રીક્ષા ચલાવનારે આત્મહત્યા કરવા જતી છોકરીને બચાવી, 8 વર્ષ પછી ફરી ભેગા થયા.

જીવન આશ્ચર્યતા અને અનપેક્ષિતતાઓથી ભરેલું છે. કેટલીક ઘટનાઓમાં દુનિયાના નજરિયાને બદલવાની શક્તિ હોય છે.

આ રીક્ષા ખેંચનારની વાર્તા છે, બબ્લુ શેખ, 55, જેને આત્મહત્યા કરવા જતી યાત્રીને બચાવે છે. ફેસબુક પોસ્ટના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશી ફોટોગ્રાફર જી.બી.બી. આકાશ દ્વારા, આ છોકરી એક જટિલ પ્રેમપ્રકરણમાં ફસયી ગયી હતી અને ટ્રેનની સામે કુદીને તેના જીવનનો અંત લાવવાનો નિર્ણય કર્યો હતો. અને તેને આત્મહત્યાનો પ્રયાસ કર્યો.

પરંતુ, ત્યારે જ, શેખે તેને ટ્રેન ટ્રેક પરથી ખેંચી લીધી. શેખે તેને બચાવી છતાં પણ તેને ધ્રુતકારવામાં આવ્યો. વર્ષો બાદ, શેખનો અકસ્માત થયો અને તે જ છોકરી જે તેણે આત્મહત્યા કરવાથી અટકાવી દીધી, તેણે તેને બચાવ્યો. જો તેને રોકવા માટે શેખ ત્યાં ન હોત, તો તે છોકરી ડૉક્ટર ન બની હોત. આ તેનું નસીબ હતું જેણે તેના હૃદયને ગર્વથી ભરી દીધું.

હોસ્પિટલમાં તે છોકરીએ કહ્યું, “તેને એક પુત્રી છે, ડોકટર પુત્રી.” જીવન અચાનક અંત લાવવા માટે ખૂબ જ ટૂંકું છે અને આ વાર્તા તેનું પ્રમાણ છે.

નીચે સંપૂર્ણ પોસ્ટ વાંચો:

અમે હંમેશા એક પુત્રી માંગી છે પરંતુ અમારે ત્રણેય પુત્રો જ છે. મેં ઘણીવાર મારી પત્નીને કહ્યું કે ફક્ત નસીબદરોને જ દિકરી હોય છે. મેં ત્રીસથી વધુ વર્ષ સુધી રીક્ષા ખેંચી છે. મોટા ભાગના મુસાફરો ખરાબ સ્વભાવના હોય છે. તેઓ હંમેશા મને બોલતા રેહતા હતા. એક સવારે એક પિતાઈ મને તેની પુત્રીને કોલેજ લઇ જવા માટે ભાડે રાખ્યો. તેમણે મને રસ્તામાં સાવચેત રહેવા વિનંતી કરી હતી. તેમણે પોતાની પુત્રીને રીક્ષા પકડીને બેસવાનું કહ્યું. અમે જઈએ તે પહેલાં તેણે મને ધીમે ધીમે જવા માટે કહ્યું જેથી દિકરીને કઈ ન થાય.

પૂરા રસ્તામાં તે છોકરી અતિશય રડતી હતી. હું પાછળ ફરીને જોતો હતો અને બધું બરાબર તો છે ને તેમ તેને પૂછતો પણ હતો. પણ તેણે મને ઠપકો આપ્યો અને પાછળ ન ફરવા ચેતવણી આપી. થોડા સમય પછી તેણે મને રોકવા માટે કહ્યું અને તેના ફોનથી કોઈકને ફોન કર્યો.

