Human Trafficking (માનવી હેરાફેરી) ના શિકાર હજારો બાળકોનું જીવન બચાવી, તેના માતાપિતાને સુપરત કરનાર જાંબાઝ પોલીસ અધિકારી…

આજે આપણા દેશમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં તમને નાના બાળકો ભીખ માંગતા કે કોઈપણ નાનું મોટું કામ કરતા જોવા નઈ મળતા હોય પણ તમે ક્યારેય એવું વિચાર્યું છે કે એ બાળકોને કેમ આવું કરવું પડતું હશે?

તેમાં અમુક બાળકો પોતાના માતા-પિતાની ઘરની પરિસ્થિતિ ને કારણે તેવું કામ કરતા હોય છે, પણ મોટાભાગના બાળકો એવા હોય છે જેમને આવું કામ કરવા માટે મજબુર કરવામાં આવતા હોય છે.

એવા બાળકોમાં અમુક બાળકો એવા હોય છે જે મોટા શહેરમાં પોતાનું નામ કમાવા, સારા પૈસા કમાવાની લાલચ અથવા પોતાના માતા-પિતાના ત્રાસથી કંટાળીને અને બીજા અંગત કારણસર ઘરેથી ભાગી ગયા હોય એવા હોય છે.

આજે અમે તમને એક એવી વ્યક્તિની બહાદુરીની વાત કરવાના છે જેણે આવા ૪૩૪ જેટલા મજબુર બાળકોનું જીવન બચાવ્યું છે અને તેમને છોડાવ્યા છે. તેમણે આજ સુધી જેટલા બાળકોને બચાવ્યા એમાં ૪૫ છોકરીઓ પણ હતી.

આજે અમે તમને રેખા મિશ્રાની વાત કરી રહ્યા છે. તેઓ ઉતરપ્રદેશ અલ્હાબાદ શહેરના રેહવાસી છે. ૨૦૧૪માં તેમણે RPF જોઈન કર્યું હતું. તેઓ એક ખુબજ ઈમાનદાર અને કડક સ્વભાવના અધિકારી છે. તેઓ હાલમાં છત્રપતિ શિવાજી ટર્મિનલ માં રહે છે અને રેલ્વે પ્રોટેકશનમાં સબ ઇન્સ્પેકટરની ફરજ બજાવે છે.

જુન ૨૦૧૬માં તેઓ ચેન્નાઈ એક્સ્પ્રેસમાંથી ઉતરતા હતા ત્યારે તેમની નજર અમુક છોકરીઓ પર પડે છે તે ત્રણે છોકરીઓએ સ્કૂલ યુનિફોર્મ પેહર્યો હોય છે અને થોડી ગભરાયેલી હોય છે. ત્યારબાદ રેખા તેઓની પાસે જાય છે અને તેમની તબિયત અને કોઈ બીજી તકલીફ તો નથીને એમ પૂછે છે. પણ બાળકીઓ કઈ જવાબ આપતી નથી અને રેખા સામે જોયા જ કરે છે.

હવે પોલીસવાળા નો સ્વભાવ સમજો કે પછી સ્ત્રી સ્વભાવ સમજો રેખાને ખ્યાલ આવી જાય છે કે આ છોકરીઓ મુસીબતમાં છે. ત્યારબાદ રેખાએ અમુક પોલીસસ્ટેશન ની મદદથી તે બાળકીઓના માતા-પિતાને શોધ્યા અને દીકરીઓ સોંપી દીધી. જ્યાં સુધી તે દીકરીઓના માતા-પિતા ના કોઈ સમાચાર નોહતા મળ્યા ત્યાં સુધી રેખાએ તે દીકરીઓને સાચવી અને પોતે પણ તેમની સાથે રાતે પોલીસસ્ટેશન માં રેહવા લાગી.

મિત્રો હું સલામ કરું છુ આ મહિલાને જેણે આજ સુધી ૪૩૪ જેટલા બાળકોના જીવન બચાવ્યો છે. આજે પણ આવા ઘણાબધા લોકો છે સમાજમાં જે આવા બાળકોની સહાય કરતા હોય છે.

હું તમને એવું નથી કેહતી કે તમે તમારા શહેરની ગલીએ ગલીએ જઈને આવા બધા બાળકોને સહાય કરો પણ તમે ક્યાંક જઈ રહ્યા હોય અને તમને કોઈ આવું બાળક દેખાય તો તમે ખાલી તેને શું તકલીફ એ જાણો અને તમારાથી બનતી મદદ કરો.

આજે ઘણાબધા લોકો છે આપણા સમાજમાં જે આવા બાળકો અને વ્યક્તિઓની મદદ કરવા માટે સંસ્થા અને NGO ચલાવતા હોય છે. તમે ત્યાં પણ જાણ કરી શકો છો. તમારી એક પહેલથી એક બાળકની જિંદગી બચી શકે છે. આજે આપણા દેશને રેખા મિશ્રા જેવા વ્યક્તિઓની ખુબ જરૂરત છે. તો મિત્રો આજથી જ તમને ક્યાંક આવા બાળકો કે કોઈ વ્યક્તિ નજરે ચડે તો તેમની મદદ કરો.

લેખન-સંકલન : અશ્વિની ઠક્કર

આપ આ પોસ્ટ શેર કરશો તો બને કે કોઈ માયાળુ અને દયાળુ વ્યક્તિ આ વાંચી ને કઈ ક સારું કામ કરવા પ્રેરાય…શેર કરશો ને ???

ટીપ્પણી