આ ભારતીય ક્રિકેટરની સંઘર્ષ કથા, બહુ ઓછા લોકો જાણે છે…

ગઈ કાલે ક્રીકેટ મેચ જોઈ ભારત-પાકિસ્તાનની, પહેલાં બહું ક્રેઝ હતો, હવે નથી, હા જોવા ખાતર જોઈ લઉ… કાલે યુવરાજને રમતાં જોઈને વીચાર આવ્યો…. મન, મક્કમતા, સફળતા અને આત્મવિશ્વાસ…..

ભલે ગમેતેટલી આર્થીક તાકાત હોય અને ગમે તેટલી અધ્યતન સારવાર પણ કેન્સરમાંથી બેઠા થઈને ફરી ઈન્ટરનેશલ લેવલે સીલેક્ટ થવુ, અને પોતાના સીલેક્ષનને સાર્થક સાબીત કરતું પર્ફોર્મન્સ આપવું એ માનશીક રીતે નાની સુની વાત નથી….સેલ્યુટ બોસ….! યુવરાજ તમારી આ માનસીક તાકાત કેટલાય લોકો માટે પ્રેરણાંસ્ત્રોત બનશે જ !

આવોજ એક કીસ્સો બીજા ક્રીકેટરનો પણ છે….જે બહુ ઓછા લોકોને જ્ઞાત છે…

જુલાઈ 1990 માં મુબઈ પુના રોડ પર એક કાર એક્ષીડંડ થયો, તેમાં કાર ચાલક છોકરો વીવેક સીંગ (પ્રસીધ્ધ ગાયક જગજીત અને ચિત્રા સીંગનો દીકરો, ઉમર :22 વર્સ) સ્થળ પરજ મૃત્યું પામ્યો, બાજુમાં બેઠેલો તેનો મીત્ર 21 વર્સનો, અંડર નાઈન્ટીની ઈન્ડીયન ક્રીકેટ ટીમમાં રમી ચુકેલો, અને જે સ્કુલ ટીમમાં બાળપણમાં સચીન અને વિનોદ કાંમ્બલીએ છસો રનની વિક્રમી ભાગીદારી નોંધાવેલી તે ટીમનો કેપ્ટન!

એક્ષીડંન્ટ એટલો ભયાનક હતો કે આ ખેલાડીને પગથી માથા સુંધી ટોટલ અઠાર ફેક્ચર, પગના ફીમરનું હાડકું પુરે પુરું ડેમેજ, ત્રણ દીવસ કોમામાં રહેલા આ ખેલાડીને ભાનમાં આવ્યા બાદ વધુ આધાત ન લાગે એટલે કોઈએ જણાવ્યું નહી કે તારા જીગરજાન મિત્ર નું દેહાંન્ત થયું છે!

છ મહીનામાં શરીર પર અઠાર સર્જરી થઈ, ડોક્ટરોએ જણાંવ્યું કે આ હરતો ફરતો થઈ જશે પણ ક્યારેય કોઈ સ્પોર્ટ્સ નહી રમી શકે, બે વર્ષ વધુ એક સર્જરી કરાવી પગમાં નાખેલો સળીયો કઢાવ્યો અને સામાન્ય એક્ષરસાઈઝ શરું કરી, ડોક્ટરોએ દોડવા કુદવાની સંપુર્ણ મનાઈ કરી હતી.

છ મહીનાની એક્ષરસાઈઝ પછી આ મક્કમ મનના છોકરાએ ક્રીકેટની પ્રેક્ટીસ શરુ કરી, લોકલ ટુર્નામેન્ટ રમ્યો, દીલીપ વેગસર્કરે એને માનસીક રીતે ખુબ મજબુત કર્યો, એ રણજીની બોમ્બે ટીમમાં ફરી સીલેક્ટ થયો, હવે એક્ષીડંડના બરાબર સાડા ત્રણ વર્સ થયાં હતાં અને આ છોકરો રણજીટ્રોફી ની મુંબઇ ટીમનો કેપ્ટન હતો.

1997 માં શ્રીલંકા સામેની ભારતીય વનડે ટીમનું સીલેક્ષન હતું , તેમાં એક નવા છોકરાને સીલેક્ટરોએ તક આપી, અને એ નામ હતું સાઈરાજ બાહુતુલે !

વિજ્ઞાન, મેડીશીન, મેડીકલને આ છોકરાના મેડીટેશને એક જબરજસ્ત લપડાક આપી હતી, ડોક્ટરોનું કહેવુ હતું કે તું ફરી ક્યારેય કોઈ સામાન્ય કક્ષાનું સ્પોર્સ નહી રમી શકે !

એણે મજબુત મનોબળથી ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું….. હજું સ્વપ્ન બાકી હતું … એ પણ પુર્ણ થયું. ભારતીય ટેસ્ટ ક્રીકેટ ટીમનો એ 253 નંબરનો ટેસ્ટ ખેલાડી બન્યો, ક્રીકેટમાં એમના એવા કોઈ રેકોર્ડ નથી, પણ એમના પહેલાં જે 252 ખેલાડીઓ આવી ગયા તેમનામાં અને આમના આવવામાં આભ જમીનનો ફેર હતો….

સલામ સાઈરાજ બાહુતુલે સર….

લેખક – અનીલ કુમાર ચૌહાણ

ટીપ્પણી