તે ચીસો પાડતી રહી અને રડતી હતી. હું સમજી ગયો કે તે એક છોકરો સાથે ઘરેથી ભાગી જવાની હતી. તે છોકરો આવ્યો નહતો. અચાનક તેણે રીક્ષામાંથી કૂદકો લગાવ્યો, સીટમાં જ રૂપિયા મૂકીને તે ઝડપથી ટ્રેન લાઈન તરફ ભાગી ગયી. હું જતો રેહવાનો હતો, હું તેના પિતા માટે દિલગીર અનુભવતો હતો અને વિચાર્યું કે પુત્રી ન હોવું જ સારું છે. પરંતુ હું વધુ આગળ વધી જ ના શક્યો; મને તેના પિતાએ ધ્યાન રાખવા માટે કરેલી વિનંતી યાદ આવી. મેં મારૂ વાહન મૂકી અને છોકરી તરફ દોડ્યો.

તે રેલ લાઇન પર હતી, પોતાની જાતને નુકસાન પહોંચાડવા માટે બીમાર વ્યક્તિની જેમ આગળ વધી રહી હતી. હું તેના નજીક ગયો અને મારી જોડે ઘરે પાછા ફરવાની વિનંતી કરી. પણ તેણે મારી પર બૂમ પાડી, મને અભણ મૂર્ખ કહી, અત્યંત રડતી રહી. હું તેને એકાંત જગ્યામાં મૂકીને જતા ડરતો હતો.

લગભગ ૩ કલાક સુધી અમે ત્યાં જ રહ્યા અને વરસાદ શરુ થવાની તૈયારીમાં જ હતો. વરસાદ શરૂ થાય તે પહેલાં તે ઊથી અને મને રિક્ષા લાવવા માટે કહ્યું. અમે બીજી કંઈપણ વાત ના કરી.

ચાલુ વરસાદમાં હું ઝડપથી પેડલ મારતો હતો. મેં તેને તેના ઘરની નજીક ઉતારી દીધી. ઉતર્યા પહેલાં તેણે મને અટકાવ્યો અને કહ્યું, ‘કાકા, તમારે ફરી ક્યારેય અહીં ના આવતા, અને કોઈને પણ કેહતા નહિ કે તમે મને ઓળખો છો.’ મેં હા પાડી અને ઘરે પાછો ફર્યો. તે દિવસે મેં કોઈની સાથે વાત નહોતી કરી, મેં કશું પણ ખાધું નહોતું. મેં પોતાની જાતને કહ્યું હતું કે પુત્રી ન હોવું જ સારું છે.

આઠેક વર્ષ પછી, હમણાંમાં જ મારો અકસ્માત થયો હતો. હું બેભાન થઈ ગયો હતો. લોકો મને હોસ્પિટલમાં લઇ ગયા; જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે મેં જોયું કે પેલી છોકરી મારી નજીક કામ કરી રહી હતી, તેણે મને પૂછ્યું, કેવું છે હવે, અને કેમ હું તેને કદી મળવા ના ગયો. સ્ટેથોસ્કોપ સાથે, સફેદ ડ્રેસમાં તે છોકરીને ઓળખવું અઘરું હતું. મારી સારવાર સારી રહી હતી.

મને એક મોટા ડૉક્ટર પાસે લઇ જવામાં આવ્યો. ‘સર, તે મારા પિતા છે.’ ઘરડા ડોકટરે અંગ્રેજીમાં કંઈક પૂછ્યું. પછી પેલી છોકરીએ મારા ઇજાગ્રસ્ત હાથને સ્પર્શ્યો અને કહ્યું, ‘જો આ પિતાએ ભૂતકાળમાં મને સમજાવી ન હોત તો હું ડૉક્ટર બની જ ન હોત’. મેં એક સાંકડા પલંગ પર સુતાસુતા, મારી આંખો બંધ કરી દીધી હતી. હું કશું કહી શકતો નથી ‘આ રીક્ષા ખેંચનારને પુત્રી છે, ડૉક્ટર પુત્રી.’

સંકલન – દીપેન પટેલ

બીજાને મદદ કરવાની તક, આમ તો ભવિષ્ય માં મુશ્કેલ સમયમાં આપણી જાતને મદદ કરવા માટે નું એક Investment જ છે…!!

ટીપ્પણી