૮૮ વર્ષે ઘર ચલાવવા કામ કરે છે આ માજી… આમના વિશે વાંચીને આંખો ભીંજાઈ જશે અને મનમાં ગર્વ અનુભવશો

ગરીબી અને લાચારીમાં ઘણી વખત લોકો અન્ય પાસે મદદ માંગતા હોય છે. અમુક લોકો આવી પરિસ્થિતિમાં જીવન ટકાવવી રાખવા માટે ભીખ માંગવાનું શરુ કરી દેતા હોય છે. પણ બહુ ઓછા લોકો હોય છે જે પોતાનાં આત્મ સમ્માન સાથે સમજોતો નથી કરી શકતા અને પેટ ભરવા માટે જે કામ મળે તે કરી લેતા હોય છે. આવું જ એક ઉદાહરણ ૮૮ વર્ષનાં માજી આપી રહ્યાં છે, જેમનાં વિશે વધુ જાણતા આંખો ભીંજાઈ જશે અને સાથે સાથે તેમની ઉપર ગર્વ પણ થશે. જો આ માજી ૮૮ વર્ષની ઉમરે પણ પોતાનાં ઘરનાં લોકોનું પેટ ભરવા માટે મહેનત કરી શકે છે તો આપણે તો કેટલુ બધુ કરી શકીએ છીએ. વિગતમાં વાંચો આ બહાદુર અને પ્રેરણા આપતી માજી વિશે.

88 વર્ષીય મહિલાને અમુક કારણસર જીવનમાં આ ઉમરે કામ કરવાનું શરુ કરવું પડ્યું. કોઈ સહારો ન હતો એટલે તેમણે રસ્તાઓ વચ્ચે  ભીખ માંગવાને બદલે મહેનત કરીને પૈસા કમાવવાનું નક્કી કર્યું. તે પોતાના પરિવારને ચલાવવા માટે આ સંઘર્ષ કરી રહ્યાં છે. પરંતુ આ માટે તેઓ તેમના આત્મ સન્માનથી સમાધાન નથી કરતા અને સ્વમાનને જાળવતા પોટાનો જ નાનો ધંધો શરુ કરે છે.

શેરીઓમાં ચિપ્સ  વેચે છે

પશ્ચિમ બંગાળમાં રહેતા શીલા ઘોષ (88 વર્ષીય) શેરીઓમાં દર સાંજે ઘર-ઘરમાં ચિપ્સ વેચાવા જાય છે. તેમનાં ખૂબ જ નાની વયે લગ્ન પરંપરાગત રીતે કરવી  દિધા હતા અને આ કારણે તે ખૂબ અભ્યાસ પણ કરી શક્યા નહતા. તેમના પતિ કામને લીધે આસપાસનાં શહેરોમાં જતા હતા પરંતુ પતિના મૃત્યુ પછી પરિસ્થિતિ બદલાઈ. શીલાબેન તેમના ૩ છોકરીઓ અને ૧ છોકરાને ભણાવવા માંગતા હતા, પરંતુ તે દરમ્યાન મુશ્કેલીઓનો પહાડ તેમની ઉપર તૂટી પડ્યો. તેમની સૌથી મોટી પુત્રીનું અવસાન થયું હતું અને નાની પુત્રીની સ્થિતિ પણ ખરાબ હતી. બીજા નંબરની પુત્રી કોલેજ સુધી પહોંચવામાં સક્ષમ હતી. શીલાબેનની મુશ્કેલીઓ અહિયાં સુધી સીમિત નહતી, અચાનક બીજા નંબરની પુત્રીનાં કાનને ચેપ લાગ્યો અને તેને કારણે તે આગળ ભણી શકી નહતી. ઘરની પરિસ્થિતિને કારણે શીલાબેને જાતે જ તમામ જવાબદારી લેવાનો નિર્ણય કર્યો. હવે 88 વર્ષીય શીલાબેન રસ્તા પર ચિપ્સ વેચીને પોતાનું ઘર ચલાવે છે. તેઓએ ભીખ માંગવાનો વિચાર પણ મનમાં ન આવવા દિધો.

જુવાન પુત્રનાં મૃત્યુની પીડા પણ સહિ

શીલાબેનને આશા હતી કે તેમનો પુત્ર તેના વૃદ્ધાવસ્થામાં તેમનો સહારો બનશે, પણ તેમનાં નસીબમાં સુખ લખેલું ન હતું. પુત્રને રેલવેમાં નોકરી મળે તે માટે તેમણે મહેનત અને કસકસર કરીને પુત્રને ભણાવ્યો. તેનાં લગ્ન પણ કરાવ્યાં હતાં, એકાએક ૧૯૯૩ માં પુત્રને ફેફસાનો રોગ થયો હતો. શીલાબેનએ પુત્રની સારવાર માટે બેંક પાસેથી લોન લેવાની વિચારી પરંતુ તેનાં  થોડા દિવસો પછી જુવાન પુત્રની મૃત્યુ થઈ ગઈ.

આ રીતે ઘર ચલાવવાનો રસ્તો શોધ્યો

શીલાબેન ભીખ નહતા માંગી શકતા તેથી કેટલાક સમય પછી તેમણે પોતાના પૌત્ર સાથે મીણબત્તીઓ વેચવાનું શરૂ કર્યું. પરંતુ આ કામથી ઘરની નાની જરૂરીયાતો પણ પૂર્ણ નહતી થતી. પછી તેમના પૌત્ર અને તેમણે ઘરે બનાવેલ ચિપ્સનું વેચાણ શરૂ કર્યું. આજે 88 વર્ષની વયે પણ શિલાબેન બહાદુર, સ્વતંત્ર અને કુટુંબને સારી રીતે જાળવી રહ્યાં છે. તેમનો પૌત્ર હવે સારી જોબ કરી રહ્યો છે.

સોશિયલ સાઇટ્સ પર પ્રેરણા બન્યાં

ફોટા સહિત શીલાબેની સ્ટોરી સોશિયલ સાઇટ્સ ઉપર શેર થઈ રહી છે અને લોકો તેમનાં ખુબ જ વખાણ પણ કરી રહ્યા છે. લોકો તેમની બહાદુરીને સલામી કરી રહ્યાં છે. જો એક વૃદ્ધ મહિલા ઘરે ઘરે જઈ વસ્તુઓ વેચીને કામ કરી શકે છે તો ભીખ માંગતા લોકોએ તેમની પાસેથી પ્રેરણા લેવી જોઈએ. ભીખ માંગવા કરતાં મહેનત કરીને રોટી કમાવવીએ વધારે સારું અને પ્રશંસનીય છે.

સંકલન : જ્યોતિ નૈનાણી  

ટીપ્પણી