12,000 કરોડના રેમન્ડના માલિક રહે છે ભાડાના ઘરમાં, પુત્રને ગણાવ્યો દોષિત…Shocking News

દેશના સૌથી ધનવાન બિઝનેસ પરિવારોમાં જેનું નામ લેવાય છે તે સિંઘાનિયા ફેમિલીમાં ગંભીર વિવાદ ઊભો થયો છે. આ વિવાદ પિતા વિજયપત સિંઘાનિયા અને તેમના પુત્ર ગૌતમ સિંઘાનિયા વચ્ચે થયો છે….

પાઇ-પાઇ માટે ટટળાવે છે પુત્ર રેમન્ડ લિમિટેડના માલિક વિજયપત સિંઘાનિયાએ આરોપ મૂક્યો છે કે તેમના દીકરાએ તેમને એક-એક પૈસા માટે ટટળાવ્યા છે અને તેઓ રઝળી પડ્યા છે. સિંઘાનિયાનો આરોપ છે કે…

એક સમયે હતા અબજોના આસામી

એક સમયે અબજો રૂપિયાના આસામી અને ભારતની મજબૂત બ્રાન્ડ્સ રેમન્ડ લિમિટેડના માલિક રહેલા વિજયપત સિંઘાનિયાએ રેમન્ડનું સંચાલન તેમના દીકરા ગૌતમને સોંપ્યા પછી તેમની આ દયનીય સ્થિતિ ઊભી થઈ છે….

વિજયપત સિંઘાનિયા હાલમાં મુંબઈના ગ્રાન્ડ પારાડી સોસાયટીમાં ભાડાંના મકાનમાં રહે છે. તેમણે તાજેતરમાં બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે અને માલાબાર હિલ્સમાં પોતાના ઘરનો કબજો માગ્યો હોવાનું જાણવા મળ્યું છે. 78 વર્ષીય વિજયપત સિંઘાનિયાના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે સિંઘાનિયાએ પોતાની બધી જ સંપત્તિ દીકરાના નામે કરી દીધી, પણ હવે દીકરો તેમનું ધ્યાન નથી રાખતો. …

બધા શેર ગૌતમ સિંઘાનિયા પાસે

વકીલે જણાવ્યું કે સિંઘાનિયાએ કંપનીમાં પોતાના બધા શેર પણ દીકરા ગૌતમને આપી દીધા છે. આ શેર્સની કિંમત 1000 કરોડ રૂપિયા જેવી હતી,…

પણ ગૌતમે હવે તેમને નિરાધાર છોડી દીધા છે. ગૌતમે તેના પિતાને આપેલી કાર અને ડ્રાઈવર પણ પાછા લઈ લીધા છે. સિંઘાનિયાએ જે ડુપ્લેક્સ ઘરનો કબજો માગવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે તે ૧૯૬૦માં બન્યું હતું અને તે સમયે ૧૪ માળનું એ બિલ્ડિંગ હતું. ત્યારબાદ આ બિલ્ડિંગના ચાર ડુપ્લેક્સ રેમન્ડની સબસિડરી પશ્મિના હોલ્ડિંગને આપી દેવામાં આવ્યા હતા. …

૨૦૦૭માં કંપનીએ બિલ્ડિંગના પુન:નિર્માણનો નિર્ણય કર્યો. તે મુજબ વિજયપત સિંઘાનિયા, ગૌતમ, વીણા દેવી(સિંઘાનિયાના ભાઈ અજયપત સિંઘાનિયાના વિધવા), અજયપત-વીણાદેવીના પુત્રો અનંત અને અક્ષયપત સિંઘાનિયાને એક-એક ડુપ્લેક્સ મળવાનો હતો. આ માટે તેમણે ૯ હજાર રૂપિયા પ્રતિ ચોરસ ફૂટની કિંમત ચૂકવવાની હતી….

એપાર્ટમેન્ટમાં પોતાનો ભાગ મેળવવા માટે વીણાદેવી અને અનંતે પહેલેથી એક સંયુક્ત અરજી દાખલ કરી હતી. જ્યારે અક્ષયપતે બોમ્બે હાઈકોર્ટમાં એક અલગ અરજી કરી છે. વિજયપતના વકીલ દિનયર મેડને કોર્ટને કહ્યું કે ૭૮ વર્ષીય સિંઘાનિયાએ તેમની તમામ સંપત્તિ દિકરાના નામે કરી દીધી, પણ હવે દિકરો તેને એક રૂપિયો પણ આપવા માગતો નથી. આમ, એક સમયે અબજોપતિ રહી ચૂકેલા વિજયપત સિંઘાનિયા પારિવારિક ઝઘડાને કારણે આજે મુશ્કેલ આર્થિક પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે અને હવે કોર્ટ તેમની તરફેણમાં ચુકાદો આપે તેની આશા રાખી રહ્યા છે….

સૌજન્ય : ભાસ્કર ન્યુઝ

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!