૮ માં ધોરણમાં થયો ફેઈલ, કોમ્પ્યુટરના શોખ ને બનાવ્યો ધંધો..આજે CBIથી લઈને Realiance છે એના ક્લાયન્ટ !!

આપણા સમાજના કેટલાંય લોકોએ અભ્યાસમાં અસફળ થયા બાદ પણ એવા કારનામા કરી દેખાડ્યા છે કે જે બીજા માટે મિસાલ હોય. એવું નથી કે કઈ મોટું અને અનોખું કરવા માટે મોટી ડિગ્રીની જ જરૂર હોય! જો ઉચ્ચ વિચાર, દ્રઢ ઈચ્છા શક્તિ અને દિલમાં કાંઈ કરી દેખાડવાની ચાહ હોય તો કોઈ પણ સક્ષ દુનિયાનું કઠિન થી કઠિન કામ કરવા માટે સક્ષમ હશે.

આજની આ વાત એવા જ એક સક્ષની સફળતાને લઈને છે જેણે ૮માં ધોરણમાં નાપાસ થયા બાદ પણ ફક્ત ૨૨ વર્ષની ઉંમરમાં કરોડોનો કારોબાર કર્યો. એટલુંજ નહિ આજે આ સક્ષના ઈશારા પર સીબીઆઈ, રિલાયન્સ અને અમુલ જેવી દિગ્ગજ ઓર્ગેનાઇઝેશન ચાલે છે.

૨૩ વર્ષના ત્રિશનિત અરોરા આજે દુનિયાના પ્રખ્યાત સાયબર સેક્યુરીટી એક્સપર્ટ છે તથા કરોડોનો કારોબાર કરવાવાળી સાયબર સેક્યુરીટી ફર્મ ટીએસીના સીઈઓ છે. લુધિયાનાના મધ્યમ પરિવારમાં મોટા થયેલા ત્રિશનિતને બાળપણથી જ અભ્યાસમાં ઓછો અને કમ્પ્યુટરમાં વધુ દિલચસ્પી હતી. આખો દિવસ કમ્પ્યુટરમાં હેકિંગ શીખવાના કારણે ત્રિશનિતનો અભ્યાસ બિલકુલ થઇ શકતો ન હતો અને ત્રિશનિત ૮માં ધોરણમાં નાપાસ થયા.

ત્રિશનિત કહે છે કે કમ્પ્યુટિંગના અભ્યાસમાં એટલો વ્યસ્ત થઇ ગયો કે બાકીના વિષયોનો અભ્યાસ જ ન થયો, બે પેપર ન આપ્યા અને નાપાસ થયો.

પરિણામ આવવા પર માતા પિતાના ગુસ્સા અને મિત્રોમાં હાંસીનું પાત્ર પણ બન્યા પણ ત્રિશનિતએ હાર ન માની અને કમ્પ્યુટરમાં પોતાની રુચિ કાયમ રાખી રોજિંદા અભ્યાસને છોડીને કોરસ્પોન્ડન્સથી અભ્યાસ કરવાનો ફેંસલો લીધો.

હવે વાંચો કે ત્રિશનિતએ કઈ રીતે હેકિંગમાં મહારથ હાસિલ કરીને સીબીઆઈથી લઈને રિલાયન્સ સુધીના ને બનાવ્યા પોતાના કલાઈંટ.

ત્રિશનિતએ કમ્પ્યુટરમાં જ પોતાનું કેરીઅર બનાવવાનું નક્કી કર્યું અને પછી નવી નવી જાણકારીઓ ભેગી કરવાનું શરુ કરી દીધું. શરૂઆતમાં તો કોઈએ તેને ગંભીરતાથી ના લીધો પણ તેણે હેકિંગ પર પોતાની પક્કડ મજબૂત બનાવીને સાબિત કરી દીધું કે કેવી રીતે વિભિન્ન કંપનીઓના ડેટા ચોરાવવામાં આવે છે અને આધુનિક જગતમાં હેકિંગના કયા નુસખાઓ અપનાવવામાં આવે છે.

ધીરે ધીરે તેના કામની પ્રસંશા થવી શરૂ થઇ ગઈ અને હેકિંગની દુનિયામાં તેનું નામ થવા લાગ્યું. ત્યાર પછી ત્રિશનિતએ ફક્ત ૨૧ વર્ષની ઉંમરએ એક સાયબર સેક્યુરીટીની આધારશિલા રાખી. ધીરે ધીરે ત્રિશનિતએ પોતાના કામની પ્રસંશા કમાતા કમાતા હવે તે સીબીઆઈ, રિલાયન્સ, પંજાબ પોલીસ, ગુજરાત પોલીસ અને એવન સાયકલ જેવી કંપનીઓને સાયબર સર્વિસ આપે છે.

તમે વિશ્વાસ નહી કરો કે ત્રિશનિતની કંપની ટીએસીએ આજે દુનિયાભરની ૫૦ ફોર્ચ્યુન અને ૫૦૦ થી વધુ કંપનીઓ ને પોતાના કલાઈંટ બનાવ્યા છે. એટલું જ નહિ દુબઇ અને યુકેમાં પણ તેમની ઓફિસ છે. કંપનીનો વાર્ષિક ટર્ન ઓવર કેટલાય કરોડોમાં છે.

જે ઉંમરમાં સામાન્ય છોકરાઓ પોતાની જિંદગીનું લક્ષ્ય નિર્ધારિત કરવાનું વિચારતા રહે છે તે ઉંમરમાં ત્રિશનિત કરોડો રૂપિયાની કંપની ઉભી કરીને દુનિયામાં નામ કમાય છે. અને સૌથી ખાસ વાત એ છે કે આ છોકરો આટલું બધું કરી શક્યો માત્ર જાતે ભણી અને ઈન્ટરનેટ પરથી માહિતી મેળવીને.

સફળતાનો આ કિસ્સો ખરેખર પ્રેરણાદાયક છે. આ કિસ્સો તમને કેવો લાગ્યો તે નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.

સંકલન : ભૂમિ મેહતા (રાજકોટ)

આપ આ માહિતીસભર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી મહત્વની પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી