જો તમે જીવનમાં કાંઈ કરી દેખાડવાની ઈચ્છા રાખતા હોવ તો આ ૭ લોકો વિષે વાંચવું રહ્યું !! DON’T MISS

એક કહેવત છે કે પૈસો જ પૈસાને ખેંચે છે. પરંતુ ધનવાન પરિવારમાં જન્મ લેવાથી કે ધનવાન લોકો સાથે સંબંધ રાખવાથી જ સફળ થઇ શકાય છે આવી માન્યતાને પૂર્ણ રીતે ખતમ કરીને દેખાડી છે દુનિયાની થોડી મહાન હસ્તીઓએ. આ લોકોએ જાતેજ શૂન્ય થી શિખર સુધીની સફર ખેડી છે.

આ લોકોએ પરિશ્રમ, શૌર્ય અને સંકલ્પનું જે ઉદાહરણ રજુ કર્યું છે તે પેઢી દર પેઢી માટે એક મજબૂત પ્રેરણાસ્ત્રોત છે. આ લેખમાં અમે આવા જ સાત સફળ લોકોની વાતો રજુ કરવા જઈ રહ્યા છીએ, જેને વાંચીને તમારા મનમાં પણ એક નવી આશાનો સંચાર થશે અને જીવનમાં કાંઈ કરી દેખાડવાની ઈચ્છા જાગી ઉઠશે.

નીચે એક એક કરીને આ મહાન વ્યક્તિઓની વાતો વાંચો અને તેઓથી શીખ લઈને જીવનમાં કાંઈ કરવાની ચાહત પેદા કરો. શું ખબર આવનારા સમયમાં આ શુચીમાં આઠમું નામ તમારું હોય!

૧. ઈંગ્વાર કામપ્રદ: એક સુથાર થી અરબોપતિ બનવાની સફર

એક ગરીબ સ્વીડન સુથાર પરિવારમાં જન્મેલા ઈંગ્વાર કામપ્રદને બાળપણથી જ વેપાર કરવાનો ખુબ શોખ હતો. પોતાના આ સપનાને સાકાર કરવા માટે ૫ વર્ષની ઉંમરથી જ તેઓએ પોતાના પિતા સાથે સરકન્ડા લાવીને શાળાના વિદ્યાર્થીઓને વહેંચવાના શરુ કરી દીધા. ૭ વર્ષની ઉંમરથી તેઓએ જાતે જ પેન બનાવીને વહેંચવાની શરુ કરી દીધી અને સાથે ભણવાનું પણ ચાલુ રાખ્યું. શરૂઆતથી જ લાકડાના ધંધા સાથે જોડાયેલા હોવાના કારણે વર્ષ ૧૯૪૮ માં નાની દુકાન સાથે તેમણે ફર્નિચર બનાવવાનું કામ પણ શરુ કરી દીધું. ધીમે ધીમે આ નાની દુકાને એક કંપનીનું સ્વરૂપ લઇ લીધું અને આજે તેની કિંમત લગભગ ૨૯ અરબ ડોલર થી વધુ છે.

૨. મહાશય ધરમપાલઃ: એક ટાંગા વાળા થી અરબપતિ બનાવ સુધીની સફર

મસાલાઓના શહેનશાહ મહાશય ધરમપાલને આજે કોઈ ઓળખની જરૂર નથી. પાકિસ્તાનના સિયાલકોટમાં જન્મેલા ધરમપાલ ફક્ત ૫માં ધોરણ સુધી જ ભણ્યા છે. ૧૯૪૭ ના દેશના ભાગલા સમયે તેમનો પરિવાર પાકિસ્તાનમાં પોતાનું બધું જ છોડીને દિલ્લી આવી ગયો અને દિલ્લી કૈન્ટ ક્ષેત્રમાં એક શરણાર્થી કેમ્પમાં રહ્યો. ૬૫૦ રૂપિયામાં એક ટાંગો ખરીદીને તેમણે પોતાની આજીવિકા શરુ કરી. થોડા દિવસો પછી ટાંગો વહેંચીને તેમણે તેમનો વર્ષોથી ચાલ્યો આવતો પારિવારિક મસાલાનો વેપાર ચાલુ કર્યો જેનું નામ તેમણે ‘મહાશિયાં દી હટ્ટી’ રાખ્યું જે આજે એમડીએચના નામ થી વિશ્વ આખામાં પ્રસિદ્ધ છે.

૯૨ વર્ષના ધરમપાલ જરૂરતમંદ લોકોની સેવામાં હાજર રહે છે.અને તેમાટે જ તેમણે ઘણી શાળાઓ, હોસ્પિટલોનું નિર્માણ કરાવડાવ્યું, જ્યાં જરૂરતમંદ અને ગરીબોને મફતમાં સેવા આપવામાં આવે છે.

૩. હોવર્ડ શુલ્ત્ઝ: એક ટ્રક ડ્રાઇવરના પુત્રમાંથી અરબપતિ બનાવ સુધીની સફર

એક ખુબ જ ગરીબ પરિવારમાં જન્મેલાં હોવર્ડ શુલ્ત્ઝને એક સમયે બે વખતનું ખાવાનું પણ નસીબ નહોતું થતું. પણ તેમને બાળપણથી જ કંઈક મોટું કરી છૂટવાની ચાહ હતી, આ જ જુનુન સાથે તેમને પોતાનું ભણતર ચાલુ રાખ્યું. એક સમયે તેમને માત્ર થોડા રૂપિયાઓ માટે પોતાનું લોહી પણ વહેંચવું પડ્યું હતું.

થોડા વર્ષો સુધી નોકરી કર્યા પછી એક દિવસ તેમને સ્ટારબક્સ નામની કોફીની એક દુકાન વિષે ખબર પડી. તે સમયે સ્ટારબક્સના ફક્ત ત્રણ સ્ટોર હતા, તેમણે તેના માલિકોને ત્યાં નોકરી પર રાખવામાટે વિનંતી કરી, પછી તેમણે કંપનીના વહેંચાણ અને માર્કેટિંગ ડિરેક્ટર તરીકે કામ કરવાનું શરુ કરી દીધું. કામ કરતાં કરતાં શુલ્ત્ઝને સમાજમાં આવી ગયું કે જો તેઓ ગ્રાહકોને કોફી માટે તેમની પોતાની પસંદ કરવા પર ધ્યાન આપે તો આ એક ક્રાંતિ થઇ શકે છે. કંપની અત્યારે ૧૯.૧૬ બિલિયન ડોલરના વાર્ષિક ટર્નઓવર સાથે આખી દુનિયામાં ફેલાયેલી છે.

૪. ઓપ્રાહ વિન્ફ્રે: એક રેપ પીડિતાથી લઈને સૌથી અમીર આફ્રિકન બનવા સુધીની સફર

ઓપ્રાહ આજે મીડિયા જગતના સૌથી પ્રતિષ્ઠિત ચહેરાઓમાં ની એક છે અને તેમને તેમના લોકપ્રિય ટોક શો ‘ઓપ્રાહ વિન્ફ્રે શો’ થી પણ જાણવામાં આવે છે. પરિવારની આર્થિક સ્થિતિ દયનિય હોવાના કારણે તેમને બાળપણમાં કપડાના રૂપે કંતાનની બોરી પહેરવી પડતી હતી. એક અવિવાહિત માં ની કુખે જન્મ લેવાવાળી ઓપ્રાહનો તેના ૧૯ વર્ષના કાકાઈ છોકરા દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હતો જયારે તે માત્ર ૯ વર્ષની હતી.

તે જ સ્ત્રી આજે દુનિયાની સફળ વ્યક્તિઓમાં ઓળખાય છે અને તેની સંપત્તિ લગભગ ૩ અરબ ડોલર છે.

