઓ સાથે ચોપાટી પાસે પોતાની પોઝીશન લઇ લીધી.તુકારામ પાસે ફક્ત એક લાઠી અને રેડિયો હતો. ત્યારે જ બધા એ એક સ્કોડા કાર ફૂલ સ્પીડ માં આવતી જોઈ અને બધા ઓફિસરો સાવધ થઇ ગયા, પરંતુ 50 ફૂટ ના અંતરે કાર ઉભી રહી ગઈ. અચાનક કાર ની આગળ ની લાઈટ ચાલુ થઇ અને કાર પોલીસકર્મીઓ તરફ ચાલી.

તુકારામ સૌથી પહેલા પોલીસ એ લગાવેલ બેરીકેડ પાછળ થી બહાર આવ્યા અને ક્સાબ ને પકડવાનો પ્રયાસ કર્યો. તેમણે ક્સાબ ની એકે૪૭ રાઈફલ નો આગળ નો ભાગ બન્ને હાથે થી પકડ્યો અને ક્સાબ એ ટ્રીગર દબાવ્યું. આ બહાદુર જવાને પોતાના અંતિમ શ્વાસ સુધી એ રાઈફલ ના છોડી જેથી કરી ને કોઈ બીજા ને ગોળી ના લાગે. ખરેખર રૂવાડા ઉભા થઇ જાય છે જયારે આ દ્રશ્ય ને ફક્ત વિચારી જોઈએ ત્યારે આટલી કશ્મકશ માં પણ આટલી સમજદારી અને બહાદુરી. સલામ છે તને હિન્દુસ્તાન ના વીર પુરુષ.

તેમને તુરંત જ નજીક ની હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યા જયા ડોકટરો એ તેમણે મૃત ઘોષિત કર્યા. તુકારામ ની બહાદુરી ના લીધે ક્સાબ જીવતો પકડાયો અને તેની પાસે થી આ પ્લાન ના માસ્ટરમાઈન્ડ ની જાણકારી પોલીસ કઢાવી શકી. જયારે કસાબ ને ફાંસી આપવામાં આવી ત્યારે તુકારામ ના પરિવારે કહ્યું, “અમે આ દિવસ ની રાહ જોઈ રહ્યા હતા અને આભારી છીએ વડાપ્રધાન અને હોમ મીનીસ્ટર ના કે તમણે અમને અને પુરા દેશ ને ન્યાય અપાવ્યો. ક્સાબ જેવા આતંકવાદીઓ ને તો જાહેર માં ફાંસી પર લટકાવવા જોઈએ.”

ભારત સરકાર એ વીરતા નો સર્વોચ્ચ પુરસ્કાર ગણાતા અશોક ચક્ર થી તુકારામ ને નવાજ્યા. તેમણે CNN ઇન્ડીયન ઓફ ધી ઈયર એવોર્ડ “એક્સ્ટ્રાઓર્ડીનરી સર્વિસ ટુ ધી નેશન” ની કેટેગરી માં આપવામાં આવ્યો. આ ઉપરાંત તેમનું સ્ટેચ્યુ પણ ચોપાટી પર મુકવામાં આવેલું છે.

સલામ છે આ વીરપુત્ર ને કે જેમણે પોતાનો જીવ તો ગુમાવ્યો અને એ સાથે સાથે આટલી વિકટ પરિસ્થીતીમાં પણ બીજા કોઈ ને એક પણ ગોળી ના વાગે એનું ધ્યાન રાખી બધી જ ગોળીઓ પોતાની છાતી પર ઝીલી અમર થઇ ગયા. તુકારામ ની વિષે લખતા પણ રૂવાડા ઉભા કરી નાખે એવો એમણે એમની વીરતા નો પરચો બતાવી દીધો.

જય હિન્દ…..

લેખન-સંકલન : વિશાલ લાઠીયા 

ટીપ્પણી