૫. ધીરુભાઈ અંબાણી: એક પેટ્રોલપંપ પરિચારકથી કરીને ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ બનવા સુધીની સફર

એક ગુજરાતી પરિવારમાં જન્મેલાં ધીરુભાઈએ માત્ર હાઈસ્કૂલ સુધીનો જ અભ્યાસ કરેલો પણ પોતાના દ્રઢ સંકલ્પને કારણે તેમણે પોતાનું વિશાળ વ્યાપારિક અને ઔદ્યોગિક સામ્રાજ્ય સ્થાપિત કર્યું. માત્ર ત્રણ દસકામાં જ તેમણે પોતાના નાના કારોબારને વિશાળ કંપનીમાં બદલી નાખી. માત્ર ભારતમાં જ નહિ પણ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ રિલાયંસ એક મોટી વ્યવસાયિક તાકાત તરીકે ઉભરી આવી. તેમની જોખમ ઉઠાવવાવાની અપાર ક્ષમતા અને અમોઘ પ્રવૃત્તિએ તેમણે ફોર્બ્સની સૌથી ધનવાન વ્યક્તિની યાદીમાં પહોંચાડી દીધા.

પોતાની વ્યાપારિક કુશળતા અને સુજ બુજને કારણે ધીરૂભાઇએ હકીકત માં એક આધુનિક શેરબજાર બનાવ્યું. આજે તેમના બંને પુત્રો વિશ્વના દિગ્ગજ કારોબારીઓની યાદી માં છે.

6. રાલ્ફ લોરેન: એક ક્લાર્કથી અરબપતિ બનવા સુધીની સફર

અમેરિકાના એક ખુબ જ ગરીબ પરિવારમાં જન્મેલાં રાલ્ફ લોરેન નો પરિવાર દાણા દાણા માટે તરસતો હતો. પરિવારની આર્થિક સ્થિતિ ખુબ ખરાબ હોવાના કારણે તેઓ અભ્યાસ વચ્ચેથી જ મૂકી ને આર્મીમાં ભર્તી થઇ ગયા. પછીથી તેઓ ટાઈ બનાવતી એક કંપનીમાં ક્લાર્ક તરીકે કામે લાગ્યા. આ દરમિયાન તેમને તેમની પોતાની ટાઈ બનાવતી કંપની ખોલવાનો વિચાર આવ્યો.

થોડા સમય સુધી કામ કરીને તેમને રૂપિયા ભેગા કરી તેમને એક ‘પોલો’ કામપની બનાવી અને આજે આ કંપની દુનિયાની અગ્રીમ ફેશન બ્રાન્ડ બની ગઈ છે. એટલું જ નહિ રાલ્ફ લોરેનની સંપત્તિ ૭ અરબ ડોલર થી પણ વધુ છે.

૭. લિયોનાર્ડો ડેલ વેચીઓ: એક મિકેનિકથી એક અરબપતિ બનવા સુધીની સફર

બાળપણમાં જ પિતાને ગુમાવી ચૂકેલા લિયોનાર્ડોને પોતાની માં નો પણ સાથ ના મળી શક્યો. ખરાબ આર્થિક પરિસ્થિતિને કારણે માં એ પણ ભરણ પોષણ કરવાની ના પડી દીધી. અનાથાલયમાં ઉછરેલા લિયોનાર્ડોએ લગભગ ૧૨ વર્ષની ઉંમરથી જ ગેરેજમાં કામ કરવાનું શરુ કરી દીધું. થોડા સમય સુધી કામ કર્યા બાદ તેમણે એક ફેક્ટરીમાં કામ કરવાનું શરુ કર્યું જે ચશ્મા બનાવતી હતી.

અહીં કામ કરતાં કરતાં તેમને સનગ્લાસિસની કંપની ખોલવાનો વિચાર આવ્યો. થોડા સમય સુધી કામ કર્યા બાદ અને થોડા રૂપિયા જમા કર્યા પછી તેમણે પોતાની એક દુકાન ખોલી અને ચશ્મા વેંચવાના શરુ કર્યા. આજે તેમની કંપની લુકઝૉટીકા દુનિયાના સૌથી પ્રખ્યાત અને પ્રિમીયમ બ્રાન્ડના ચશ્માં બનાવે છે.અને તેમની સંપત્તિ લગભગ ૧૭ અરબ ડોલરથી વધુ છે.

સંકલન : ભૂમિ મેહતા (બેંગ્લોર)

જો આપ આ વાતો પ્રથમ વખત વાંચતા હો તો કોમેન્ટ માં “Excellent” લખજો..જેથી અમારો ઉત્સાહ વધે !!

ટીપ્પણી